________________
કારણ છે કે આપણે સંસારના દરેક પદાર્થોને “આદિ'થી જોઈએ છીએ; “અંત'થી નહીં. ધન આવે એટલે આદિ. અંતે તો ધન વિનાશ થવાવાળું અથવા ધન હોતે છતે આપણે વિદાય લેવાનું થવાનું છે. દૂધપાક ખાઈએ અને સ્વાદિષ્ટ લાગે તે “આદિ'; અંતે તો “મળ’માં જ પરિવર્તિત થવાનો છે, તે “અંત'. આવા દરેક પદાર્થમાં દૃષ્ટાંતો ગોઠવવા. એક વખત દરેક પદાર્થને અંતથી જોવાનો પ્રયત્ન શરૂ કરાય તો સંસારનો અંત આવ્યા વિના ન રહે.
સંસાર માટે અભાવ જાણવો એ ભાવધર્મની પ્રાપ્તિ માટેની સૌથી પહેલી આવશ્યક્તા છે. સંસાર પ્રત્યે અભાવ અને મોક્ષ પ્રત્યે અહોભાવ, એનું જ નામ છે ભાવધર્મ. માટે તો કહે છે કે દુનિયાની ગમે તેવી પણ સામગ્રી જેના હૈયામાં અહોભાવ પેદા ક્રાવી ન શકે તેનું નામ છે “શ્રાવક'.
ક્રિયારૂપે ધર્મને આરાધનારા આપણે સમજવાનું છે કે આ ક્રિયાઓ એ તો પગથિયું છે. ખરેખર લક્ષ્ય તો પરિણતિ છે. ધર્મ પ્રવૃત્તિથી કરતાં કરતાં આપણી વૃત્તિમાં ઊતરવો જોઈએ. ક્રિયારૂપ ધર્મ તો મોહના ઉદયભાવથી પણ થઈ શકે, પરંતુ ભાવધર્મ તો મોહના ક્ષયોપશમથી જ થઈ શકે છે. સત્ય કથન છે કે મોહના ધક્કાથી ધર્મ કરવો તે ઉદયભાવ અને મોહને ધક્કો મારવા માટે ધર્મ કરવો તે ક્ષયોપશમભાવ છે.
“શ્રાવક' શબ્દના નિરુક્તિ અર્થમાં શ્રદ્ધા, વિવેક અને ક્રિયાનો ત્રિવેણી સંગમ જેનામાં હોય તે. બીજો પણ નિરુક્તિ અર્થ છે - શ્રવણ, વપન અને કર્તન કરે તે શ્રાવક. (૧) શ્રવણ - પરમાત્માના વચનોનું શ્રવણ, કે જેના વડે આત્મા અને અંતર ભીંજાતા હોય, અને
તેથી જ અંતરમાં અકબંધ પડેલી સંસારની આસક્તિ ઘટતી જાય. (૨) વપન - વાવવું. જેમ ખેતરમાં થોડા દાણા વાવીને ખેડૂત મબલક પાક મેળવે છે, તેમ શ્રાવકે
ધર્મના ક્ષેત્રમાં ધન વાપરવું. ધન કે જેને પાપ તરીકે ઓળખીએ છીએ અને મહાકર્મબંધનું
કારણ છે, તે બધાથી છૂટવા માટે ઉત્તમ પાત્રોમાં તેનું નિયોજન કરે. (સાત ક્ષેત્રોમાં). (૩) કર્તન - કાપવું. દુનિયા દુઃખને કાપી નાખવા પ્રયત્ન કરે છે, જ્યારે શ્રાવક પાપને કાપી
નાખવા પ્રયત્ન કરે છે. જે ધર્મ પાપને કે પાપની વૃત્તિને કાપે નહીં તેને જ્ઞાની ભગવંતો ધર્મ કહેતા નથી. ધર્મની પ્રવૃત્તિ તે વકરો અને એનાથી જે પેલી પાપની
વૃત્તિઓ કપાતી જાય તે નફો છે. પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં ચિંતન-મનન દ્વારા ભાવશ્રાવકના હૃદયને આત્મસાત કરી પરમાત્માના શાસનમાં આપણે સૌ ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરનારા બનીએ એ જ મંગલ કામના. જાણતાં-અજાણતાં મન-વચન-કાયાથી આપનું દિલ દુભવ્યું હોય તો મારા મિચ્છા મિ દુક્કડમ્.
લિ. આપનો સાધર્મિક ભાઈ,
રજની શાહ
Yadalal
for
398 For Private & Personal Use Only
30
oral Use Only
પત્રાવલિ www.jainelibrary.org
Jain Education International 2010_03