________________
(૨) જન્મ = જ + નું + મ = જ
જન્મ શૂન્ય મરણ = જન્મને શૂન્ય કરી નાખ કે જેથી જરા-મૃત્યુ આવે જ નહીં. (૩) મરણ = મ + ૨ + ણ = મ
૨
ણ મરણ અગ્નિતત્ત્વ પંચપરમેષ્ઠિરૂપ
રત્નત્રયી રૂપ = અગ્નિબીજથી મરણને બાળી નાખી પંચપરમેષ્ઠિરૂપ બની જા. (૪) મૃત્યુ = મૃ + ત્યુ = મુ.
મૃગજળ સમાન સંસાર ત્યાગ કર = મૃગજળ સમાન સંસારનો ત્યાગ કર. (૫) સ્મશાન = સ્મ + શાન = સ્મ
શાન સ્મરણ કર જ્ઞાન-ધ્યાન-ભાન સ્વરૂપ શાન = તારા જ્ઞાન-ધ્યાન-ભાન સ્વરૂપ શાન કેળવી તારા સ્વસ્વરૂપનું સ્મરણ કર. સ્વાધ્યાય-શિબિર દરમિયાન રજા કરેલા સવિશેષ કથનો : (૧) પુણ્યોદયમાં પુણ્યના ઉદયનો ત્યાગ એ જ ધર્મ. (૨) ઘાતકર્મોનો ક્ષયોપશમ એ જ ધર્મ. (૩) દેશ્ય બદલાય તેના કરતાં દ્રષ્ટા બદલાય એ જ ધર્મ. (૪) જાણનારને જાણવો એ જ ધર્મ. (૫) વિચારથી સ્વરૂપદર્શન થાય, ભાવનાથી આંતરશુદ્ધિ થાય અને ધ્યાનથી સ્વરૂપ-પ્રાપ્તિ થાય. (૬) બધી વસ્તુ છે આપણામાં અને લખાઈ છે શાસ્ત્રોમાં. (૭) નિશ્ચયને છોડો મા, વ્યવહારને તરછોડો મા. (૮) “સ્વ'નો સ્વાદ લેવાનો હોય; અર્થ કરવાની જરૂર નથી. (૯) યમ-નિયમની સાધના ઉપકરણ વડે થાય છે; આસન-પ્રાણાયામ અને પ્રત્યાહારની સાધના
કરણ વડે થાય છે; ધારણા-ધ્યાન અને સમાધિની સાધના અંતઃકરણ વડે થાય છે. (૧૦) બુદ્ધિ વડે શાસ્ત્રને ભણો તો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય; અને આત્મા વડે શાસ્ત્રને
સમજવામાં આવે તો મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય. (૧૧) બાધક તત્ત્વોનો રોધક તે જ સાધક. (૧૨) સ્વમાં સ્થિરતા આવશે તો જ મમતાનું સ્થાન સમતા લેશે. (૧૩) ભગવાન શોધવાનું માંડી વાળો; ભગવાન બનવાનું શોધી કાઢો. (૧૪) ધર્મનો ટેકો લઈ નરક-તિર્યંચ ગતિ ટાળો અને મોક્ષભાવનો ટેકો લઈ દેવ-મનુષ્ય ગતિ ટાળો. (૧૫) પ્રભુના દર્શન કરતાં સ્વયં પ્રભુ બની જવું. પત્રાવલિ
૪૨૯
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org