________________
(૨) સ્નેહ ભાવ
(૩) ઉપશમ ભાવ
(૪) વૈરાગ્ય ભાવ
(૫) ભક્તિ ભાવ
(૬) સમ ભાવ
(૭) સાક્ષી ભાવ
નહીં અને વિયોગ સમયે ખેદ નહીં. જગતના તમામ પદાર્થો પ્રત્યે ઉદાસીન ભાવ કરી સાધનાનો પ્રારંભ કરવો.
: જેમ પરમાત્માને જગતના તમામ જીવો પ્રત્યે વાત્સલ્ય છે તેમ આપણે જગતના તમામ જીવો પ્રત્યે સ્નેહભાવ રાખવો. જીવ માત્ર પ્રત્યે સ્નેહનું ઝરણું વહેતું રહે તેવી ભાવના ભાવવી. આપણને જે જે જીવો અણગમતા કે ઓછા ગમતા હોય તેવા માટે ‘સત્રે નીવા જન્મવશ' દરેક જીવ પોતાના કર્મોને વશ વર્તે છે - આવો ભાવ મનમાં ભાવી તેઓ પ્રત્યે સ્નેહભરી લાગણી પ્રગટાવવી. : જેમ અરિહંત પરમાત્માની સામે પણ રાગ-દ્વેષના અનેક નિમિત્તો આવે, પરંતુ તેમાં તેઓ ભળે નહીં; તેમ આપણે પણ નિમિત્તો આવે ત્યારે નિષ્ફળ બનાવવા અને શાંતભાવ રાખવો, શાંતિમાં રહેવું.
: પાંચ ઇન્દ્રિયના વિષયો પ્રત્યે વૈરાગ્ય ભાવ કેળવવાનો છે. આ વિષયોમાં પરમાત્મા કદાપિ મળતા નથી. આપણો આત્મા આ પાંચ ઇન્દ્રિયોના માધ્યમથી જગતને જુએ છે અને જાણે છે. આ પાંચે ઇન્દ્રિયો તો જડ છે; પરંતુ તેના માધ્યમથી અંદરમાં બેઠેલો આપણો આત્મા રાગ-દ્વેષ કરે છે અને તેને પરિણામે સંસાર-વૃદ્ધિ થાય છે અને મોક્ષ દૂર થાય છે.
: આપણા ઉપયોગને-પરિણામને દેવ-ગુરુને ધર્મની ભક્તિ તરફ લઈ જવા. પૈસા, પરિવાર, પદાર્થ અને પ્રસિદ્ધિ તરફથી રાગને હટાવી આપણા પરિણામની ધારા ભક્તિ તરફ વાળવી જોઈએ. સાંજે સૂતાં પહેલાં અનુકૂળતાપૂર્વક એકાદ ભક્તિ-સ્તવન ગાવું જોઈએ.
: સુખ-દુ:ખના વહેણ જીવનમાં બદલાયા જ કરે છે. તે ક્યારેય પણ સ્થિર રહેવાવાળા નથી. માટે, સુખમાં અકડતા નહીં-લીન નહીં અને દુઃખમાં દીનતા નહીં.
: સાક્ષી ભાવ એટલે વિકલ્પ વગરનો ભાવ. માત્ર જોવું અને જાણવું. આગ્રહશૂન્ય તટસ્થ અવલોકન. કશું પણ ના કરવાની શક્તિ-માત્ર ઉપસ્થિતિ. ટૂંકમાં, સાક્ષીભાવ એટલે જ વીતરાગતા. આજે બુદ્ધિ વધી છે, તર્કશક્તિ વધી છે. આ બુદ્ધિ અને તર્કની વૃદ્ધિને સમાધાન મેળવી આત્માની આધ્યાત્મિક પ્રગતિ ઝડપી બનાવવા જેવી છે.
-
એક અપેક્ષાએ, આ સાત ભાવ પરમાત્માના જીવનના છે. આ સાત ભાવ વડે જ જેમ તેઓ પરમાત્મા બની શક્યા છે, તેમ આપણે પણ આ સાત ભાવ વડે પરમાત્મા બનવાનું લક્ષ્ય બાંધવું જોઈએ. ઉદાસીન ભાવથી પ્રારંભ કરી અનુક્રમે આગળ વધતાં વધતાં આ સાતે ભાવોની અનુમોદના, પરિપાલના કરતાં કરતાં આપણે સાક્ષીભાવની ટોચ ઉપર બિરાજવાનું છે.
શ્રુતસરિતા
Jain Education International 2010_03
૪૦૬
For Private & Personal Use Only
પત્રાવલિ
www.jainelibrary.org