________________
અભાવનું નિમિત્ત કે કારણ ના બની જાય, તેની કાળજી રાખવી જોઈએ. ઉત્સર્ગ રુચિનો અભાવ દાખવી અપવાદનું આલંબન લેવું નહિ.
આ ચારે પ્રકારના દોષો પ્રત્યે લક્ષ્ય આપી તેનાથી દૂર રહેવા પ્રયત્ન કરવો. ભવ્યત્વ, ભવિતવ્યતા અને તથાભવ્યત્વમાં શું ફરક છે ? સમજાવો.
પ્રશ્ન : ૪
ઉત્તર : ૪
(૧) ભવ્યત્વ
: આત્માના પાંચ ભાવો છે-ઔયિક, ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપમિક, પારિણામિક, પારિણામિક ભાવોમાં જીવત્વ, ભવ્યત્વ (મુક્તિની યોગ્યતા) અભવ્યત્વ (મુક્તિની અયોગ્યતા) અસ્તિત્વ, અન્યત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, ગુણવત્ત્વ આદિ છે. દરેક જીવ ચૈતન્ય ગુણવાળો જ હોય છે અને ભવ્યત્વ કે અભવ્યત્વ પરિણામથી હોય છે.
વ્યાખ્યા : જે શક્તિના નિમિત્તથી આત્મામાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર પ્રગટ થવાની યોગ્યતા હોય તેને ભવ્યત્વ ગુણ કહે છે. ભવ્ય જીવોમાં મુક્તિપદને પામવાની યોગ્યતા હોય; પરંતુ બધા જ ભવ્ય જીવો મુક્તિપદને પામે જ તેવો નિયમ નથી. માટે સત્ય ક્થન આ રીતે બોલી શકાય કે મુક્તિપદને પામનારા બધા જ જીવો ભવ્ય હોય છે. મુક્તિપદને પામ્યા પછી પારિણામિક ભાવોમાંથી ફક્ત ભવ્યત્વનો જ નાશ થાય છે, બીજા ભાવોનો નહીં.
(૨) ભવિતવ્યતા : કાર્યના કરનારા પાંચ કારણો (કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, પૂર્વકૃત કર્મ અને પુરૂષાર્થ) પૈકીનું આ એક કારણ છે. જેમ પૂર્વકૃત કર્મનો પર્યાયવાચી શબ્દ ‘પ્રારબ્ધ-ભાગ્ય-નસીબ' છે, તેમ ભવિતવ્યતાનો પર્યાયવાચી શબ્દ છે - નિયતિ (Destiny) આનો અર્થ એ છે કે જે થવાનું હોય તે બધું નિયત જ હોય છે, નક્કી જ હોય છે અને તે તેમ જ થાય છે. ક્રમસર થવાવાળા પર્યાયો બદ્ધ રીતે ગોઠવાયેલા જ છે, તેને ક્રમબદ્ધ પર્યાય કહે છે. દા.ત., શ્રી રામચંદ્રજીને રાજગાદીના બદલે તે જ સમયે પ્રાપ્ત થયેલ વનવાસ.
બધું જ જો નક્કી છે, તો પુરુષાર્થ શા માટે કરવો ? તેનો ઉત્તર એ છે કે નિયતિ કે ભવિતવ્યતા જે તે કાર્યમાં પુરુષાર્થ વડે જ નિયત થયેલી હોય છે. દા.ત., દર અઠવાડિયે પગાર મળવાની નિયતિ પણ તે વીકના ૪૦ કલાક કામ કરવા વડે નિયત થયેલી હોય. કાર્યસિદ્ધિમાં કોઈ એકાદ કારણ પ્રમુખ હોઈ શકે; પરંતુ અન્ય ચાર કારણો ગૌણપણે પણ હતા જ, તેમ માનવું જોઈએ.
(૩) તથાભવ્યત્વ : જીવની તે તે રીતે (ભવિતવ્યતાની રીતે) થવાની યોગ્યતા. જેમ જેમ જીવ મુક્તિપદની નજીક આવતો જાય (ભવની અપેક્ષાએ) તેમ તેમ તે જીવની
પત્રાવલિ
Jain Education International. 2010_03
૪૨૧
For Private & Personal Use Only
શ્રુતસરિતા
www.jainelibrary.org