________________
(૧૦) ઘરમાં ગોકુળિયું ગામ રે, મારી નથી જવું તીરથધામ (અમેરિકા ધામ) માતા-પિતાના ચરણોમાં
છે, અડસઠ તીરથધામ રે. (૧૧) રૂપાધ્યાયાઃ ટાવાય:, માધાર્યાનાં શi પિતા //
सहसंत्रं पितृणां माता, गौरवणातिरिच्यते ।। અર્થ દશ ઉપાધ્યાય કરતાં એક આચાર્ય ચડે, સો આચાર્ય કરતાં એક પિતા ચડે અને સહસ્ત્ર પિતા કરતાં એક માતા ગૌરવથી મહાન છે.
-મનુસ્મૃતિ (૧૨) બાળકને જોઈ જે રીઝે, રીઝે બાળક જોઈ જેને; વત્સલ મૂરત સ્નેહલ સૂરત, હૃદય હૃદયમાં વંદન તેને.
-કવિ શ્રી ઉમાશંકર જોશી (૧૩) જ્યોતિ લાધે ફક્ત શિશુને, એટલી ઉર કામ; મોડી મોડી ખબર પડી બા, તું જ છો જ્યોતિધામ.
-શ્રી કરસનદાસ માણેક (૧૪) કીધેલ જે ઉપકાર તે, ભૂલે નહિ જરીએ વડી,
નિત્ય નિત્ય નમતા નમ્ર થઈ, મા-બાપને પાયે પડી; મા-બાપ યશને બોલતા, જે પ્રતિદિને તે દીકરા,
બાકી બીજા ભાંગેલ, કાચા હાંડલાના ઠીકરા. (૧૫) “મા”નો અર્થ દુનિયાની બધી જ ભાષામાં “મા” થાય છે.
-શ્રી રવિન્દ્રનાથ ટાગોર (૧૬) બિમાર પડતો કોઈ પણ માણસ સૌથી પહેલો અને વારંવાર જે શબ્દ બોલે છે તે “મા” છે.
-શ્રી સ્વામી રામતીર્થ (૧૭) જગતરૂપી ખારા સમુદ્રમાં, એ મીઠી વીરડી સમાન છે,
મા તે મા છો બાકી તો બધા, વગડાના વા જેવા છે. (૧૮) અન્ય વસ્તુ માનવા:, પ્રથમતઃ શાના સુશિક્ષfઉપ્તા |
मन्यहं जननी सुशिक्षणकृते, योग्य परा शिक्षिता ।। અર્થ : નિશાળ કે કૉલેજ વગેરે. બાળકોને શિક્ષણ આપે છે એમ લોકો ભલે માને; પણ હું તો એમ સમજું છું કે સુશિક્ષિત માતા જ બાળકને ખરું શિક્ષણ આપે છે.
-કર્તવ્ય કૌમુદી-શ્લોક ૬૯ યુગ યુગની સ્થિરતા અને સુખ માટે મથતી માનવ જાત માટે આશાભર્યો આધાર છે. એ પરમ ઉપકારી માતા-પિતાની હિતચિંતા, નૈસર્ગિક વાત્સલ્ય અને નિસ્વાર્થ પ્રેમ એ જ સાચા અર્થમાં આપણી મહામૂલી મૂડી છે. સંસ્કૃતિના ઊંચા આદશ, માનવતાની મહાન મહેચ્છાઓ, શિક્ષણ અને સંસ્કારના પરમ લક્ષ્ય, માતાના શ્રમ અને પ્રેમથી પ્રેરાયેલાં છે. જૈન સાહિત્યમાં
પત્રાવલિ Jain Education International 2010_03
શ્રુતસરિતા
For Private & Personal Use Only
www.jainelibrary.org