________________
(૨) વર્ણ - સૂત્રોચ્ચારની શુદ્ધિ આવે. (૩) અર્થ - વિભિન્ન દૃષ્ટિએ સૂત્રનો અર્થ વિચારાય. (૪) આલંબન - યોગ્ય લક્ષ્ય-ધ્યેયને આકૃતિ રૂપે ચિત્ત૫ટ્ટ પર સ્થાપિત કરવામાં આવે.
આ ચાર કારણો જો ભળે તો એ ક્રિયા યોગ બને, ભાવક્રિયા બને, ભાવરૂપ બને. એ જો ન ભળે, તો આપણી ક્રિયા સંમૂર્ણિમ બની જાય કે જે મોક્ષફળ ન આપી શકે.
નિશ્ચય-વ્યવહારમાં પણ આમ જ સમજવું. મહોપાધ્યાય પૂ. શ્રી યશોવિજયજી મ.સા. એ અધ્યાત્મસાર' માં કહ્યું છે :
___ व्यावहाराऽविनिष्णातो, यो जीप्सति विनिश्चयम् ।
કાસારસ્તાનાસ , સા રે સ તિતીર્ઘત IT અર્થ : જે વ્યવહારમાં નિષ્ણાત થયો નથી અને નિશ્ચયને જાણવાને ઇચ્છે છે. એટલે કે જેણે વ્યવહારનયથી
બનાવેલી ક્રિયાઓ જીવનમાં આચરીને પચાવી નથી અને નિશ્ચયનય મુજબની આત્મામાં લીન બનવાની વાતને અપનાવે છે, તે તળાવમાં તરવાને અસમર્થ હોવા છતાં સાગરને તરવાની ઇચ્છા કરનાર જેવો મહામૂર્ખ છે. પહેલાં વ્યવહારનયને જીવનમાં પચાવો; તેનું પાચન એ જ નિશ્ચયનયમાં લીન બનવાની ભૂમિકા છે.
આવી આવી વિધવિધ સ્વરૂપની મિથ્યા-માન્યતાથી પ્રેરાઈને પરિગ્રહ, હિંસા અને મમત્વનાં બંધનો જીવ ઊભાં કરે છે અને એ બધાં જ બંધનોથી કર્મનું બંધન ઊભું થાય છે. પાપકર્મથી બંધાઈ એના ફળ-વિપાકો ભોગવતો જીવ દુર્ગતિના દારુણ ચકરાવે ચડી જાય છે અને સરવાળે દુઃખ અને દુઃખની પરંપરાનો ભોગ બને છે.
સમગ્ર સાધનાનો પાયો તો સમ્યકત્વ છે. તે સમ્યકત્વને પામવા માટે મિથ્યાત્વનાં મૂળિયાં બાળવાં, ઉખેડવાં, અતિ અનિવાર્ય છે. આ મિથ્યાત્વ મિથ્યામતો ઉપર નભે છે માટે મિથ્યામતનાં એક-એક મૂળિયાંને ઓળખી-ઓળખાવીને સમકિત જ આપણને મિથ્યામતોની ચુંગાલથી છોડાવે છે. ધર્મનગરીમાં પ્રવેશ કરવા માટે ચોક્કસ ક્ષમતા જોઈએ - લાયકાત જોઈએ અને એ માટે અદ્ભુત કોટિની ગુણસમૃદ્ધિ જોઈએ. કેવળ સાંભળવાથી કલ્યાણ નથી થતું પણ સાંભળીને, સમજીને, અને આપણા જીવનમાં એ ગુણોને કેળવવાથી જ કલ્યાણ થાય છે.
જે કર્મ એક વાર ભોગવીને છૂટી જાય તેવા આત્મા સાથે એકાકાર થયેલા કર્મના જોડાણને બંધ કહેવાય છે. અને જે કમ, ભોગવતી વખતે નવાં કર્મનાં બંધન મૂકીને જાય છે. ફરી એને ભોગવતાં એ બીજાં બંધન મૂકી જાય છે. એવા આત્મા સાથેના પરંપરાવાળા કર્મના જોડાણને અનુબંધ કહેવાય છે. “આત્માને ઓળખો એવી નિશ્ચયનયની બૂમો પાડવાને બદલે, બેન, બંધનોને સૌ પ્રથમ ઓળખો. બંધનોને ઓળખ્યા પછી એ બંધનોને તોડો.
માગનુગામી પ્રતિભાના સ્વામી, પ્રવચન પ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મ. સાહેબ “આતમ જાગો' નામના પુસ્તકમાં ફરમાવે છે કે બંધનને જાણવું તે શ્રુતસરિતા ૩૭૦
પત્રાવલિ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org