________________
“અજ્ઞાનમાં અથડાઉં ત્યારે, દેવ બનીને આવજો; ભવવનમાં તપતો હું ત્યારે, ચન્દ્ર બનીને ઠારજો. ઉન્માર્ગે જો ભટકું હું ત્યારે, દીપક બનીને આવજો; જે જે રૂપે કરું હું પ્રતીક્ષા, તે તે સ્વરૂપે આવજો.”
- જય જિનેન્દ્ર - * * * * *
પત્રાવલિ-પ૭ ક્રોધથી થતી જીવની ભયંકર અવનતિ અને અસદ્ગતિ (આ શત્રુને નષ્ટ કરો)
બુધવાર, તા. ૧૯ જૂન, ૦૨ - વીર સંવત ૨પર૮ ને જેઠ સુદ ૯
શ્રી વાસુપૂજય સ્વામી, ચ્યવન કલ્યાણક શુભ દિન. ભાઈશ્રી,
પ્રણામ - જય જિનેન્દ્ર -
નમ્રતા-સરળતા અને સમર્પણ સાથે કરેલ નમસ્કારથી જીવમાં વિશિષ્ટ જ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાનથી યોગ તરફ જવા માર્ગ અને પ્રેરણા મળે છે. મુખ્યતઃ યોગ ત્રણ પ્રકારના છે - જ્ઞાનયોગ, દર્શનયોગ અને ચારિત્રયોગ. આ યોગપ્રાપ્તિથી જીવના અનાદિ કર્મમળ નષ્ટ થઈ જાય છે અને જીવ પરમપદનો-મોક્ષનો અધિકારી બને છે. આ અધિકારીપણાની પ્રાપ્તિમાં નડતરરૂપ કારણો માત્ર બે જ છે - મોહ અને કષાય. ચાર કષાયો પૈકી “ક્રોધ કષાય જ માત્ર બાહી સ્વરૂપવાળો છે, જ્યારે અન્ય ત્રણ (માન, માયા અને લોભ) અત્યંતર સ્વરૂપ છે.
ઊકળતા પાણીમાં કોઈ પણ ચીજનું પ્રતિબિંબ સ્પષ્ટ હોતું નથી, એમ જ્યારે આપણા દિમાગમાં ક્રોધાદિનો કોઈ પણ ઉકળાટ હોય ત્યારે પરિસ્થિતિનું યથાર્થ પ્રતિબિંબ ઝીલાતું નથી. બીજી રીતે કહીએ તો, બેટરી ગમે તેટલી પાવરફુલ હોય પણ જો એને દશ્ય પદાર્થ (માર્ગ કે વસ્તુ કે રજૂઆતની વાત) પર સ્થિર ક્રવામાં ન આવે અને જોર જોરથી ઘુમાવ્યા ક્રાતી હોય તો એ બેટરી યથાર્થ દર્શન કરાવતી નથી. એમ, ગમે તેવી ધારદાર બુદ્ધિ, સત્ય અને સચોટ વાત પણ, ક્રોધાદિના આવેશ કાળે, યથાર્થ નિર્ણય આપી શક્તી નથી અને તેથી એ વખતે લેવાયેલો નિર્ણય ભૌતિક અને આધ્યાત્મિક, બધી રીતે આપણને ભારે નુકસાનક્ત પુરવાર થાય છે. 1 પરિવાર, સંસ્થા કે સમાજ ઉપર અનેકવિધ અજોડ ઉપકાર કરનાર વ્યક્તિ પણ, જો એનો સ્વભાવ પ્રચંડ હોય, ક્રોધ ઉપર કાબૂ ના હોય, તો લોકપ્રિયતા ગુમાવી અળખામણાં બની જવાનું કેટલું મોટું નુકસાન વ્હોરી લે છે એ આ વાતો પરથી સ્પષ્ટ છે.
જે પરિસ્થિતિને પલટવા માટે માનવી ક્રોધનો સહારો લે છે, તે પરિસ્થિતિ સામાન્યથી બે પ્રકારની હોય છે. (૧) સામી વ્યક્તિનું દોષ-અપરાધ કે આશાતના ભરેલું વર્તન (૨) પોતાની વાત સત્ય છે તેનો સામી વ્યક્તિ દ્વારા અસ્વીકાર. ભાઈ, આપને પ્રથમ પ્રકાર લાગુ પડે છે.
૩૬)
પત્રાવલિ For Private
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org