________________
વેદનીય કર્મ વડે જ શાતા કે અશાતા વડે પોતાનું સ્વરૂપનું વેદન કરવાનું હોય છે. આમ, જીવને શાતા હોય અને/અથવા જીવને અશાતા હોય તે બધાનો આધાર જે તે જીવે શુભ વેદનીય અને અશુભ વેદનીય કર્મ કેટલું બાંધ્યું છે, તેના ઉપર આધારિત છે. રાગ-દ્વેષ-મોહના કારણે પણ જીવ કાયા છોડે ત્યારે જેટલો સમય ઓછો, તેટલી શાતા જનાર જીવને વધુ ઊપજે. બેન, જે રીતે શ્રી મયૂરભાઈએ માત્ર બે જ દિવસમાં દેહ મૂક્યો તે તેઓના માટે અવશ્ય પરભવના પુણ્યાનુબંધનું જ સબળ અને સઘન કારણ ગણાય. મોહના અને રાગના કારણે તેઓની ભરયુવાન વયે વિદાય આપણને સ્વીકાર્ય ના બને, તે સ્વાભાવિક છે. પરંતુ ‘વેદનીય કર્મ’ના દૃષ્ટિકોણથી વિચારવું તો જોઈએ. શ્રી મયૂરભાઈની કાયાના કેટલા બધા અંગો અનેક જીવોને ઉપયોગી થઈ પડ્યા, તે organ-donation નો આપ પરિવારનો તે નિર્ણય અનુમોદનીય છે.
જીવ નિત્ય છે, દેહ અનિત્ય છે, નાશવંત છે, ક્ષણભંગુર છે. આપણા આગમ-ગ્રંથો સ્પષ્ટપણે જણાવે છે કે દરેક જીવ દરેક ભવના આયુષ્યના છેલ્લા ત્રીજા ભાગમાં આગામી એક જ ભવનું આયુષ્ય બાંધે છે. આ જ નિયમાનુસાર, આપણે સૌ આ ભવમાં કેટલા વર્ષો જીવવાના તેનો આધાર આપણે સૌએ આપણા ગયા ભવમાં આ ભવનું કેટલા વર્ષનું આયુષ્ય બાંધ્યું છે, તેના ઉપર આધાર છે. પૂર્વભવમાં જીવ આગામી ભવનું જ્યારે આયુષ્ય બાંધે ત્યારે કયા સ્થળે મૃત્યુ પામવાનું, કયા કારણ વડે, કયા નિમિત્ત વડે, કયા સમયે આદિ બધું જ નક્કી જીવ પોતે જ બાંધે છે. દરેક જીવ ચાર ગતિમાંથી (દેવ-મનુષ્ય-તિપંચ-નર્ક) જે ગતિનું આયુષ્ય બાંધ્યું હોય, તે ગતિમાં આ ભવ પૂર્ણ કરી પોતાની સંસાર-યાત્રામાં આગળ વધે છે.
બેન, આપણે સૌ પણ આપણા આ ભવના આયુષ્યના છેલ્લા ત્રીજા ભાગમાં આગામી ભવનું આયુષ્ય બાંધવાના છીએ. આ ભવનું આયુષ્ય આપણને ખબર ના હોઈ, દરેક સમય આપણા આ ભવના આયુષ્યનો છેલ્લો ત્રીજો ભાગ જ ચાલે છે, તેમ માની મનમાં સતત શુભ ભાવો અને ધર્મકરણીના સાધનો તરફ લક્ષ્ય રાખવું. ધર્મરાગ, ધર્મરુચિ, અને ધર્મકરણીનો ત્રિવેણીસંગમ આપણા દૈનિક જીવનમાં પ્રતિબિંબિત થવો જોઈએ. સદ્ગતિ આપણા હાથમાં છે, તો બેન, દુર્ગતિ પણ આપણા જ હાથમાં છે. પસંદગી આપણે કરવાની છે. એક વાત ખૂબ જ અગત્યની ધ્યાનમાં રાખવા જેવી છે કે આપણા આગામી ભવની ગતિ આ ભવમાં આદરેલ કે આચરેલ ધર્મ ઉપર આધારિત નથી; પણ જ્યારે આપણા આ ભવના છેલ્લા ત્રીજા ભાગમાં આગામી ભવનું આયુષ્ય બાંધતા હોઈએ, તે વખતના આપણા કષાય-રાગ-દ્વેષ-મોહ આદિ ઉપર જ આધારિત છે.
આગામી ભવનું આયુષ્ય બાંધવાનું જીવ શરૂ કરે પછી એક અંતર્મુહૂર્તમાં એટલે કે ૪૮ મિનિટની અંદર બંધાઈ જાય છે. ટૂંકમાં, બેન, દ૨ેક મિનિટ આપણે સાચવવા જેવી છે. અશુભ પરિણામો સેવવા નહીં, કારણ કે આયુષ્યનો બંધ જો તેવા સમયે પડી જાય, તો આપણે આ ભવ પૂર્ણ કર્યા પછી જે તે બંધાયેલ દુર્ગતિ તરફ જ પ્રયાણ કરવું પડે. એક વાર આયુષ્ય બંધાઈ જાય, પછી તેમાં કોઈ ફેરફાર, પાછળથી ગમે તે શુભ ભાવો વડે પણ, જીવ કરી શકતો નથી. આયુષ્ય કર્મ હંમેશાં નિકાચિત
પત્રાવલિ
Jain Education International 2010_03
૩૩૯
For Private & Personal Use Only
શ્રુતસરિતા
www.jainelibrary.org