________________
ગુરુમુખથી નીકળેલું પવિત્ર ઝરણું આપણા, ‘અહંભાવ'ને ઓગાળનારું બને. ધવંતરિ વૈદ્ય'ની જેમ આપણા સ્વાર્થરૂપી, કારમા વ્યાધિનો નાશ થાય. પરમાત્માના અભેદ મિલન દ્વારા આત્માનુભવ, રૂપ અમૃતને દેનારું બને.
મારી આવા પ્રકારની નમ્ર ભાવનાને ધ્યાનમાં લઈને, સાધર્મિક સંબંધમાંથી કોઈ પણ વસ્તુ, પદાર્થ, આઈટમ, ઉપકરણ, અધિકરણ કે રોકડ રકમ નહીં સ્વીકારવાનો મારો આજીવન નિયમ છે. મારા આ નિયમને આપશ્રી ઔદાર્યપૂર્વક સમજી-સ્વીકારી, આ સાથે પરત મોકલેલ વસ્તુ સ્વીકારશો.
લિ. આપનો સાધર્મિક ભાઈ,
રજની શાહ * * * પત્રાવલિ-૬૫ સંતોષ સમાન સુખ નથી
મંગળવાર, તા. ૨૫મી ઑકટોબર, ૨૦૦૫
વીર સંવત ૨૫૩૧ને આસો વદ ૮ પરમ સૌભાગ્યવંતા સાધર્મિક શ્રાવક-શ્રાવિકા,
પ્રણામ.
જયવંતુ શ્રી જિનશાસન અભુત હીરાઓની ખાણ છે. ત્રણ જગતના સર્વે જીવોનું પરમ હિત ચિંતવનારા તથા તેનો મંગળકારી માર્ગ બતાવનારા શ્રી જિનેશ્વરદેવનું સ્મરણ કરવું, તેમને મનમાં વસાવવા, નમન કરવું, અર્પણ થવું, શરણે જવું, એ મોટું મંગળકારી કાર્ય છે. પરમ સૌભાગ્યને ખીલવનારૂં શ્રેષ્ઠ સત્કાર્ય છે.
જૈનદર્શનના સિદ્ધાંત પ્રમાણે, પરમાત્મા પ્રત્યે અર્પણતા બજાવવાની હોય છે, ત્યારે તે ભક્તિ હોય છે. પરંતુ જ્યારે તે અર્પણતા ગુરુ ભગવંત તરફ બજાવવાની હોય છે, ત્યારે તે સ્વધર્મ કે સ્વકર્તવ્ય તરીકે ઓળખાય છે. અર્પણતા એટલે જિનાજ્ઞા પ્રત્યે આદર અને સર્વાગી પાલન. અર્પણતાથી અહંકારનો ક્ષય થાય છે. અહંકારના નાશ થયા વિના આત્મશોધન થઈ શકતાં નથી અને આત્મશોધનના માર્ગ વિના શાંતિ કે સુખ નથી અને શાંતિ વિના સમાધિ નથી.
સંતોષ સમાન સુખ નથી. ઇચ્છા-આશા-તૃણા-અપેક્ષા વગેરે. દુ:ખની જનની છે. તૃષ્ણા આવી કે પાસેના સાધનો અપૂર્ણ દેખાય. સંતોષ આવ્યો કે દેખીતું દુઃખ ભાગ્યું અને સાધનો બધાં સુખદ સ્વયં બની રહે. તપશ્ચર્યા એટલે ઇચ્છાનો નિરોધ. આશાઓને રોકી એટલે જગત જીત્યા. આશાધારી તો આખું જગત છે. એ આશામય પ્રવૃતિ જ સંસાર છે અને આશા વિરહિત પ્રવૃત્તિ એ જ નિવૃત્તિ છે.
હૃદયનું પરિવર્તન ચારિત્રની ચિનગારીથી થાય છે. જ્યાં ચારિત્રની સુવાસ મહેકે છે, ત્યાં મલિન વૃત્તિઓ નાશ પામે છે. ક્ષણવારમાં પ્રબળ વિરોધકોને સેવકરૂપ બનાવી દે છે. જ્ઞાનના મંદિરો ચારિત્રના શ્રુતસરિતા
3७४
પત્રાવલિ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org