________________
થાય, પ્રશમની પ્રાપ્તિ થાય, વાસનાનો વિનાશ થાય અને મૈત્રીનો મંગલનાદ થાય. પનોતા પર્વાધિરાજ પર્યુષણનો પ્રાણ છે ‘ક્ષમાપના’. વિચાર-વાણી અને વર્તન આ ત્રણેય ભૂમિકા ઉપર ક્ષમા ધર્મની આરાધના કરી આત્માને વાત્સલ્યમય બનાવવાનો છે. આરાધના એવી સમતાથી આપણે કરવી જોઈએ કે જેથી આપણો આક્રોશ ઓસરી જાય, કષાયો કૃશ થઈ જાય, પાપોનું પ્રક્ષાલન થાય અને પરંપરાએ પરમપદની પ્રાપ્તિ થાય. માટે, જ્યારે આપણે સાંવત્સરિક પ્રતિક્રમણ કરીએ ત્યારે અહંકારને અળગો કરીને એવી વિનમ્રતા વિકસાવીએ કે ‘ધામેમિ બનીને નો આદર્શ આચરણમાં અવતરીત થાય અને એના દ્વારા આત્માને શાન્ત, પ્રશાન્ત અને ઉપશાન્ત બનાવીને સંવત્સરીની સાધનાને સફળ કરીએ.
આ મહાપર્વ દરમ્યાન આપ સૌને આરાધનામાં દેવગુરુ પસાય વડે શાતા, સમતા અને સમાધિ બની રહે તેવી મારી શુભેચ્છા.
આ વર્ષ દરમ્યાન, જાણતાં-અજાણતાં, મન-વચન-કાયાથી આપ સૌનું દિલ દુભાય તેવું મેં કાંઈ કર્યું હોય, તો તે બદલ મારા આપસૌને ‘મિચ્છા મિ દુક્કડમ્.’ આપ સૌ મને પણ ઉદાર ભાવે ક્ષમા કરશો.
* * * * *
પત્રાવલિ-૭૬
ઉપગૃહન ગુણ ગુણ
શ્રુતસરિતા
Jain Education International. 2010_03
લિ. આપનો ભાઈ, રજની શાહ
ગ્રહણતા
ઔદાર્ય અનુમોદક શ્રી,
પ્રણામ-જય જિનેન્દ્ર-આપ બન્ને તથા આપનો સૌભાગ્યવંતો પરિવાર ક્ષેમકુશળતામાં રહો તેવી મારી નિરંતર શુભેચ્છા અને પ્રાર્થના છે.
ગુરુવાર, તા. ૨૦મી જૂન, ૨૦૦૨ વીર સંવત ૨૫૨૮ ને જેઠ સુદ ૯
ષોડશક પ્રકરણમાં સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ ધર્મસિદ્ધિના પાંચ લક્ષણ બતાવ્યાં છે : (૧) ઔદાર્ય (૨) દાક્ષિણ્ય (૩) પાપજુગુપ્સા (૪) નિર્મલ બોધ (૫) પ્રાય : જનપ્રિયત્વ. આ પાંચ પ્રકારોમાં ઔદાર્ય એટલે કે ઉદારતા એ ધર્મસિદ્ધિનું પ્રથમ લક્ષણ છે. પીધેલા દૂધનું શરીરમાં પાચન થતાં શરીર ઉપર પુષ્ટિ દેખાય છે, તેમ કરેલી આરાધના (ધર્મારાધના) પરિણત બનતાં ઔદાર્ય આદિ સહજ ગુણો સહજપણે ખીલી ઊઠે છે. ધર્મારાધનાનું આ સ્વાભાવિક પરિણામ છે.
ભાઈ, કોઈનું દર્દ જોઈને ખિસ્સામાંથી ૧૦૦ ડોલરની નોટ કાઢીને આપી દેવી તે ધનની ઉદારતા છે. ધનના ઔદાર્ય કરતાં આ તનની ઉદારતા થોડી કઠિન છે. અન્યને ખાતર પોતાના કિંમતી સમયનો ભોગ આપીને તનથી ઘસાઈ છૂટવાનું મુશ્કેલ લાગે. આમ, ધનની ઉદારતા કરતાં તનની ઉદારતા કઠિન; પણ આ બન્ને કરતાં વધુ અઘરી અને મહત્ત્વની ત્રીજી ઉદારતા છે - મનની ઉદારતા.
૪૦૮
For Private & Personal Use Only
પત્રાવલિ
www.jainelibrary.org