________________
ગૌતમ સ્વામીજી અધિષ્ઠિત છે.
(૩) બેસતા વર્ષે શ્રી ગૌતમ સ્વામીનો રાસ ગાવામાં આવે છે.
(૪) વીસ સ્થાનક તપમાં - ૧૫મું પદ છે - શ્રી ગૌયમ પદ.
(૫) શ્રી ગૌતમ સ્વામીએ દીક્ષા લીધા પછી નિરંતર છટ્ટને પારણે છટ્ટ જ કરતા હતા.
(૬) આહાર વહોરાવનાર કલ્યાણ પામે તે એક માત્ર હેતુથી ૫૦,૦૦૦ થી વધુ શિષ્યો હોવા છતાં, દરરોજ પોતાની ગોચરી લેવા જાતે જતા.
(૭) શ્રી ઋષિમંડલ મહાસ્તોત્ર, જગચિંતામણિ ચૈત્યવંદન આદિના રચયિતા છે.
(૮) વિવિધ તપ - જેવા કે (૧) ગૌતમ પડઘો તપ (૨) ગૌતમ કમળ તપ (૩) વીર ગણધર તપ (૪) છઠ્ઠ-અટ્ટમ-દિવાળી,
ટૂંકમાં એટલું જ, કે જો આપણું મન ગૌતમ બને તો મહાવીર આપણને સહેજે મળી જાય. શ્રાવિકા બેનની આવી અનન્ય અને અજોડ તપસ્યાના સુમંગલ અવસરે, આપશ્રીએ એમને કોઈ વસ્તુ ‘ભેટ’ આપવી જોઈએ. આપ બન્નેના ગયા ભવના ઋણાનુબંધના કારણે આ ભવમાં બેનશ્રીએ આપની ધર્મપત્ની એટલે કે આપના સહધર્મચારિણી બનવાનું પસંદ કર્યું છે. આપના બાળકોની માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. આપની તન અને મનની સેવા કરવાનું નક્કી કર્યું. અમેરિકા જેવા અભાગિયા દેશમાં આવીને તેઓએ કમાણી કરીને આપને ‘ધન’થી સેવા કરવાનું પણ નક્કી કર્યું.
આ ભવમાં પ્રાપ્ત થયેલા માત્ર પતિ-પત્ની જ નહીં, પણ તમામ સંબંધો કર્મોના ઉદયથી છે. આપણી આંખ મીચાતાં આ સંસારનો આપણો તમામ સેટ-અપ આપણા માટે બંધ થઈ જશે. ભવિષ્યમાં આ જ સેટ-અપ મળનાર નથી. પરમ ઉપકારી ગુરુ ભગવંતો કહે છે કે કર્મના ઉદયથી મળેલા આ સંસારના સંબંધોમાં સમભાવ એટલે કે સમતાભાવ જ કેળવવો જોઈએ; કે જેના પરિણામે, વર્તમાન સુધરે અને તેની ફલશ્રુતિરૂપે આપણો પરભવ એટલે કે ભવિષ્યકાળ પણ સુધરે.
ભાઈ, તમે મને એમ જ કહેશો કે “રજનીભાઈ, તમે જે કહો તે હું શ્રાવિકાબેનને એટલે કે મારી ધર્મપત્નીને ભેટ આપવા તૈયાર છું.’ હવે જ્યારે તમે પૂછો જ છો તો હું આપને કહી જ દઉં કે આપશ્રીએ બેનને ‘ક્રોધ'ની ભેટ આપવાની છે. આનો અર્થ એ કે આપનામાં રહેલો ક્રોધ જે કાંઈ માત્રામાં હોય તે બધો તેમને આપી દેવાનો, એટલે કે હવેથી તમારે કદાપિ તેમના ઉપર ગુસ્સે નહીં થવાનો નિયમ લેવાનો. ‘ક્રોધ'ના સ્ટોકથી તમે હવે ખાલી થઈ ગયા; એટલે આવે જ ક્યાંથી ? એક સ્વાધ્યાયર્તા તરીકે, ભાઈ, મારો વિશાળ અનુભવ છે કે દરેક દંપતીમાં સામાન્યતઃ પરસ્પર વારેઘડીએ ગુસ્સે થઈ જવાનું સ્વભાવ જેવું બની ગયું છે. તપસ્વી શ્રાવિકાને અર્પણ કરેલો ‘ક્રોધ' તેમના તપમાં ભસ્મીભૂત થાય તેવી ભાવના સાથે વિશ્વાસથી તમને કહી શકું છું.
ઊકળતા પાણીમાં કોઈપણ ચીજનું પ્રતિબિંબ સ્પષ્ટ હોતું નથી, એમ જ્યારે આપણા દિમાગમાં ક્રોધાદિનો ઊકળાટ હોય ત્યારે પરિસ્થિતિનું યથાર્થ પ્રતિબંધ ઝિલાતું નથી. બીજી રીતે કહું તો, બેટરી ગમે તેટલી પાવરફુલ હોય પણ જો એને દેશ્ય પદાર્થ (માર્ગ કે વસ્તુ કે આપણી કહેવાની વાત) પર
પત્રાવલિ
Jain Education International. 2010_03
३८७
For Private & Personal Use Only
શ્રુતસરિતા
www.jainelibrary.org