________________
હું દૂર રહું છું. પુદ્ગલ પ્રત્યે ઉદાસીનભાવ, કષાયો, પ્રત્યે ઉપશમભાવ, વિષયો પ્રત્યે અનાસકતભાવ, જીવો પ્રત્યે મૈત્રીભાવ અને પરમાત્મા પ્રત્યે ભક્તિભાવ – આ પાંચ પ્રકારના ભાવોનો યોગક્ષેમ કરવાના સાધનો તરીકે હું આચરણ-ક્રિયા-વ્યવહાર ધર્મ વખતોવખત સમજાવું છું. પણ, મને ઘણી વાર વિચાર આવે છે :
आम घडे निहतं जहा, जलं तं घडं विणासह । જેમ કાચા ઘડામાં નાખેલું પાણી, ઘડાના તેમ જ પોતાના વિનાશનું કારણ બને છે, તેમ શ્રુતજ્ઞાનરૂપી રસાયણ એ સગવડિયા-ભેળસેળિયા વર્ગને એટલે કે ગમે તેવા અયોગ્ય પાત્રને આપવામાં લાભ કરતાં અનર્થ તો મારાથી નહીં થતો હોય ને ! આવા અનર્થ વડે મારા ભવની વૃદ્ધિ તો નહીં થઈ જાય ને ! પૂજ્ય સાહેબજી, હું તો મારી અલ્પ સમજણ સાથે, આશ્રવનો ત્યાગ, સંવરનો રાગ, જિનાજ્ઞાપાલનની આવશ્યકતા અને અનિવાર્યતા, નિત્ય ધર્મ, છ આવશ્યક, અઢાર પાપસ્થાનકમાંથી વિરમણ, કર્મોના ઔદયિક ભાવને ‘ભલે પધાર્યાનો ભાવ, સાક્ષીભાવની કેળવણી, તથા ભવ્યત્વ પરિપાકના સાધનો વગેરેની વિશદ્ ચર્ચા હું સ્વાધ્યાય-શિબિરમાં કરું છું. આ બાબતમાં, સાહેબજી, મને માર્ગદર્શન આપશોજી અને મારા સમજવામાં જ્યાં આપને ક્ષતિ કે દોષયુક્ત જણાય, તે મને જણાવશો.
આપશ્રી તથા સર્વે સાધુ-સાધ્વીજી ભગવંતો શાતામાં હશો. “સ્વામી, શાતા છે જી' તો હું બોલી શકું છું; પણ અમેરિકામાં રહેતો મહા-દુર્ભાગી હું “ભાત-પાણીનો લાભ દેશોજી” તો કયા મોઢે બોલું? આપશ્રી જૈનકુળમાં ઉચ્ચ જન્મને પ્રાપ્ત કર્યા પછી રત્નત્રયી અને તેના સાધનોની આરાધનામાં જોડાયો છો. ગુણાનુરાગ ગુણવંતી ભક્તિ પ્રશંસા એ શુભ નામકર્મના બંધનો હેતુ છે. આપને મારા અપૂર્વ વંદન, સ્તુતિ, ભક્તિ, પ્રશંસા અને અનુમોદના.
આપશ્રી લિખિત કે સંપાદિત પુસ્તકોના પ્રાપ્તિસ્થાનની મને જાણ કરશોજી.
આ પત્ર લખવામાં કોઈ જગ્યાએ જાણતાં-અજાણતાં આપશ્રીનો અવિનય થયો હોય તો ઉદાર ભાવે મને ક્ષમા કરશોજી. - ધર્મભાવનો ટેકો લઈને નરક-તિર્યંચ ગતિ ટાળવા અને મોક્ષભાવનો ટેકો લઈને દેવ-મનુષ્ય ગતિ ટાળવા, આપશ્રીના પરમોચ્ચ આશીર્વાદના બળથી હું સમર્થ બને; અને જ્યાં ભ્રમણ નથી, કર્મોનું આક્રમણ નથી અને સુખ-દુઃખનું સંક્રમણ નથી, તેવા મોક્ષપદની પ્રાપ્તિ શીધ્ર બને તે માટે આવશ્યક પુણ્યનો હું અધિકારી બનું, તેવી અભિલાષા સેવું છું.
જિનેશ્વર પ્રણીત ધર્મની પ્રભાવનાના વ્યાસંગી, આત્મપ્રદેશોમાં શુભ ભાવોની રંગોળી પૂરનાર, અમદમાદિ ગુણગણાલંકૃત, મારા જેવા અનેકને પ્રેરણાના પીયૂષ પાનાર એવા પૂજ્ય આપશ્રીને મારા ભાવપૂર્વક વંદન.
“અખંડ નિર્મળ સંયમ જેનું, સદા સુવાસી ચંદન; ગુરુદેવશ્રી પૂર્ણચન્દ્રવિજયજીના, ચરણે અપાર વંદન.”
લિ. આપનો ગુણાનુરાગી, રજનીના ૧૦૦૮ વંદણા સ્વીકારશોજી.
પત્રાવલિ Jain Education International 2010_03
૩૮૩
શ્રુતસરિતા
For Private & Personal Use Only
www.jainelibrary.org