________________
ઉપાદેય - શ્રાવકના વ્રતો, સાધુના મહાવ્રતો, ગ્રહણ કરવા. (૨) નિશ્ચય અધ્યાત્મ = પોતાના આત્માના ગુણોનો આશ્રય સ્વભાવ આશ્રય.
પૂ. શ્રી આનંદઘનજી મ.સા. એ રચેલી અધ્યાત્મસભર ચોવીસીમાં શ્રી શ્રેયાંસનાથ પ્રભુના સ્તવનમાં અધ્યાત્મના ચાર પ્રકાર દર્શાવ્યા છે :
“નામ અધ્યાત્મ, ઠવણ અધ્યાત્મ, દ્રવ્ય અધ્યાત્મ ઇંડો રે;
ભાવ અધ્યાત્મ નિજગુણ સાધે, તો તેહસુ રઢ મંડો રે.” મુખતા ભાવ અધ્યાત્મની છે. તેમાં વિષય-કષાયોની ઉપશાંતિ છે, આત્મગુણોની રતિ છે, પરભાવોની ઉપેક્ષા છે, રત્નત્રયીને પામવાની ઝંખના છે, સ્વરૂપસિદ્ધિનું લક્ષ્ય છે. ટૂંકમાં, અધ્યાત્મનો પ્રારંભ - એટલે કલ્યાણમુખી જ્ઞાનનો આવિર્ભાવ. સ્વ. પૂ. શ્રી વિજય કેસરસૂરીશ્વરજી મ.સા. આ વિષયમાં ફરમાવે છે :
___'कारणं कर्मबिंधस्य, परद्रव्यस्यचिंतनं ।
स्वद्र व्यस्य विशुद्ध स्थ, तन्मोक्षस्यैव केवलं ।' અર્થ : પરદ્રવ્યનું ચિંતન કરવું તે જ કર્મબંધ થવાનું કારણ છે, અને પવિત્ર આત્મદ્રવ્યનું ચિંતન કરવું
તે કેવળ મોક્ષનું જ કારણ છે.
આત્મદ્રવ્યના ચિંતન વડે જ આત્માની રિદ્ધિ, સાધનાની સિદ્ધિ અને સમતાની સમૃદ્ધિ પામી શકાય છે. અધ્યાત્મ ભાવ વડે, આપણે સૌ, સંસ્કારની શુદ્ધિ, વૈરાગ્યની વૃદ્ધિ, પરભાવની વિરુદ્ધિ, આત્મધર્મની અભિવૃદ્ધિ અને મોક્ષરૂપી શાશ્વત ઋદ્ધિને પામીએ, એ જ મારી શુભ ભાવના.
લિ. આપનો ભાઈ,
રજની શાહ
પત્રાવલિ-૬૮ મુનિ મહારાજને ભાવનાનું સાદર નિવેદન
બુધવાર, તા. ૭મી જાન્યુઆરી, ૨૦૦૪ વીર સંવત ૨૫૩૦ ને પોષ સુદ ૧૫ (પૂર્ણિમા)
શ્રી ધર્મનાથ પ્રભુ કેવળજ્ઞાન શુભ કલ્યાણક દિન. પરમ ઉપકારી, પ્રાતઃ સ્મરણીય, સમ્યકુરન ઝવેરી, વાત્સલ્ય મહોદધિ, શાસન પ્રભાવક પંન્યાસજી પૂજ્ય શ્રી પૂર્ણચન્દ્રવિજયજી મહારાજ સાહેબ, પ.પૂ. મુનિરાજ શ્રી પૂર્ણરક્ષિત વિજયજી મ.સા., પ.પૂ. સાધ્વીજી શ્રી પૂર્ણપ્રજ્ઞાશ્રીજી મ.સા. આદિ ઠાણા.
પૂર્ણ ચન્દ્ર પૂર્ણિમાના દિવસે જ હોય છે. સાંયોગિક પણે, આજરોજ પૂર્ણિમા છે. આપશ્રી (પૂ. શ્રી પૂર્ણચન્દ્રવિજયજીને)ને તથા સઘળા ઠાણાને મારી કોટિ કોટિ ભાવ-વંદના.
મારી રત્નત્રયીની આરાધનામાં અને ધર્મની સાધનામાં, આપ સર્વેનું પરમ ભાવ-સાનિધ્ય, પત્રાવલિ
૩૭૯
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org