________________
જિનાલયમાં આ દેશ્ય ખૂબ જ અજુગતુ, અસંબદ્ધ અને શાસ્ત્ર અનુરૂપ લાગતું નથી.
વધુમાં, અહીંનો શ્રોતાવર્ગ ભારતથી અત્રે પધારતા આ બધા સંપ્રદાયોના પ્રવચનકારોને સાંભળતા હોય છે. તેનું કમનસીબ પરિણામ એ આવ્યું છે કે પોતાનામાં સદ્ધર્મની સમજના અભાવે અને સાંપ્રદાયિક ભેદોના આશયની જાણકારીના અભાવે, શ્રોતાવર્ગ મહદ્ અંશે પોતાને વધુ રૂચિકર સુખશીલતા અને આચારવિહોણાપણાને પુષ્ટિ મળે, તેવા જે તે સંપ્રદાય તરફ ઢળી પડે છે. ઘણી વાર એવું પણ જોવા મળે છે કે વિવિધ સંપ્રદાયોમાંથી (તેઓના પ્રવચનકારો દ્વારા જાણી), પોતાના મનસ્વી અને પ્રમાદી વલણને અનુકૂળ પડે અને માન કષાયને પુષ્ટિ મળે, તેવી અમુક અમુક સમજ એકત્રિત કરી, ધર્મવિષયક પોતાની એક આગવી સમજ ઊભી કરે છે. આ બધું, સાહેબજી, અકલ્યાણનો માર્ગ છે, તેવું સમજાવ્યા છતાં પણ સમજે જ નહીં, તેવો પણ એક વર્ગ છે. આ બધું હોવા છતાં, થોડીક સંખ્યામાં સમજદાર વર્ગ (સુદેવ-સુગુરુ-સુધર્મમાં પારાવાર શ્રદ્ધાવાળો) પણ અવશ્ય જોવા મળે છે.
આજના નિશ્ચયવાદીઓ મંગલમય ધર્મપ્રવૃત્તિને ‘જડની ક્રિયા’ જેવા અનુચિત શબ્દોથી સંબોધે છે. આવા અસંબદ્ધ યથેચ્છ પ્રલાપો ઉન્મત્ત આત્માની માફક ઉચ્ચારે છે. શ્રદ્ધાસંપન્ન વર્ગ ભદ્રિક ભાવે બે-પાંચ વાર આવા નિશ્ચયવાદીના પ્રવચનકારોને સાંભળે તો ભલભલા આત્માઓને ફસાઈ જતાં વાર નથી લાગતી. હું શિબિરોમાં એમ સમજાવું છું કે આપણી કક્ષાએ આપણા કલ્યાણનો અસાધારણ ઉપાય છે, પ્રથમ વ્યવહાર અને પછી નિશ્ચય. અપેક્ષાએ પ્રથમ નિશ્ચય અને પછી વ્યવહાર અને અપેક્ષાએ નિશ્ચય-વ્યવહાર બન્ને સાથે પણ છે. પૂર્વાચાર્યો અને ૨૫૦-૩૦૦ વર્ષ પહેલાં જ થઈ ગયેલ મહોપાધ્યાય પૂજયશ્રી યશોવિજયજી મહારાજે સ્પષ્ટ કહ્યું છે :
‘નિશ્ચય દૃષ્ટિ હૃદય ધરીજી, પાળે જે વ્યવહાર;
પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રનો પાર.'
આવા આવા પુરાવાઓ આપી, સાહેબજી, હું સચોટ સમજાવવાનો પુરુષાર્થ કરું છું કે દૃષ્ટિમાં નિશ્ચય આવવો તે જુદી વાત છે અને નિશ્ચયની હદ આત્મામાં પ્રાપ્ત થવી તે જુદી વાત છે. આવો સગવડીઓ ધર્મ સ્હેજે પ્યારો લાગે પણ ધ્યાન રાખજો કે એ ધર્મ નથી, પરંતુ મહાન અધર્મ છે મહામિથ્યાત્વ છે; આમ સ્પષ્ટ સમજાવવાનો પ્રયાસ હું કરું છું.
સ્વપરિપક્વતાના અભાવે, વિધવિધ સંપ્રદાયોના પ્રવચનકારોને સાંભળી સાંભળી, અહીંનો શ્રોતાવર્ગ મહદ્ અંશે નિશ્ચય-વ્યવહારમાં નિશ્ચયને, જ્ઞાન-ક્રિયામાં જ્ઞાનને, પાંચ સમવાય કારણમાં નિયતિને (ક્રમબદ્ધ પર્યાય), શ્રુત-ચારિત્રધર્મમાં શ્રુતધર્મને, ઉપાદાન-નિમિત્તમાં ઉપાદાનને, પાંચ પ્રકારના દાનમાં કીર્તિદાન અને અનુકંપાદાનને પ્રાધાન્ય આપતો એક ભેળસેળિયો શ્રોતાવર્ગ અહીંયાં જોવા મળે છે. પોતાનો સ્વીકારેલો એકાંતિક માર્ગ જ સાચો છે, તેવો દૃષ્ટિરાગ સેવે છે, કે જે કામરાગ અને સ્નેહરાગ કરતાં પણ વધુ ભયંકર છે. મારા અંતરની વેદના જણાવવા જ આપશ્રીના પત્રમાં આ બધું લખેલ છે.
હું તો શ્વેતાંબર દેરાવાસી પ્રણાલી અનુસાર ધર્મપ્રવૃત્તિનું (જેવી કે પૂજા, દેવદર્શન, સામાયિક, વ્રત, પચ્ચક્ખાણ આદિ) પ્રતિપાદન કરું છું. સાંપ્રદાયિક અને એકાંત નિશ્ચયના પ્રશ્નોથી શિબિરોમાં
શ્રુતસરિતા
Jain Education International 2010_03
૩૮૨
For Private & Personal Use Only
પત્રાવલિ
www.jainelibrary.org