________________
ઋષભદત્ત ચાર વેદોમાં પારંગત હતા અને જીવ-અજીવ આદિ નવ તત્ત્વના જાણકાર શ્રમણોપાસક હતા. બંને જણા શ્રી મહાવીર સ્વામીના દર્શન કરવા આવે છે. ભગવાનને જોઈને પાંચ અભિગમ સાચવી તેમને વંદના કરી યાવતુ પર્યાપાસના કરી. દેવાનંદાજી શ્રમણ ભગવાન મહાવીરને અનિમેષ દષ્ટિથી અર્થાત્ ધારીધારીને જોવા લાગી; આંખો હર્ષાશ્રુથી ભીંજાઈ ગઈ; હર્ષથી પ્રફુલ્લિત બને બાજુબંધ ફૂલાઈ ગયા; હર્ષાતિરેકથી એની કાંચળી વિસ્તીર્ણ થઈ ગઈ, અને તેના સ્તનોમાં દૂધ આવી ગયું.
માતા-પિતા (દેવાનંદાજી અને ઋષભદત્તજી) એ ભગવાનના શ્રીમુખેથી દીક્ષા ગ્રહણ કરી આરાધનાપૂર્વક સિદ્ધ-બુદ્ધ-મુકત દશાને પ્રાપ્ત કરી.
-શ્રી ભગવતીજી સૂત્ર-શતક : ૯-ઉદ્દેશ : ૩૩ (૮) માતા-પિતાના પુત્ર સ્નેહના કારણે વિલાપ કે વિષાદ ના થાય, તેથી પ્રભુએ (શ્રી મહાવીર
સ્વામીએ) અભિગ્રહ ધારણ કર્યો કે માતા-પિતા હયાત હશે, ત્યાં સુધી હું સંયમ અંગીકાર નહિ કરું. ધન્ય માતા ! ધન્ય પિતા ! ધન્ય પુત્ર ! ભગવાન મહાવીરના પરમ ભક્ત શ્રેણિક મહારાજાની પ્રિય રાણી ચેલણાએ એક પુત્રને જન્મ આપ્યો અને ઉકરડા ઉપર ફેંકાવી દીધો, કારણ કે એ પુત્ર જયારે માતાની કુક્ષિમાં હતો ત્યારે સતી ચેલણાને પતિનું માંસ ખાવાની ઈચ્છા થયેલી. આના ઉપરથી સતીએ ચોક્કસ માનેલું કે આ પુત્ર પિતાનો ઘાતક થશે. શ્રેણિક મહારાજાને ખબર પડતાં તેમણે તુરત જ દાસી મારફત પુત્રને તેડાવી લીધો. પરંતુ એ પુત્રની એક આંગળીને કુકડાએ કરડી લીધેલી, તેથી તેનું નામ “કુણિક' પાડ્યું. જખી આંગળીને શ્રેણિક મહારાજાએ મોઢામાં રાખી હતી, જેથી દર્દની પીડા ઓછી થાય. આટલી મમતા એ
બાપને પુત્ર ઉપર હતી. (૧૦)દરેક જીવને પિતા તરફથી “કુળ પ્રાપ્ત થાય છે અને માતા તરફથી “ગોત્ર' પ્રાપ્ત થાય છે. “i
બ્ધ રૂતિ ત્ર: -' નો અર્થ “વાણી અગર ભાષા' થાય છે, કે જે માતા તરફથી પ્રાપ્ત થાય છે. માટે જ, “માતૃભાષા' શબ્દ બોલાય છે. પિતૃભાષા જેવો શબ્દ બન્યો જ નથી. આ દૃષ્ટિએ પણ, માતા, માતૃભૂમિ, માતૃભાષા અને માતૃસંસ્કારનું આર્ય સંસ્કૃતિમાં ખૂબ મહત્ત્વ છે. માટે, આલીશાન બંગલાઓ કે ઘરને નામ કેટલાક આપે છે, જેવા કે, માતૃછાયા, માતૃસદન, માતૃવંદના,
માતૃભવન, માતૃ-કૃપા, માતૃતીર્થ વગેરે. (૧૧)શ્રી કૃષ્ણ મહારાજાના લઘુબંધુ ગજસુકુમાલ માતા દેવકી પાસે દીક્ષા લેવા માટે અનુમતિ લેવા
જાય છે. સ્નેહવશ માતાએ અનુમતિ આપતાં સ્વાભાવિક દુઃખ થાય તેથી માતાએ “આ જ ભવમાં જો તું મુક્તિને પામે તે શરતે અનુમતિ આપી (કે જેથી અન્ય ભવમાં અન્ય માતાને દુઃખ ના થાય). ગજસુકુમાલે, તે શરત સ્વીકારી, શ્રી નેમિનાથ પ્રભુના શ્રીમુખે દીક્ષા ગ્રહણ
કરી તે જ ભવે મુક્તિને વર્યા. પત્રાવલિ
૩૯૯
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org