________________
શ્રીનો ફાળો અનુપમ છે, અજોડ છે.
આપણું જીવન-મરણ અને પરલોક-ત્રણેને સફળ બનાવવાના અનેકવિધ ઉપાયો તેઓશ્રીએ આપણને દર્શાવ્યા છે. મૃત્યુલોકમાંથી મુક્તિલોકમાં જવા માટેનું ભાથું તેઓશ્રીએ આપણને વહેંચ્યું છે, કે જેના વડે આપણો જીવનપથ અને જીવનરથ જ્ઞેય-હેય અને ઉપાદેયરૂપ અલંકારો વડે શણગારી શક્યા છીએ. તેઓશ્રીએ લખેલ વિવેચનાત્મક પુસ્તકો પણ તેઓશ્રીની વિદ્વત્તા અને પાંડિત્યના પુરાવા છે. એક પ્રચલિત સુભાષિત :
पदे पदे निधानादि, योजने रसकुंपिका । भाग्यहीना न पश्यन्ति, बहुरत्ना वसुंधरा ||
જૈનજગતની વસુંધરાનું આ અણમોલ રત્ન સમાન પૂ. શ્રી પંડિતજી સાથે આપણો સંયોગ, એ આપણા પ૨મ ભાગ્યની સાક્ષી પૂરે છે. તેઓશ્રી થકી શ્રુતજ્ઞાનનો સાગર આપણને સૌને સુગમ અને સુલભ રીતે સાંપડ્યો છે.
સરળતા, સમતા, સમભાવિતા, સમદર્શિતા, સૌમ્યતા, સહૃદયતા, સજ્જનતા, સૌજન્યતા, સત્યાગ્રહતા, નમ્રતા, નિસ્પૃહતા, વાત્સલ્યતા, પ્રેમાળતા, નિરહંકારિતા, પ્રોત્સાહિતા, નિત્યનૂતનતા આદિ ગુણસાગરની રત્નસમૃદ્ધિનું પૂ. શ્રી પંડિતજી સંગમસ્થાન છે. આપણા સૌ માટે તેઓશ્રી ગુણાનુવાદનું એક અનોખું સ્થિર અને સ્થાયી સ્મારક છે, અને તેઓશ્રી આપણા હૃદયનિકેતનમાં સન્માનપૂર્વક બિરાજે છે.
તેઓશ્રીના પરમ ઉપકારી માતા-પિતાને પ્રણામ. તેઓશ્રીના સહધર્માચારિણી તથા પરિવારનું અભિવાદન. તેઓશ્રીનું સ્વાસ્થ્ય નિરોગી અને નિરામય બની રહે તેવી શાસનદેવને પ્રાર્થના. ધર્મલાભનો ટેકો લઈને નરક-તિર્યંચ ગતિ ટાળવા અને મોક્ષભાવનો ટેકો લઈને દેવ-મનુષ્ય ગતિ ટાળવી, આપણી રત્નત્રયીની આરાધનામાં પૂ. શ્રી પંડિતજીનું સાનિધ્ય અને માર્ગદર્શન, અવિરત ઉજમાળ બની, સ્વ-પરનું કલ્યાણ સાધનારું બની રહે તેવી શુભાભિલાષા.
સુવર્ણચંદ્રક એનાયત પ્રસંગે અપાર શુભેચ્છાઓ સાથે -
* * * * * પત્રાવલિ-૬૦
લિ. રજની શાહ
સંયોગ તેનો વિયોગ તે જગત સ્થિતિનો અબાધિત નિયમ છે
સોમવાર, તા. ૪થી ડિસેમ્બર, ૨૦૦૬ વીર સંવત ૨૫૩૩ ને માગસર સુદ ૧૫
શ્રી સંભવનાથ ભગવાન દીક્ષા કલ્યાણક શુભ દિન.
પરમ ભાવશ્રાવિકા બેન શ્રી,
સ્વજનની ઓચિંતી વિદાય, સ્વજનનો અણધારો વિયોગ અને સ્વજનની કાયાનું ઓચિંતું વિસર્જન આપણામાં ઘેરા વિષાદની-વ્યથાની-વિષમતાની લાગણીઓ પેદા કરે છે. કર્મસત્તા આગળ દરેક જીવ લાચાર છે, મજબૂર છે. શ્રુતસરિતા
Jain Education International 2010_03
૩૬૪
For Private & Personal Use Only
પત્રાવલિ
www.jainelibrary.org