________________
પત્રાવલિ-૫૬ આ મૃત્યુનું શું રહસ્ય છે ?
શ્રી દીપકભાઈ ગાંધીના અરિહન્તશરણ
| નિમિત્તે પ્રાર્થનાસભા વેળાએ શ્રી રજનીભાઈ શાહનું પ્રાસંગિક ઉદ્ધોધન
તારીખ : ફેબ્રુઆરી ૨, ૨૦૦૨
294 : Caldwell @21242, NJ. આ નશ્વર જગતમાંથી દરેક જીવ પરભવમાં બે પ્રકારે વિદાય લે છે. (૧) માંદગીભર્યા સંજોગોમાં કે જેમાં આપણા સ્વજન થોડાક મહિનાઓ અને વર્ષો સુધી અસહ્ય
તનદુઃખ, કારમી મનપીડા અને વસમી વેદના ભોગવે છે. વિદાય લેનાર જીવ પોતે અપરંપાર વેદના ભોગવે, પણ તેના આનુષંગિક પરિણામ વડે સ્વજનો-પરિજનોને પોતાના આવી રહેલ
મૃત્યુની બાબતમાં માનસિક તૈયારી કરાવી દે છે. (૨) વિદાય લેનાર જીવ પોતે તન કે મનની કોઈ પીડા કે વેદના લાંબા ગાળા સુધી ભોગવ્યા વિના
એક-બે દિવસમાં જ પોતાની આ ભવયાત્રા સંકેલી પરભવમાં પહોંચી જાય છે. આ બીજા પ્રકારમાં, સ્વજનો-પરિજનોને વિદાય લેનાર જીવ પોતાની કાયમી વિદાયના માટે માનસિક તૈયારી કરાવી શકતો નથી. પ્રથમ પ્રકારમાં જેમ અશાતા વેદનીય કર્મનો ઉદય હોય છે, તેવો ઉદય અશાતા વેદનીય કર્મનો બીજા પ્રકારમાં હોતો નથી.
ના હોતા નથી, આપણા સંઘની અસ્મિતા અને અનેરી ઓજસ્વિતા સમા મૂકસેવક શ્રી દીપકભાઈની વિદાય આ બીજા પ્રકારની રહેવા પામી છે. સ્વજનોની વિદાયની વેળાએ પણ આપણે આપણી દૃષ્ટિથી જ જોવા ટેવાયેલ હોઈ આપણને આકસ્મિક વિદાય એટલે કે બીજા પ્રકારના અણધાર્યા વિયોગમાં પ્રથમ પ્રકારની સરખામણીએ, વધુ આઘાત અને વધુ શોક થાય છે. આ જ બાબતને શ્રી દીપકભાઈની દૃષ્ટિએ જોઈએ તો તેઓની વિદાય, ભલે કદાચ ઓચિંતી અને અણધારી હતી, પણ તે દુઃખ પીડા વેદના વિનાની હતી અને અશાતા વેદનીય કર્મના ઉદયના અભાવવાળી હતી; એ દૃષ્ટિએ શ્રી દીપકભાઈની વિદાય સાચે જ પુણ્યવંતી અને લાભદાયી હતી.
આપણા સૌની પણ વિદાય આ બેમાંથી કોઈ એક પ્રકારે જ થવાની છે. કોઈ આપણને પૂછે કે આ બે પ્રકારમાંથી કયા પ્રકારની વિદાયને પામવાની ઇચ્છા છે ! તો આપણો બધાનો સાર્વત્રિક ઉત્તર એ જ છે કે બીજો પ્રકાર, કે જેમાં કોઈની સેવા-ચાકરી લેવી ના પડે અને અશાતા વેદનીય કર્મ પીડાવેદના સાથે ભોગવવું ના પડે. આપણા લોકલાડીલા-સંઘલાડીલા શ્રી દીપકભાઈની બીજા પ્રકારની વિદાયની ઇચ્છા તો પાર પડી ગઈ; પણ આવી વિદાય આપણે પણ પામીએ તે માટે હાલ પૂરતી તો પ્રાર્થના' જ કરવાની રહી.
જિનશાસનના જ્યોતિર્ધર ગચ્છાધિપતિ પ.પૂ.શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી હંમેશાં કહેતા “જન્મ શ્રુતસરિતા
૩૫૮
પત્રાવલિ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org