________________
વગેરે ચાલુ રાખીશું ? વાતાવરણ શુદ્ધિ, ઉપકરણ શુદ્ધિ અને વિધિ શુદ્ધિની આવશ્યકતા અને ફલશ્રુતિપૂર્વકની ઉપયોગીતા સમજાવી હતી. ઉપકરણ શુદ્ધિ સમજાવતાં. (૧) કટાસણું : “કાસન' શબ્દ ઉપરથી આ શબ્દ અપભ્રશ થયેલો છે. જે આસન ઉપર વધુ સમય
બેસી રહેવામાં કષ્ટ અનુભવાય છે. તૈજસ શરીરની સક્રિયતા અને પંચેન્દ્રિય (ઘેટા)ના શરીર
ઉપરથી આવતા ઊનના કટાસણાનો સંબંધ ‘સામાયિક યોગ'માં જ થાય છે. (ર) મુહપત્તિ : શાસ્ત્રીય નામ : મુખાનંતક. પડિલેહણ' પાકૃત શબ્દનું સંસ્કૃત પ્રતિલેખન' થાય.
લેખન'નો અર્થ “અવલોકન' થાય. પડિલેહણ'નો અર્થ: આત્માને લાગેલા દોષો પ્રતિ અવલોકન'. મુહપત્તિના ૫૦ બોલ (૯ અકખોડા અને ૩૪ પકખોડા સહિત) અપેક્ષાએ આત્માને લાગેલા દોષો જ છે, કે જેને અવલોકનની પદ્ધતિ દ્વારા નિર્મૂળ આપણે બનાવવાના છે. કહે છે ને :
મુહપત્તિના બોલ, ખોલે કર્મની પોલ.” (૩) ચરવડો : “જયણાનું સાધન' તે દ્રવ્યાર્થ; મન ચરવા જાય તેને વાળી લાવે, તે ભાવાર્થ ચરવડાની
૨૪ આંગળ લાંબી દાંડીને, ૮ આંગળ લાંબી ઊનની દશીઓ સાથે કાર્ય-કારણનો સંબંધ છે. ૨૪ દંડક વડે દંડાતો આપણો આત્મા એ કાર્ય છે અને કારણ છે આ આઠ કર્મોનો બંધ અને ઉદય. આ આઠ કર્મોના બંધ, ઉદય, સંવર અને નિર્જરાના કારણો અને ઉપાયોનું ચિંતન આપણે “સામાયિક'માં કરવું જોઈએ.
શિબિરમાં મેં વધુ સમજાવતાં એમ પણ કહ્યું હતું કે વીતરાગતા જે અનાદિથી આપણી ખંડિત થયેલી છે, એમાંથી રાગ-દ્વેષ જમ્યા. રાગ-દ્વેષ માંથી ક્રોધ-માન-માયા લોભ એ ચાર કષાયો ઉદ્ભવ્યા. એમાંથી હાસ્યાદિ નવ નોકષાય નીપજયા. આમ, અખંડ તત્ત્વ ખંડિત થતાં એ અનેક ખંડોમાં ટૂકડાઓમાં વહેંચાઈ ગયું. એ ખંડો ટૂકડાઓ ભેગાં થઈ એક અખંડ તત્ત્વ બનતાં જીવ પોતાના પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. પૂર્ણ સ્વરૂપને અભિવ્યકત કરનારા સ્વરૂપ વિશેષણો એ જ ઘાતકર્મોનો ક્ષયથી પ્રગટ થતી અનંત ચતુષ્ટયી કે જે ગુણો વિધેયાત્મક-હકારાત્મક છે અને અઘાતિ કર્મોનો ક્ષયથી પ્રગટ થતા બાકીના ચાર ગુણો કે જે નિષેધાત્મક-નકારાત્મક છે.
ઘાતિકર્મોના ક્ષય વડે અરિહંત ભગવંતને સ્વરૂપ ગુણોનું પ્રગટીકરણ થાય છે; પરંતુ તે અનંત ચતુષ્ટયી સ્વરૂપે વિધેયાત્મક હોઈ, આ ચાર ગુણોની ઉપલબ્ધિ હોવા છતાં તેનો સમાવેશ અરિહંત ભગવંતના બાર ગુણોમાં થતો નથી. તીર્થકર નામકર્મ પ્રકૃતિના વિપાકોદય સંબંધથી પ્રગટેલા અષ્ટ પ્રતિહાર્યો અને ચાર અતિશય મળી કુલ બાર ગુણો અરિહંત ભગવંતના સમજાવાય છે.
પુદ્ગલ દ્રવ્યના જે ગુણધર્મો છે, તેનાથી વિરુદ્ધ ગુણધર્મો આત્માના છે. માટે જ, પુગલ દ્રવ્યના બંધનથી અને આવરણથી પર થઈ જવું, છૂળ જવું, મુકત થઈ જવું, તે જ આત્માનું મૂળ, સાચું, શુદ્ધ અને ક્ષાયિક સિદ્ધ સ્વરૂપ છે. પુદ્ગલસંગે સંસારી જીવના કર્મજનિત જે ગુણધર્મો છે, તે વાસ્તવિક તો પુદ્ગલના પોતાના જ ગુણધર્મો છે. માટે જ કહેવાય છે કે સંસારનું એક માત્ર કારણ જીવઅજીવનું મિશ્રણ છે. પુદ્ગલ રૂપી' છે, મૂર્ત છે, જડ છે, અજીવ છે, ગુરુ-લઘુ છે, વિનાશી છે, હાનિપત્રાવલિ
૪૨૭
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org