________________
જાત અને જગત ઉપર વિજય પ્રાપ્ત કરવાનું એક માત્ર શસ્ત્ર છે – ક્ષમા. આ ક્ષમાને કોઈ શમ કહે છે, કોઈ ઉપશમ કહે છે, કોઈ શાનારસ કહે છે, કોઈ જીવનનો પરમ વૈભવ કહે છે, તો કોઈ તેને આત્માનું સાચું સૌંદર્ય કહીને બિરદાવે છે. ક્ષમા એ જ સૌંદર્ય, ક્ષમા એ જ સૌષ્ઠવ, ક્ષમા એ જ વૈભવ. માટે તો જ્ઞાની ભગવંતોએ ક્ષમાગુણના અપાર ગુણવાન ગાય છે. ક્ષમા શસ્ત્ર ઝરે ચર્ચા, : હિં #રિષ્યતિ . ૧0 યતિ ધર્મોમાં પ્રથમ છે - ઉત્તમ ક્ષમા. “ઈચ્છામિ ખમાસમણો માં ખમાસમણ'નું સંસ્કૃત “ક્ષમા-શ્રમણ યથાર્થ થાય છે.
આપણાં ધર્મશાસ્ત્રો સમ્યગુ જ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્મચારિત્રની સમુદિત સાધનાને મોક્ષનો માર્ગ કહે છે. આ ત્રણેને “ઉપશમ’ સાથે બહુ ગાઢ સંબંધ છે. આ ત્રણેયમાં પ્રથમ સ્થાને સમ્યગ્દર્શન
' ઉપશમ એ સમ્યગ્દર્શનનું લક્ષણ છે. સમ્યગ્દર્શનની રક્ષા માટે ઉપશમભાવ એ ચોકીદાર છે. આ સમ્યગ્દર્શન એ કલ્યાણવૃક્ષનું મૂળ છે. તે પુણ્યનગરનો દરવાજો છે અને નિર્વાણ મહેલનો પાયો છે. આ સમ્યગ્દર્શન સર્વ સંપત્તિઓનું નિધાન છે. સર્વ ગુણોનો આધાર છે, અને ચારિત્રરત્નને સાચવવા માટેની મંજૂષા (પેટી) છે. ઉપશમને ધક્કો મારીને ક્રોધાદિ કષાયો આત્મા ઉપર અડો જમાવી દે ત્યારે સમ્યગ્દર્શન પણ ઉચાળા ભરી ચાલી જાય છે. આ અનંતાનુબંધી કષાયનું આગમન એટલે સમ્યગ્દર્શનની વિદાય.
માટે, ક્ષમા અને માધ્યસ્થ ભાવ એ આપણો પોતાનો વૈભવ છે. ક્રોધ એ વિભાવની નીપજ છે. આ વાત મનમાં જો બરોબર ગોઠવાઈ જાય તો ક્રોધના તાવને ઉતારવા વારંવાર ઉપદેશના ઇન્જકશનની પણ જરૂર નહિ પડે. ક્ષમા એ વ્યવહાર નથી, જીવનમૂલ્ય છે; એ વેપાર નથી, પરમાર્થ છે.
શ્રી સિદ્ધર્ષિગણિએ, ઉપમિતિમાં આ ક્ષમાને “અનેક ગુણરત્નોની મંજૂષા' કહીને નવાજી છે. જૈન પંચતંત્ર નામના ગ્રંથમાં કહ્યું છે કે ક્ષમા જેવો કોઈ તપ નથી. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે ક્ષમાને સંયમરૂપી બગીચાને નવપલ્લવિત કરનાર નીક સમાન ગણી છે. યોગશાસ્ત્રમાં તેઓશ્રીએ લખ્યું છે કે “ત્રણ લોકના પ્રલયને રક્ષણ કરવા સમર્થ એવા તીર્થંકરદેવો પણ જે ક્ષમાનું શરણ સ્વીકારે છે, તે ક્ષમાનો આશ્રય આપણે કેમ નથી લેતા?
ઉપદેશ પ્રાસાદમાં ક્ષમાને સાધકનું આભૂષણ ગણવામાં આવ્યું છે.
ભાઈ, ક્ષમાદિ આત્મભાવોને જાણીને મેળવી લેવા અને પછી તેમાં જ રમ્યા કરવું તે સમ્યક ચારિત્ર. ક્ષમા મારી છે તેમ નહીં, હું પોતે જ ક્ષમા સ્વરૂપ છું આ ભાન થતાં સ્વરૂપના પ્રગટીકરણનો પુરુષાર્થ સ્કુરે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ દરેક વ્યક્તિનાં વૃત્તિ, વર્તન અને વ્યક્તિત્વ ઉપર ઘણી અસરો ઉપજાવે છે, પણ આપણા મનની ગંગામાં મલિન વમળો પેદા ના થાય, તે જોવાનું ડહાપણ આપણું છે. ઉપશમભાવના અરીઠા ઘસીને કષાયનો મેલ કાઢી આપણે હૃદયને પારદર્શક બનાવવાનું છે.
એક બીજી પણ વાત મનમાં નક્કી ધારી રાખવા જેવી છે કે મોંદયથી થતું નુક્સાન અનિવાર્ય છે; ક્રોધની થતું નુક્સાન નિવાર્ય છે. સ્વ-પરનું ભેદજ્ઞાન આવી જાય તો આપણું શ્રુતસરિતા
૩૬૨
પત્રાવલિ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org