________________
સ્થિર કરવામાં ના આવે અને જોરજોરથી ઘુમાવ્યા કરીએ; તો એ બેટરી પ્રકાશવાન હોવા છતાં યથાર્થ દર્શન કરાવી શકતી નથી. આ દૃષ્ટાંત અનુસાર, આપણી ગમે તેવી ધારદાર બુદ્ધિ, સત્ય અને સચોટ વાત પણ, ક્રોધાદિના આવેશ કાળે, યથાર્થ નિર્ણય આપી શકતી નથી. તે વેળાએ લેવાયેલો નિર્ણય ભૌતિક અને આધ્યાત્મિક, આ બન્ને રીતે આપણને ભારે નુકસાનકર્તા પુરવાર થાય છે.
ભાઈ, પરિવાર, સંસ્થા અને સમાજ ઉપર અનેકવિધ અજોડ ઉપકાર કરનાર (આપશ્રી દાખલા તરીકે ભારતમાં આપના જન્મસ્થળના જૈન સંઘ માટે અમેરિકામાં બેસીને કરી રહ્યા છો) વ્યક્તિ પણ, જો ક્રોધ ઉપર કાબૂ ના હોય, તો લોકપ્રિયતા ગુમાવી અળખામણો બની જવાનું કેટલું મોટું નુકસાન કરી લે. “લોકપ્રિયતા’ની ગુણ-પ્રાપ્તિની શરૂઆત પતિ-પત્ની, પુત્ર-પુત્રી અને પરિવારથી જ આપણે કરવો જોઈએ. મારો આ પત્ર લખવાનો અર્થ એવો ના કાઢતા કે તમે હંમેશાં બેન ઉપર અને બેન તમારા ઉપર ગુસ્સે થતા હશો. પરંતુ, થોડી થોડી વારે ગમે તે કારણે કે વિના કારણે, દાંપત્ય જીવનમાં વિખવાદ અને વિસંવાદિતા મેં અનેક પરિવારોમાં જોઈ છે. અને તેમાંય ખાસ કરીને, અમેરિકામાં ૨૫-૩૦ વર્ષોથી રહેતા હોય, બાળકો અલગ રહેવા જતા રહ્યા અને પતિ-પત્ની ઘરમાં એકલાં બેસી, સામે સામે બેસી, વાતો કરતાં કરતાં અનેક મતભેદો અને મનભેદો સેવતાં મેં જોયાં
જે પરિસ્થિતિને પલટવા માનવી ક્રોધનો સહારો લે છે, તે સામાન્ય રીતે બે પ્રકારી હોય છે. (૧) સામી વ્યકિતનું દોષ-અપરાધ કે આશાતના ભરેલું વર્તન (૨) “પોતાની વાત જ સત્ય છે તેનો સામી વ્યક્તિ દ્વારા અસ્વીકાર. આ બન્ને પરિસ્થિતિમાં ક્રોધથી કાર્યસિદ્ધિ તો બહુ દૂર જ થાય છે. સોનાની લગડી આપણને અતિ પસંદ હોવા છતાં, લાલચોળ તપાવીને આપવામાં આવે તો એને કોણ હાથમાં ઝાલશે ? સામાને આપણી વાત સમજાવવા માટે ક્રોધ નહીં, બલ્ક શાંતિ જ ઉપાયરૂપ નીવડે છે. ક્રોધના ધમધમાટ માં આપણી વાતની તથ્થતા અને યુક્તિસંગતતા દબાઈ જાય છે. ભાઈ, એક સુંદર દૃષ્ટાંતથી આપને સમજાવું. ઠંડી હથોડી તપેલા લોખંડને ઇચ્છા મુજબનો ઘાટ આપી શકે છે; પણ તપલું લોખંડ ઠંડી હથોડીને ઘાટ આપી શકતું નથી. આ વાસ્તવિકતાને આપણે સૌએ હંમેશાં યાદ રાખવા જેવી છે.
કોધથી બળી ઝળીને ખાખ થતા દુઃખિયારા જીવોને કરુણાના ભંડાર સમા મહર્ષિઓ કેવી રીતે જોઈ શકે? ઉપશમ અને ક્ષમાની ચિંતનધારા રૂપી બંબાના જલપ્રવાહથી આ આગને ઠારવા જ્ઞાની ભગવંતો ખૂબ મથ્યા છે. તેઓ ફરમાવે છે વાવમુક્ટિ: વિદત્ત મુવિ – કષાયમુક્તિ એ જ સાચી મુક્તિ છે.
ભાઈ, જાત અને જગત ઉપર વિજય પ્રાપ્ત કરવાનું એક માત્ર શસ્ત્ર છે – ક્ષમા. આ ક્ષમાને કોઈ ‘શમ' કહે છે; કોઈ ઉપશમ’ કહે છે; કોઈ “માફી' કહે છે; કોઈ “શાન્તરસ' કહે છે; કોઈ એને
જીવનનો પરમ વૈભવ' કહે છે; તો કોઈ એને “આત્માનું સાચું સૌંદર્ય' કહીને બિરદાવે છે. માટે તો, જ્ઞાની ભગવંતોએ ક્ષમાગુણના અપાર ગુણગાન ગાયા છે : શ્રુતસરિતા
પત્રાવલિ
૩૮૮
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org