Book Title: Shrutasarita
Author(s): Rajnibhai C Shah
Publisher: Narendra Mulchand Shah Mumbai

View full book text
Previous | Next

Page 439
________________ (૫) ઉપશમભાવ - કષાયોના ભાવો જે જે પ્રસંગે ઉદ્ભવે તે તે સમયે ઉપશમ દાખવવો. (૬) સાક્ષીભાવ - દ્રષ્ટાભાવ-પ્રેક્ષકભાવ-આગ્રહશૂન્ય તટસ્થ અવલોકન-મન અને બુદ્ધિને અળગા રાખી જે કાંઈ બને તેના સાક્ષી માત્ર બનીને રહેવું. વિકલ્પો અનેક છે, અનિત્ય છે. માટે “જે થાય તે સારા માટેનું સૂત્ર યાદ રાખી આપણા પરિણામ બગાડવા નહીં. (૭) ભક્તિભાવ - અધ્યાત્મ માર્ગે વિહરતા અને વિચરતા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા પ્રત્યે ભક્તિ દાખવવી. સાધકો, ગુણીજનો પ્રત્યે અહોભાવ દાખવવો. આ સાતે ભાવો વડે ભાવિત થતાં થતાં આપણે ગાવાનું છે : ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન; ભાવે જિનવર પૂજીએ, ભાવે કેવળજ્ઞાન.” કલ્પસૂત્ર ટીકામાં સૂત્રકારશ્રી ફરમાવે છે : 'तमः स्तोम मपाकर्तुं, सूर्यो जैव प्रतीक्षते' અર્થ : અંધકાર જેવા નકારાત્મક પરિબળને ખતમ કરી દેવા માટે સૂર્ય જરા પણ વિલંબ નથી કરતો. - “આશ્રવ નામના નકારાત્મક પરિબળને ખતમ કરવા માટે, સંવર ધર્મને વધુ સમૃદ્ધ કરવા માટે, અંતર્યાત્રાની સાચી દિશા પકડવા માટે અને આત્મધર્મના આરાધક બનવા માટે દુષ્કતની ગહ, સુકૃતની અનુમોદના અને ચતુઃ શરણગમનના તારક ત્રિવેણી સંગમમાં આત્મસ્નેહને આત્મસાત કરી સ્વસ્વરૂપનો આવિર્ભાવ આપણે કરી શકીએ તેવી શુભ ભાવના સાથે. લિ. આપનો સાધર્મિક, રજની શાહ * * * * * પત્રાવલિ-૭૯ લૌકિક અને લોકોત્તર ગુણ ગુરુવાર, તા. ૧૧મી એપ્રિલ, ૨૦૦૨ વીર સંવત ૨પ૨૮ ને ફાગણ વદ ૧૪ પરમ સૌભાગ્યવાન સ્વજન શ્રી, પ્રણામ-જય જિનેન્દ્ર-આપ પરિવાર શાતામાં રહો તેવી શુભ ભાવના. “સ્વ” માં સ્થિરતા, સ્વસ્થતા અને સમતાની આવશ્યકતા દરેક જીવને હોય છે. લૌકિક ગુણો વડે સ્થિરતા આવે છે, જ્યારે લોકોત્તર ગુણો વડે (સ્વમાં અવસ્થારૂપી) સ્વસ્થતા અને સમતા આવે છે. ધર્મારાધનાની ધરી ઉપર સામાન્યતઃ લૌકિક ગુણો જ તરી આવતા દેખાય છે. આ બંને ગુણોનાં નામ જોઈએ : લૌકિક ગુણો : નીતિ, સદાચાર, સંતોષ, દયા, દાન, ક્ષમા, નમ્રતા, સરળતા, ઉદારતા, લજ્જા શ્રુતસરિતા પત્રાવલિ ૪૧ ૪ For Private & Personal Use Only Jain Education International 2010_03 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474