________________
જ્ઞાનરૂપી પુષ્પો વેરી રહ્યા છો, જીવનરથના ચક્રમાં સમતાના પ્રાણ પૂરી રહ્યા છો અને જીવનયાત્રામાં સુધર્મરૂપી અમૃત સીંચી રહ્યા છો. જડવાદમાં જબરજસ્ત ડૂબેલા જગતને જિનશાસનનો પરમ સંદેશ પહોંચાડવાના આપશ્રીના આદર્શને મારી પૂજ્યભાવે અને અંતરના અહોભાવપૂર્વક વંદના. સાચે જ, આપશ્રી ગુણાનુવાદનું પ્રેરણાત્મક સ્થિર અને સ્થાયી સ્મારક છો. આપશ્રીના ભવ્ય નિમિત્ત વડે અનેક જીવો આત્મકલ્યાણને સાધનારા બને છે, અને બનતા રહેશે. - અમેરિકાની ભોગભૂમિ માટે અંગ્રેજીના બને શબ્દો યથાર્થરૂપે લાગુ પડે છે. (૧) West (૨) Waste આધ્યાત્મિક અંધાપાભરી અહીંની ભૂમિ ઉપર અવિરતિના કારખાનામાંથી પ્રત્યેક સમયે ઊપજતી અઢળક કર્મરાશિના ઉત્પાદનથી સ્વાભાવિક પણે ખૂબ વ્યથિત થઈ જવાય છે. આનો કોઈ ઉપાય પણ નથી. આ ભૂમિમાં અશુભ કર્મોદયના કારણે મારા નિવાસમાં એટલું શુભ વર્તાય છે કે આ દેશના શહેરોના જૈન સંઘો મને શિબિરો યોજવાની તક આપે છે, કે જેના કારણે મારા અભ્યાતિઅલ્પ ક્ષયોપશમમાં થોડી પણ વૃદ્ધિ થઈ શકે, અને વૈવિધ્યપૂર્ણ શ્રાવક-શ્રાવિકાને વાત્સલ્યભાવે મળવાનું બને.
ઓઘદૃષ્ટિ એટલે કે ભવાભિનંદીપણાના રંગથી રંગાયેલી ધર્મક્રિયામાં અહીંના શ્રાવકોને પ્રીતિ ખરી; પણ મુખ્ય પ્રીતિ તો પૌલિક વિષયોમાં જ. સભ્યશ્રદ્ધા સંપન આત્મહિત તરફ એટલે કે યોગદૃષ્ટિ તરફ લક્ષ્ય અને વિકાસ અતિ અલ્પ જોવા મળે છે. અલૌકિક (લોકોત્તર)ના મિશ્રણ વિનાની એકલી લૌકિક કરણી (કુસંસ્કારોનું સેવન, હેયમાં પ્રવર્તન, ઉપાદેયમાં અપ્રવર્તન) પાપમય છે, તેવું આગ્રહપૂર્વક હું શિબિરોમાં સમજાવું છું. સમ્યક પ્રતીતિપૂર્વકની સંપ્રત્યયાત્મક શ્રદ્ધાનો અભાવ અહીંના શ્રોતાવર્ગમાં નજરે તરી આવે છે. તેને જ કારણે, ધર્મ પુરુષાર્થમાં જોડાય (જેવા કે દાન, શીલ, તપ આદિ); પણ અનુક્રમે પરિગ્રહ સંજ્ઞા, વિષય સંજ્ઞા કે આહાર સંજ્ઞા ઉપર કાપ કે કાબૂ દેખાતો નથી. જ્ઞાનની બૂમો પડે, પરંતુ ચારિત્ર પ્રત્યે રુચિ જાગે નહીં, તો જ્ઞાન શુષ્ક બનીને રહે. હું એવું પણ સમજાવું છું કે મોક્ષમાર્ગ ઉપર ચાલવું એનું જ નામ જૈનશાસનમાં ચારિત્ર નથી; પણ ચાલવાની સાથે મોક્ષમાર્ગ પર આગળને આગળ જ ચાલનારાના પગ પડે; જરા પણ આડોઅવળો પગ ન પડે તેનું જ નામ ચારિત્ર છે. પંચમાંગ શ્રી ભગવતીસૂત્રને ટીકાકાર પૂ. શ્રી અભયદેવસૂરિજીએ આપેલ જયકુંજર હાથીની ઉપમામાં જ્ઞાન અને ચારિત્રને હાથીના ચક્ષુઓ સાથે યથાર્થપણે ઘટાવેલ છે.
પૂજ્ય સાહેબજી, આ અનાર્ય દેશની બીજી એક મોટી સમસ્યા એ છે કે અહીંના સંઘોમાં જૈનધર્મના બધા સંપ્રદાયો ભેગા હોય છે, એટલે દિગંબર, સ્થાનકવાસી, શ્રી કાનજી સ્વામીજી, શ્રી રાજચંદ્રજી, તેરાપંથી, વીરાયતનવાળા શ્રી ચંદનાશ્રીજી, દાદા ભગવાન (શ્રી અંબાલાલ પટેલનો સંપ્રદાય) વગેરે. શ્રોતાવર્ગ પણ આ સંપ્રદાયો-મિશ્રથી બનેલો હોય છે. અમેરિકાની રાષ્ટ્રીય કક્ષાની સંગઠન-સંસ્થા (JAINA). એ તો બધા સંઘોને જિનાલયમાં પ્રતિમાની ગોઠવણી અંગે પણ બિનશાસ્ત્રોકત સૂચનાઓ આપેલ છે. તેઓની સૂચના અનુસાર, સંઘમાં શ્વેતાંબર-દિગંબર વચ્ચે મૂળનાયકનો ઝઘડો ના થાય માટે મૂળનાયક તરીકે જિનાલયમાં નવકાર-માની પાટલી રાખવી (આમ કરવાથી, સ્થાનકવાસી સંપ્રદાય પણ સંતોષાય છે). તે પાટલીની આજાબાજા એક-બે શ્વેતાંબરની અને એક-બે દિગંબરના પ્રતિમાજીની સ્થાપના કરવાની.
પત્રાવલિ Jain Education International 2010_03
૩૮૧ For Private & Personal Use Only
શ્રુતસરિતા
www.jainelibrary.org