________________
(૧૨) વર્તમાન આરાના છેલ્લા દસપૂર્વધર શ્રી વજસ્વામીને દીક્ષા લેવાના ભાવ ગર્ભમાંથી જ હતા.
તેથી, જન્મ ધારણ કરીને સતત રડવા જ માંડ્યું. છાના રહે નહીં. નિરંતર રુદન કરવાનો એક માત્ર આશય એ જ કે માતાને તેઓના પ્રત્યે સ્નેહ કે પ્રીતિ થવાને બદલે અ-સ્નેહ અને અ-પ્રીતિ થાય; કે જેના પરિણામે, તેમનાથી વિખૂટા પડતાં માતાને કોઈ જાતનું દુઃખ ના થાય. શ્રી વજસ્વામીજીએ અતિ નાની ઉંમરમાં દીક્ષા ગ્રહણ કરી હતી. ચૌદ પૂર્વ પૈકી દસમાં પૂર્વ, વિદ્યાનુપ્રવાદ પૂર્વમાંથી “શ્રી સિદ્ધચક્રજી પત્ર' ઉદ્ધરવાનો યશ શ્રી વજસ્વામીના ફાળે જાય છે.
માતા-પિતા” આવી અદ્ભુત વાતો હોવા છતાં, તેઓના વિદાયને, વિયોગને, વિસર્જનને ભૂલવા અને વિષાદને દૂર કરવા આપણે આધ્યાત્મિક રીતે પણ આ ભવ પૂરતા થયેલ આ સંબંધનું વિશ્લેષણ કરવું જોઈએ. અનાદિ કાળથી સંસારની આ સપાટી ઉપર દરેક જીવ નવા નવા પહેરવેશ પહેરી એક નાટકિયાની જેમ નાટક કરે છે. આ નાટકનો સૂત્રધાર ‘કર્મ છે, કે જે આદેશ અને ઇશારા કરી કરીને જીવને નાચ નચવે છે. આ ભવના અને દરેક ભવનાં બધાં જ પાત્રો જેવાં કે પિતા-માતા, પતિ-પત્ની, પુત્ર-પુત્રી આદિ, કર્મસંયોગે જ હોય છે.
નદી નાવ સંજોગ' જેવા સંસાર-પ્રવાહમાં જે તે જીવનો કર્મસંયોગ પૂરો થતાં તે તે જીવ આગળ આગળના ભવમાં ગતિ-પ્રગતિ કરતો જાય છે. આ ભવની માતા ગયા ભવની પત્ની હોઈ શકે છે અને આ ભવની પત્ની આપણા આવતા ભવની માતા પણ બની શકે છે. માટે આ સંબંધોમાં મોહવશ-પ્રેમવશ-ભક્તિવશ-અજ્ઞાનવશ વિયોગ વેળાએ આપણને દુઃખ વંતું હોય છે “એક્લા જ આવવાનું અને એક્લા જ જવાનું' આ વાતની સમજણ માત્ર છે; હજી સ્વીકાર નથી થયો. સ્વીકાર થતાં આવા પ્રસંગોએ ઉભવતું દુઃખ આપોઆપ વિલીન થઈ જાય છે.
જન્મનો આનંદ અને મૃત્યુનો શોક એ જ મહા મિથ્યાત્વ છે, મહા અજ્ઞાન છે. મૃત્યુ ના જોઈતું હોય તો “જન્મ લેવો ના પડે તેવું આયોજન, તેવી પ્રવૃત્તિ, તેવી કરણી કરવી પડે. જેનો જન્મ હોય, તેનું મૃત્યુ અવશ્ય હોય જ; પરંતુ જેનું મૃત્યુ હોય, તેનો જન્મ હોય જ તેવું નથી. દા.ત., મોક્ષે જતા જીવોનો છેલ્લો ભવ. જન્મ, ઘડપણ અને મૃત્યુનું નિવારણ કરવાનું લક્ષ્ય રાખવાનું છે. પરંતુ, એ યાદ રાખવું કે જરા (ઘડપણ) અને મૃત્યુ પણ જેનો જન્મ હોય તેને જ આવે છે. માટે, જો જન્મ જ ના લેવાનું પાકું નક્કર આયોજન થઈ જાય, તો જરા અને મૃત્યુનું આપોઆપ નિવારણ થઈ જાય છે, માટે, તો પૂજામાં બોલીએ છીએ “જન્મ-જરા-મૃત્યુ નિવારણાય.” ઉપકારી જ્ઞાની ભગવંતો કહે છે :
“કર્મવેશે જિન આત્મા, ભવમાંહી ભટકાય;
પહેરી પુગલ વેષને, જન્મ-મરણ દુ:ખ થાય.” ઉચ્ચ આદર્શો, અનુપમ સમતા અને અનેરી સાધમિકતા – આ ત્રણે શબ્દોથી વ્યકત થતાં ભાવાત્મક ગુણોના સ્વામી એવા આપના પૂજ્ય બા, તેઓની અણનમ અને અખંડ અસ્મિતા અને ઓજસ્વિતા વડે, આપણા સૌના હૃદયમંદિરમાં અંકિત બનીને રહેશે. પનોતા પુણ્ય અને પરમ સંવેગશ્રુતસરિતા ૪૦)
પત્રાવલિ
Jain Education International 2010 03
For Private & Personal Use Only
www.jainelibrary.org