________________
“સમકિતી આત્મભાવે રમે, સ્વ-ભાવ એને બહુ બહુ ગમે;
પરમાત્મભાવને નિશદિન નમે, સુખદુઃખને સમભાવે ખમે.” આ સાતે ભાવો લાવવા/કેળવવા માટે જિનવચનોનું શ્રવણ, વાંચન, સ્મરણ અને પુનઃસ્મરણ કરવું જોઈએ. “સ્વાધ્યાય' શબ્દના અનેક અર્થો છે. હું આ અર્થને પ્રાધાન્ય આપું છું. સ્વ+અધિ+આય= સ્વાધ્યાય. સ્વ એટલે પોતે, અધિ એટલે સન્મુખ થઈને, અને આય એટલે જોડાવું; એટલે પોતાની સન્મુખ થઈને પોતામાં જોડાવું તેનું નામ સ્વાધ્યાય.
અનેક પ્રકારના કર્મોની, સંયોગોની અને સંસ્કારોની અસર નીચે આપણે સૌ વિધવિધ ભાવોમાં રહેલા છીએ. જૈનધર્મનું હાર્દ એક જ વાક્યમાં કહેવું હોય તો “આશ્રવનો ત્યાગ અને સંવરનો રાગ.” સંવરનો રાગ કેળવવા માટે સાધન છે. “આશ્રવનો ત્યાગ' છે, અને આશ્રવના ત્યાગ માટે સાધન છે, નીચે દર્શાવેલ જેવા કેટલાક નિત્યજીવન નિયમો : (૧) ઓછામાં ઓછું પાંચ તિથિ ઉકાળેલું પાણી. (૨) કંદમૂળ ત્યાગ (છેવટે ચાતુર્માસ દરમિયાન). (૩) દરરોજ સામાયિક. (૪) વૃત્તિસંક્ષેપ (દરરોજ વપરાશની/ખાવાની કુલ સંખ્યા ધારવી) રસત્યાગ (દર અઠવાડિયે એક
અઠવાડિયા માટે એકાદ ખાવાની વસ્તુનો ત્યાગ. (૫) ગૃહમંદિરમાં નિત્ય ચૈત્યવંદન.
આપશ્રીએ કયો નિયમ લીધો છે, તે જાણી મને અતિ આનંદ થાય તે સ્વાભાવિક છે. સાતે ભાવો વડે સંસારની સમાપ્તિ કરી આપણે બધા સાથે અને સંગાથે સિદ્ધિશિલામાં બિરાજીએ તેવી શુભભાવના.
લિ. આપનો ભાઈ,
રજની શાહ * * * * *
પત્રાવલિ-૭૫ અંતરથી ખમો ખમાવો
સોમવાર, તા. ૨૬મી ઑગસ્ટ, ૨૦૦૨
વીર સંવત ૨પ૨૮ ને શ્રાવણ વદ ૩ શ્રેયસ્કર શ્રાવક ભાઈશ્રી, શ્રાવિકા બેનશ્રી તથા પુણ્યવંતો પરિવાર,
પ્રણામ-જય જિનેન્દ્ર.
પુણ્યનું પોષણ અને પાપનું શોષણ કરવાની અજોડ ક્ષમતા ધરાવતા પર્યુષણ મહાપર્વની પધરામણી થઈ રહી છે. પર્યુષણ' શબ્દનો અર્થ છે “આત્મામાં વસવું તે.'
પર્યુષણ એટલે આંતરિક શુદ્ધિકરણ દ્વારા આત્મિક શુદ્ધિકરણ દ્વારા આત્મિક વિકાસ સાધવાનું અનુપમ પર્વ. યથાર્થ આરાધના વડે મમતાનું મરણ થાય, સમતાનું સર્જન થાય, આવેશનો અગ્નિસંસ્કાર પત્રાવલિ
૪૦૭
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org