________________
ભાષામાં પણ કહે છે. ‘Prevention is better than cure'
(૬) ભવ શું છે ? ભાવ શું છે ? અને સ્વભાવ શું ? ભવથી શું મળે ? ભાવથી શું મળે ? સ્વભાવથી શું મળે ? દર વર્ષે પર્યુષણ આવે છે અને જાય છે. આટઆટલાં વર્ષો વીતી ગયાં, પણ હજી જિનશાસનનો પાકો રંગ લાગ્યો નથી. જેટલા પ્રયત્નો સંસારના નાશવંત સુખ મેળવવા આપણે કરીએ છીએ તેટલા પ્રયત્નો જો આત્માનું સુખ મેળવવા આપણે કરીએ તો ભવાંતરમાં અવશ્યમેવ આપણે શિવવધૂના સાથી બની શકીએ. આ ભવના આપણા શેષ જીવનને, જીવનપથને, જીવનરથને વ્રત-નિયમોરૂપી અલંકારો વડે શણગારવાનો સંકલ્પ આપણે કરીએ, અને મોક્ષ તરફની આપણી ગતિને વધુ ઝડપી બનાવીએ.
અજ્ઞાનવશથી, દૃષ્ટિદોષથી, મતિમંદતાથી અંશે ય વીતરાગ પ્રવચનથી વિરુદ્ધ આલેખન થઈ ગયું હોય; યુક્તિ, શ્રદ્ધા કે અનુભવ વિરુદ્ધ વિષય કે આશય પ્રદર્શિત થઈ ગયો હોય, તે બદલ ત્રિવિધ ત્રિવિધ મારા ‘મિચ્છા મિ દુક્કડમ્.'
દેશવિરતિ ધાતુ પરિનામ: સર્વવિરતિ - દેશ વિરતિનું ખરું પરિણામ જ સર્વવિરતિ છે : સંસારની સમાપ્તિ અને મોક્ષની પ્રાપ્તિ કરાવી આપનાર ‘સર્વવિરતિ’ એટલે કે દીક્ષા ગ્રહણ કરવાની અભિલાષા આપણે સેવીએ, આની ફલશ્રુતિરૂપે, આ ભવમાં કે પરભવમાં, સદ્ગુરુનો સંયોગ પ્રાપ્ત કરી, દીક્ષા અંગીકાર કરી, મરણને બદલે કાળધર્મ પામતાં પામતાં પરંપરાએ નિર્વાણને પામીએ એ જ અભ્યર્થના. આ મહાપર્વ દરમ્યાન આપ સૌને દેવગુરૂપસાય અપાર શાતા-સમતા-સમાધિ રહે તેવી મારી શુભ ભાવના. વર્ષ દરમ્યાન દિલ દુભાય એવું કાંઈ પણ જાણતાં-અજાણતાં મન, વચન, કાયાથી મેં કર્યું હોય, તે બદલ મારા મિચ્છા મિ દુક્કડમ્.
પત્રાવલિ
Jain Education International 2010_03
લિ. આપનો સાધર્મિક ભાઈ, રજની શાહ
* *
પત્રાવલિ-૭૨
સંસારમાં માતાનું અજોડ સ્થાન
રવિવાર, તા. ૨૭મી જુલાઈ, ૨૦૦૩ વીર સંવત ૨૫૨૯ ને અષાઢ વદ ૧૩
ધર્માનુરાગી પરમ શ્રાવિકા બેનશ્રી, પ્રણામ - શાતામાં હશો.
પૂ. બાના અરિહન્તશરણ થયાના સમાચાર ઓચિંતા અને આકસ્મિક હતા. તેથી, મન આ ઘટનાને સ્વીકારવા તૈયાર થાય નહીં, તે સ્વાભાવિક છે. વિદાય લેનાર પૂ. બાની અપેક્ષાએ આવું મૃત્યુ જ સર્વોત્તમ ગણાય છે. અંત સમયે વેદના અને લાંબી માંદગી નહીં, એ પણ પુણ્યોદય અને શાતા વેદનીયનો ઉદય જ ધર્મમાં સમજાવાય છે. બેન, આપણે પણ એ જ સમજવું. મનને મનાવવું.
૩૯૫
For Private & Personal Use Only
શ્રુતસરિતા
www.jainelibrary.org