________________
પરિસ્થિતિ ના બદલી શકાય ત્યાં આપણી મનસ્થિતિ જ બદલવી જોઈએ. તેમાં જ આપણું હિત છે, અલ્પ કર્મબંધ છે, કલ્યાણ છે.
માતાનું સ્થાન દરેકના જીવનમાં મહત્ત્વનું અને અગત્યનું હોય છે. આપણા આ ભવના દેહની અપેક્ષાએ, બેન, માતા એ તો આપણા અસ્તિત્વનો પાયો છે. ઈતર દર્શનના કવિઓએ પણ “મા”ની અનુપમ સરખામણી કરી છે, આબેહૂબ સ્વરૂપ વર્ણવ્યું છે. (૧) તૈતરીય ઉપનિષદ - માતૃદેવો ભવ - પિતૃવો ભવ | (૨) મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખિ ! નહિ જડે રે લોલ
-કવિ બોટાદકર લવણ વિના જ્યમ ફિક્કુ અન, ભાવ વિના જેવું ભોજન કીકી વિના જેવું લોચન, માત વિના તેવું બાપનું મન. ઘડો ફૂટે રઝળે ઠીકરી, મા વિના એવી દીકરી; ગોળ વિના મોળો કંસાર, માતા વિના સૂનો સંસાર.
-કવિ પ્રેમાનંદ કુંવરબાઈનું મામેરું.’ (૪) પડું કે ચડું તો ખમા આણી વાણી, પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી; પછી કોણ પોતાતણું દૂધ પાતું ? મહા હેતવાળી દયાળી જ માતું.
- કવિ શ્રી દલપતરામ (૫) જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા, પીધો કસુંબીનો રંગ,
એનાં ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ, પામ્યો કસુંબીનો રંગ; હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
-કવિશ્રી ઝવેરચંદ મેઘાણી (૬) નત માતૃમમાં : - માતા સમાન બીજો કોઈ ગુરુ નથી. મહાભારત (૭) આ જે એક જ ભાર, માસ નવ તે વેક્યો હું તેનું ઋણ પામ્યો ઉન્નતિ તો ય ના ભરી શકું, માથું નમે મા તને.
-શ્રી મકરન્દ દવે (૮) પિતા ઘરમાં મસ્તકના સ્થાને છે, જ્યારે માતા હૃદયના સ્થાને છે.
વ્યવહારની ભાષામાં, મા એ ગૃહપ્રધાન છે, જ્યારે પિતા વિદેશપ્રધાન છે. अकदेशमुपाध्याय, ऋत्विम् यज्ञहमदुच्यते । अते मान्या यथापूर्व मेभ्यो माता गरीयसी ।। અર્થ : ગુરુ, આચાર્ય, ઉપાધ્યાય અને ઋત્વિજ પૂજય છે; પરંતુ માતા એ બધા કરતાં વધુ પૂજ્ય છે.
-શ્રી યાજ્ઞવલ્કય સ્મૃતિ.
શ્રુતસરિતા Jain Education International 2010_03
૩૯૬ For Private & Personal Use Only
પત્રાવલિ
www.jainelibrary.org