________________
(૫) રુચ્છા ટુ ગામમાં ૩viતિયા | ઇચ્છા એ તો આકાશની જેમ અનંત છે. (૬) મધ્યે દામા સુરાવદા તમામ કામનાઓ-ઇચ્છાઓ દુઃખની જન્મદાત્રી છે.
ધર્મભાવનો ટેકો લઈને નરક-તિર્યંચ ગતિ ટાળવા અને મોક્ષભાવનો ટેકો લઈને દેવ-મનુષ્ય ગતિ ટાળવા આપણે સૌ સમર્થ બનીએ તેવી શુભ ભાવના - અર્જુથના.
આપનો ભાઈ,
રજની શાહ * * * * *
પત્રાવલિ-૮) જીવો અને જીવવા દો
ગુરૂવાર, તા. ૧૫મી ઑગસ્ટ, ૨૦૦૨
વીર સંવત ૨૫૨૮ ને શ્રાવણ સુદ ૮ પરમ પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાન
નિર્વાણ કલ્યાણક શુભ દિન. સ્વાધ્યાયી પરમ સુશ્રાવિકાએ પત્ર દ્વારા પૂછેલા પ્રશ્નો ઉત્તર : પ્રશ્ન : ૧ હિંસાના પ્રકાર કેટલા છે ? વિગતવાર સમજાવશો. ઉત્તર : ૧ પ્રમાદ-માનસિક દોષ જ મુખ્યત્વે હિંસા છે, અને એ દોષમાંથી જન્મેલ જ પ્રાણનાશ
હિંસા છે. આ સ્વરૂપે હિંસાના બે પ્રકાર છે : (૧) દ્રવ્ય હિંસા - પાંચ ઇન્દ્રિય+મને+વચન+કયા+શ્વાસોશ્વાસ+આયુષ્ય મળી કુલ દસ પ્રાણોનો
નાશ તે. (૨) ભાવ હિંસા - સ્વ-સ્વરૂપમાંથી બહાર નીકળી આત્માને રાગાદિ ભાવોથી ખરડવો તે. હિંસાનાં બે રૂ૫ : (અન્ય અપેક્ષાએ) (૧) નિષેધાત્મક (નકાર) : (૧) કોઈને ઈજા કરવી.
(૨) પોતાના દુઃખમાં કોઈને અનિચ્છાએ ભાગીદાર કરવો. (૨) વિધેયાત્મક (હકાર) : (૧) બીજાના દુઃખમાં ભાગીદાર ના થવું.
(૨) પોતાની સુખસગવડનો લાભ અન્યને ના આપવો. આ બંને પ્રકારની હિંસાની વિરુદ્ધ વર્તન કરવાથી નિષેધાત્મક અહિંસા અને વિધેયાત્મક અહિંસાને પામી શકાય છે. નિષેધાત્મક અહિંસા જ અહિંસા તરીકે જણાય છે, જ્યારે વિધેયાત્મક અહિંસા દયા અગર તો સેવા તરીકે જાણીતી છે, લોકગમ્ય છે, લોકોને વધુ પ્રીતિકર છે, સુગમ છે, સુકર છે. વિધેયાત્મક અહિંસા સૌની નજરે દેખાતી હોઈ માનાદિ પ્રાપ્તિના આશયવાળા જીવોને વધુ રુચિકર હોય છે, જ્યારે નિષેધાત્મક અહિંસા અંતરના-અત્યંતર પરિણામવાળી હોય છે.
તાત્ત્વિક સ્વરૂપે હિંસાના ત્રણ પ્રકાર : પત્રાવલિ
શ્રુતસરિતા
૪૧૭ For Private & Personal Use Only
Jain Education International 2010_03
www.jainelibrary.org