________________
પ્રશ્ન : ૩ ધર્મ ક્રિયામાં સેવાતા ચાર દોષો કયા છે ? સવિસ્તર સમજાવો.
ઉત્તર : ૩ પંડિત શ્રી વીર વિજયજી મહારાજાએ નવાણું પ્રકારની પૂજામાં (દસમી પૂજામાં આઠમી ઢાળમાં) રચના કરી છે :
“ચાર દોષ કિરિયા ઇંડાણી, યોગાવંચક પ્રાણી રે’’
અર્થ : જે ભવ્યાત્મા ચાર દોષોને છોડીને ક્રિયા કરે છે, તે જીવ અવંચક એટલે નહીં છેતરનાર એવા સફળ યોગને પામનારો બને છે.
આ ચાર દોષો નીચે મુજબ છે :
(૧) દગ્ધ
(૨) શૂન્ય
(૩) અવિધિ
બાળી નાખનાર-દા.ત., આપણે પ્રશસ્ત ધર્મક્રિયામાં પ્રવૃત્ત થયા હોઈએ, પરંતુ ક્રિયા દરમિયાન મન કોઈ નિમિત્ત વડે કે નિમિત્ત વિના પરભાવ, પચિંતન કે પાપ સ્થાનકની સેવનામાં (મન) જોડાઈ જાય તો જે તે શુભ ધર્મક્રિયાનું પરિણામ બળી જાય છે. દેરાસરમાં નિસિહીનો સાવધાનપૂર્વક ઉપયોગ, સામાયિકમાં સાવધ વ્યાપારનો ત્યાગ આદિ કાળજી રાખવી. મનને એકાગ્રતાપૂર્વક સંયમમાં રાખવું જોઈએ.
ભાવશૂન્યપણું. ક્રિયાને અનુરૂપ અનુસરતો ભાવના અભાવમાં ક્રિયા નિષ્ફળ બને છે. માટે, આપણે જે જે ક્રિયાઓમાં જોડાઈએ તેને અનુરૂપ ભાવો મનમાં લાવવા જોઈએ. દા.ત., પૂજામાં અભિષેક વેળાએ મેરુ પર્વતના અભિષેકનું ચિંતનમનના શૂન્યભાવ વડે કેટલીક વાર આખી નવકારવાળી પૂરી થાય. પરંતુ આ ક્રિયા ફળની અપેક્ષાએ શૂન્ય છે. ઉપયોગ શૂન્યપણે સમ્પૂર્ણિમની જેમ ક્રિયા ના કરવી.
-વિધિનું જાણકારીપૂર્વક અને જાગૃતિપૂર્વક પાલનનો અભાવ, તે અવિધિ. દરેક ક્રિયામાં શાસ્ત્રાનુસારે વિધિવિધાન જાણવા અને પાળવા જોઈએ. દા.ત., જિનાલયમાં દસત્રિક, ત્રણ નિસિહી આદિ.
(૪) અતિપ્રવૃત્તિ - આપણે સંસારના સર્વથા ત્યાગી નથી; માટે ધર્માચરણ કે ધર્મક્રિયાના અભિગમમાં ‘અતિ’ ના થઈ જાય તેની પૂરી કાળજી રાખવી. હૃદયમાં નિશ્ચય દૃષ્ટિ નિરંતર રાખીને સંસારની બધી જ પારિવારિક ફરજો વ્યવહારપૂર્ણ બજાવવી. લંચ કે ડીનરના સમયે સામાયિકાદિ ક્રિયાઓમાં જોડાવું તે અનુચિત છે. પ્રભુનું નામ મનમાં જેટલી વાર લેવું તેટલી વાર લઈ શકાય છે; પરંતુ કાર ચલાવતાં રસ્તાના ટ્રાફિક પરત્વે કે રસોઈ કરતાં ગૅસ, આદિ સાધનો પ્રત્યે જ પૂર્ણ ધ્યાન આપવું જોઈએ. તે વેળાએ મનમાં લોગસ્સ કે સમોવસરણનું ચિંતન ‘અતિ’ બની જાય. સંસારીની ફ૨જો પ્રત્યે દુર્લક્ષ સેવાવાના લીધે ધર્મ અને ધર્મી બંને વગોવાય અને આપણી ‘અતિ પ્રવૃત્તિ’ પરિવારના અન્ય સભ્યોને આપણા પ્રત્યે અને ધર્મ પ્રત્યે
શ્રુતસરિતા
Jain Education International 2010_03
૪૨૦
For Private & Personal Use Only
પત્રાવલિ
www.jainelibrary.org