________________
તકે પરમપદને પ્રાપ્ત કરનારા આપણે સૌ બનીએ એ જ અંતરની એક માત્ર અભિલાષા.
લિ. આપનો સાધર્મિક ભાઈ,
રજની શાહ
પત્રાવલિ-૬૪ જિનવાણી અનુપમ છે
મંગળવાર, તા. ૨૩મી મે, ૨૦૦૬
વીર સંવત ૨૫૩૨ વૈશાખ વદ ૧૧ હૃદયાગેમ ઉપર બિરાજેલા ભાવશ્રાવક શ્રી,
પ્રણામ.
વીતરાગ પ્રભુનો ગુણ રૂ૫ હિમાલય પર્વત છે. આપણે સૌએ પ્રભુના ગુણ ઉપર પ્રેમ કરવાનો છે, અનેક ગુણોનું ચિંતન કરવાનું છે, તેમાંથી સર્જન થાય છે ગંગોત્રીનું. ગંગા નદીનું મુખ એ જ ગોમુખ. પ્રભુના ગુણરૂપી હિમાલય પર્વત ઉપરથી ગોમુખ” એટલે “ગુરુમુખ” માંથી ગંગોત્રીનું પવિત્ર ઝરણું નીકળે છે. ધીમે ધીમે તે ગંગોત્રી ગંગારૂપ બને છે. જે કોઈ તેના સંબંધમાં આવે તેને પવિત્ર કરે છે. જે કોઈ ગુરુના સંબંધમાં આવે તેના આત્માને લાગેલા કર્મમળને ધોઈને શુદ્ધ કરે છે. તે ગુરુરૂપ વાણી સંસારના ત્રિવિધ તાપ રૂ૫ અગ્નિદાહમાં પીડાઈ રહેલા જીવોને શાંતિ આપે છે. “ગુરુ' એટલે ૩૬//૨૭ ગુણોના ધારક સમજવા.
આવા પરમ પુનિત ગુરુમુખમાંથી નીકળેલી જિનવાણી સંબંધમાં આવતા જીવોને પવિત્ર કરતાં કરતાં છેવટે મહાસાગર રૂપ બને છે; અને ગુરુ પોતે સમુદાય સાથે પરમાત્મરૂપી બની જાય છે. ગુરુ પાસેથી મળેલી પ્રસાદી એ મારી પોતાની માલિકીનો માલ નથી કે મૂડી નથી. આ પ્રસાદીની રસલ્હાણ મુમુક્ષુઓને કરવી, તે મારી ફરજ સમજી, મારા અલ્પાતિઅલ્પ ક્ષયોપશમ વડે હું આ અનાર્ય દેશમાં પ્રયાસ કરું છું.
પરમ તારક ત્રિભુવન વિભુ મહાવીર દેવ પરમાત્મા પાસેથી ગુરુ પ્રસાદી રૂપ ગૌતમસ્વામીજીને મળેલી ત્રિપદીમાંથી ઉદ્ભવેલું આ તીર્થ પરંપરાએ આપણને મળ્યું છે. તેમાં અનેક મહાપુરુષોએ સૂર પુરાવીને તેને સમૃદ્ધ કર્યું છે. તેમાંના અંશો આપણને ગુરુમુખથી મળ્યા છે. તેની રૂપરેખા સમાન વિધવિધ વિષયો ઉપર સ્વાધ્યાય કરાવવાનો લાભ મને આ દેશમાં પ્રાપ્ત થયો છે.
આ આધ્યાત્મિક પ્રવૃત્તિ હાથ ધરવામાં મારો એક માત્ર આશય છે કે – આપણું હૃદય પવિત્ર બને. આપણા હૃદયમાં ધર્મમંગલ પ્રગટ થાય. આપણા હૃદયમાં પ્રભુપ્રેમના અમૃતનું સિંચન થાય. આપણા હૃદયમાં જીવમાત્રના કલ્યાણરૂપ, મહાસમાધિસુખનું સર્જન થાય. પત્રાવલિ
૩૭૩
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org