________________
અત્યંતર યોગનું જો આલંબન લેવામાં આવે અને સાથે સાથે સંવરનું સેવન કરવામાં આવે તો અવશ્ય મોક્ષધ્યેયને સિદ્ધ કરી શકાય છે. - વચનગુપ્તિની ફલશ્રુતિરૂપે વિભાવદશાની ઘોર અંધારી રાત વિદાય લે છે. સ્વભાવદશાનું મંગલ પ્રભાત પાંગરે છે. સમ્યકત્વના સુખનો સૂર્યોદય થાય છે. મનનું મોં અત્યંતર યોગની દિશામાં રાખવું જોઈએ. હૃદયને પ્રભુના ધ્યાનમાં પરોવવું જોઈએ. વૃત્તિઓના વેપારમાં વીતરાગની આજ્ઞાનુસાર પ્રવૃત્તિ કરવી જોઈએ. દેહભાવ દૂર કરવો જોઈએ. આ બધી હૃદયસ્પર્શી વાતોનો એકાગ્ર ચિત્તે સ્વાધ્યાય કરતા રહેવાથી જીવની અજ્ઞાનદશા કે મોહદશા ટળ્યા વિના રહેતી નથી.
શ્રાવકના દેશવિરતિપણાની સાચી ફલશ્રુતિ સર્વવિરતિપણાની પ્રાપ્તિ છે. ગુણાત્મક સ્વરૂપે શ્રી નવકાર મહામત્રમાં બિરાજતા પંચ પરમેષ્ઠિપદમાં આપણને સ્થાન સર્વવિરતિપણાથી જ પ્રાપ્ત થાય છે. મન, વચન અને કાયાથી એમ ત્રિવિધ સંબંધ કેળવવાથી નિયમા ચારિત્રધર એવા શ્રી પંચ પરમેષ્ઠિ ભગવતો સાથે આપણો મૌલિક સંબંધ કેળવાય છે. આ સંબંધ સુદઢ થવાથી આત્માને પોતાની શુદ્ધ આત્મસત્તાનો અનુભવ કરવાની તીવ્ર ઈચ્છા ઉછાળા મારે છે. ઉત્કટ આ ઇચ્છાને કારણે ઐહિક ઇચ્છાઓનો અંત થાય છે. ઐહિક ઇચ્છાઓનો નાશ થવાથી સર્વ પાપવૃત્તિઓનો સમૂળ ઉચ્છેદ થવા માંડે છે અને સર્વવિરતિપણાની દિશામાં આત્માની પ્રગતિ થાય છે. પરમના પ્રેમનું પરમગીત એ જ પરમેષ્ઠિ તરીકે આ વિશ્વમાં પંકાય છે. પરમેષ્ઠિ જ પૂજનીય છે, પાવનીય છે, પ્રાણામ્ય છે, પ્રાતઃ સ્મરણીય છે.
શ્રી જિનચંદ્રસૂરિજીએ “વૃદ્ધ નમસ્કારકૂલ સ્તોત્ર'માં કહ્યું છે કે શ્રી અરિહંતાદિ પાંચ ભગવંતોનેપાંચ પરમેષ્ઠિઓને કરવામાં આવતો નમસ્કાર સંસાર-સમરાંગણમાં પડેલા આત્માઓને શરણરૂપ છે, અસંખ્ય દુઃખોના ક્ષયનું કારણ છે અને શિવપંથનો પરમ હેતુ છે. પંચ પરમેષ્ઠિનો પાવનકારી પ્રભાવ સાહજિક છે, સ્વાભાવિક છે, જેના પ્રભાવથી આપણો ઉપાદાન આત્મા પણ શુદ્ધ-સિદ્ધ બની શકે છે, અને પરમપદ પામી શકે છે. આમ, શુદ્ધ સ્ફટિક સમું પંચ પરમેષ્ઠિનું નિર્મળ આત્મદ્રવ્ય એ અત્યંતર યોગનું પુષ્ટ આલંબન છે, આલંબનનું અમોઘ સાધન છે, કાયોત્સર્ગ છે.
ઉપરોકત બાબતને ધ્યાનમાં લઈને, સકળ જીવલોકના પરમ સ્નેહી શ્રી અરિહંત પરમાત્માના સ્નેહમાં સમાઈ જવા માટેની જીવનકળા સાધવાના શુભાશયથી, દર મહિને બાર તિથિઓએ (સુદ અને વદની બીજ, પાંચમ, આઠમ, અગિયારસ અને ચૌદસ; ઉપરાંત પૂનમ અને અમાસ) ૧૦૮ શ્રી નવકાર મહામત્રંનો અને ૧૦૮ શ્રી લોમ્મસ્સ સૂત્રનો કાઉસગ્ન કરવાનો મેં નિર્ધાર કર્યો છે.
આના કારણે, દર મહિને આ બાર તિથિઓએ કાઉસગ્ગ આદિ ક્રિયામાં પ્રવૃત્ત હોવાને લીધે, ઘરમાં મારી ઉપસ્થિતિ હોવા છતાં, આ બાર તિથિઓએ ટેલિફોન ઉપર મળવાનું મારા માટે લગભગ અશકય બની રહેશે. માટે, આપશ્રીને જરૂર જણાયે, આ બાર તિથિઓ સિવાયની તિથિઓએ મને ફોન કરવા નમ્ર વિનંતી છે.
સર્વવિરતિ જીવનની શક્તિ અને સૌભાગ્ય સંપાદન કરી, તેની આરાધના દ્વારા વહેલામાં વહેલી શ્રુતસરિતા ૩૭ર
પત્રાવલિ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org