________________
અનાદિ કાળથી આપણે કર્મના સંયોગે માંડેલી, પાંગરેલી, ખીલવેલી, વિકસાવેલી વેલડીરૂપ આ સંસાર-યાત્રામાં ૮૪ લાખ જીવાયોનિના અતિથિ બનીબનીને અથડાતા-કૂટાતા આ ભવમાં આપણા માતાપિતાને ત્યાં જન્મ ધારણ કર્યો છે. માતાપિતાએ હોંશે હોંશે લોકોત્તર ગુણોનું સિંચન કરવાનો પુરુષાર્થ આપણા બાળપણ અને યુવાનીના પ્રારંભ-કાળમાં કર્યો હતો, પરંતુ આપણું લક્ષ્ય લૌકિક ગુણો એટલે કે સામાજિક સગુણો પરત્વે હોવાથી આ ભેદ તે વખતની આપણી ઉંમરના લીધે સમજી શક્યા ન હોતા. ધર્મપુરુષાર્થ સાધન છે, તો લૌકિક ગુણો સાધ્ય છે; અને જ્યારે લોકોત્તર ગુણો સાધ્ય બને છે ત્યારે સાધન તરીકે તો લૌકિક ગુણો જ કામ આવે છે.
લોકોત્તર ગુણો જીવને દરેક ભવમાં આગેકૂચ કરાવે છે. નિગોદમાં અવ્યવહાર રાશિમાંથી નીકળી ક્રમાનુસારે વ્યવહાર રાશિ, કૃષ્ણપાક્ષિક, ચરમાવર્ત પ્રવેશ, અપુનબંધક, માર્ગાભિમુખ, માર્ગાનુસારી, સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, સર્વવિરતિ, ગુણશ્રેણિ (ઉપશમશ્રેણિ-ક્ષપક શ્રેણી) માંડીને છેક સિદ્ધશિલા સુધીના વિકાસયાત્રામાં લોકોત્તર ગુણો જ કામ લાગે છે. માટે જ, લોકોત્તર ગુણોને ઉપમા આપી છે : (૧) ચિદાદિત્ય (ચિ+આદિત્ય) (સૂર્ય); (૨) ચિદાકાશ (ચિરૂઆકાશ) (સર્વવ્યાપી); (૩) ચિદાદર્શ ( ચિઆદર્શ) (દર્પણ); (૪) ચિદાનંદ (
ચિઆનંદ) (અવિનાશી). જાજવલ્યમાન જિનશાસન વડે લોકોત્તર ગુણોની પ્રાપ્તિ વડે આપણા જીવનપથ અને જીવનરથને શણગારવાનું લક્ષ્ય બાંધવા જેવું છે. આપણા આત્મનિકેતનમાં લોકોત્તર ગુણોના ગુણાનુવાદનું એક સ્થિર અને સ્થાયી સ્મારક બનાવવાનું નક્કી કરવા જેવું છે.
જૈનદર્શનમાં આત્મિક વિશુદ્ધિ અને આત્મિક વિકાસ જ કેન્દ્રસ્થાને છે કે જેની ફલશ્રુતિ રૂપે જીવ મૃત્યુલોકમાંથી મુક્તિલોક તરફ પ્રયાણ કરે છે. તે માટે આપણે જીવન, મરણ અને પરભવને સફળ બનાવવો પડે. જીવન સુધી કામ આવે તે ધન, મરણ સુધી કામ આવે તે પુણ્ય અને પરભવ સુધી કામ આવે તે ધર્મ. આમ, અપેક્ષાએ ધન, પુણ્ય, કર્મ અને ધર્મને સમજવા જોઈએ. પરભવ સુધી કામ આવે તે ધર્મ એટલે ધર્મ'નો અર્થ “લોકોત્તર ગુણો' જ લેવા.
સુખ-દુઃખના સંયોગ અને વિયોગ (કભી ખુશી કભી ગમ) સાથે જોડાયેલું આપણા સૌનું જીવન માત્ર શ્વાસોશ્વાસનું માળખું નથી; પરંતુ અનેક અપ્રગટ સત્યોના ઉઘાડની સંભાવનાવાળું આ જીવન છે. અનેકવિધ સગુણોના સ્વામી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરાવે તેવો પુણ્યવંતો આ ભવ છે.
નીચે દર્શાવેલ જિનવચનો પર દરરોજ ચિંતન કરવા જેવું છે. (૧) ગાયુર્યાત ક્ષણે ક્ષણે ક્ષણે ક્ષણે આયુષ્ય ઘટતું જાય છે. (૨) ૩પ્પાઇપમેવ સુન્નાદ, વિતે સુખ વસ્ફાયો ? આત્મા સાથે જ યુદ્ધ કર; બાહ્ય યુદ્ધની તારે શું
જરૂર છે. પપ્પા દત્તા વિદત્તા , સુદાન સુદા| વ | આપણો આત્મા જ આપણા સુખ-દુઃખનો કર્તા
(૪) EVI 1 = માઁ 0િ | બાંધેલા નિકાચિત કર્મો ભોગવ્યા વિના મુક્તિ થતી નથી. શ્રુતસરિતા
૪૧૬
૫ત્રાવલિ Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org