________________
क्षमा शस्त्रं करे यस्य, दुर्जनः किं करिष्यति । અર્થ : જે ‘ક્ષમા’ નામના શસ્ત્રને ધારણ કરે છે, તેને દુર્જન પણ શું કરી શકે ? (દુર્જન પણ કાંઈ કરી શકે નહીં.)
આપણા ધર્મશાસ્ત્રો સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રની સમુદિત સાધનાને મોક્ષનો માર્ગ કહે છે. આ ત્રણેને ‘ઉપશમ’ એટલે ‘ક્ષમા’ સાથે બહુ ગાઢ સંબંધ છે. ‘ક્ષમા’ સંસ્કૃત શબ્દનો અર્ધમાગધી શબ્દ બને છે ‘ખમા’; અને શ્રમણ (સાધુ) સંસ્કૃત શબ્દનો અર્ધમાગધી શબ્દ બને છે ‘સમણો’. આમ, અર્ધમાગધી ભાષામાં ‘ખમા’ (ક્ષમા) અને ‘સમણો’ (શ્રમણ-સાધુ) બે શબ્દો સાથે થતાં શબ્દ બને છે ‘ખમાસમણો'. આપણે બોલીએ છીએ આ શબ્દ ખમાસણું દેતાં ‘ઇચ્છામિ ખમાસમણો.'
આમ, ક્ષમા આપણો પોતાનો વૈભવ છે. ક્રોધ એ વિભાવની નીપજ છે. ક્ષમા એ સ્વભાવની પેદાશ છે. આ વાત જો મનમાં બરોબર ગોઠવાઈ જાય, તો ક્રોધના તાવને ઉતારવા વારંવાર ઉપદેશના ઇન્જેકશનની જરૂર પડે જ નહીં. ક્ષમા એ વ્યવહાર નથી, જીવનમૂલ્ય છે; એ વ્યાપાર નથી, પરમાર્થ
છે.
શ્રી સિદ્ધર્ષિગણિજીએ ‘ઉપમિતિ ભવપ્રપંચા’ માં આ ક્ષમાને ‘અનેક ગુણરત્નોની મંજૂષા (પેટી)’ કહીને નવાજી છે. જૈન પંચતંત્ર ગ્રંથમાં કહ્યું છે કે ક્ષમા જેવો કોઈ તપ નથી. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે ક્ષમાને સંયમરૂપી બગીચાને નવપલ્લવિત કરનાર નીક સમાન ગણી છે. યોગશાસ્ત્રમાં તેઓએ લખ્યું છે કે “ત્રણે લોકના પ્રલયને રક્ષણ કરવા સમર્થ એવા ખુદ તીર્થંકરદેવો પણ જો ક્ષમાનું શરણ સ્વીકારે છે, તો તે ક્ષમાનો આશ્રય આપણે કેમ નથી લેતા ?
એક બીજી વાત, ભાઈ, મનમાં નક્કી ધારી રાખવા જેવી છે. કર્મોદયથી થતું નુકસાન અનિવાર્ય છે, કારણ કે જે તે ઉદયમાં આવેલા કર્મો પહેલા બંધાયેલા હતા. પરંતુ, ક્રોધથી થતું નુકસાન તો નિવારી શકાય તેમ છે. ક્રોધથી શરીરના રોગો થાય છે અને આત્માને અશુભ કર્મોરૂપી રોગો લાગે
છે.
ભાઈ, ‘ઉપદેશમાલા' નામના ગ્રંથમાં ૩૦૨મા શ્લોકમાં ‘ક્રોધ'ના અનેક સમાનાર્થક નામો આપવામાં આવ્યા છે. તેમાં એક નામ છે - અનુશય. અનુશયનો અર્થ થાય છે - પ્રાયશ્ચિત્ત. ક્રોધ કર્યા પછી આપણને હંમેશાં પ્રાયશ્ચિત્ત, એટલે કે પસ્તાવો થાય છે; તેથી જ ક્રોધનું નામ રાખ્યું - અનુશય. જ્યારે જ્યારે પણ ક્રોધ આવે, ત્યારે ત્યારે એક જ સૂત્ર, એક જ મંત્ર યાદ રાખવાનો - મઘ્યેનીવા મ્મવશ - દરેક જીવ પોતપોતાના કર્મ અનુસાર વર્તે છે. આ સૂત્ર સામી વ્યક્તિ માટે યાદ રાખવાનું. આપણા માટે નહીં. આપણા માટે એ યાદ રાખવાનું કે મારા કર્મોના ઉદયથી આવેલા ‘ક્રોધ’ને હું વશ થઈશ નહીં; હું હવે જાગી ગયો છું, મારામાં સમજણ આવી થઈ છે; મારે મારું વર્તમાન અને ભવિષ્ય ક્રોધ કરવા વડે બગાડવું નથી.
પત્રાવલિ
Jain Education International 2010_03
अहर्नकेन हरत्येव, तेजः षाण्मासिकं ज्वरः । क्रोध पुनः क्षणेनापि पूर्वकोहय र्जितं तपः ॥
૩૮૯
For Private & Personal Use Only
શ્રુતસરિતા
www.jainelibrary.org