________________
દેવ, ગુરુ, શાસ્ત્રાદિ, દહીં થવામાં દૂધ તે ઉપાદાન છે, ‘મેળવણ' તે નિમિત્ત છે.
વ્યવહાર અપલાપ કરનારા એકાન્તિ નિશ્ચયવાદીઓ માત્ર ઉપાદાનને જ સ્વીકારે છે, માને છે, મનાવે છે, તે ઉચિત નથી. માત્ર ઉપાદાનને આગળ કરીને, ‘નિમિત્ત’ પર છે. તેની માત્ર અનુકૂળ હાજરી છે, વગેરે માનવું મિથ્યાત્વથી ભરેલું છે. તેઓનું એકાન્ત કથન એવું હોય છે કે રત્નત્રયી આદિ ગુણોની સંભાળ કરવાથી આત્માનું કલ્યાણરૂપ કાર્ય થાય છે, અને બધાં નિમિત્તો પર છે, માત્ર હાજર જ હોઈ, ઉપકારી નથી. આપણે આવી વિચારસરણી સ્વીકારવી પણ નહીં, અને જ્યાં આવી વિચારસરણીની પ્રધાનતા હોય તેવા સ્થળોથી/સ્વાધ્યાયથી દૂર રહેવું.
જીવની પૂર્ણ શક્તિ તે ઉપાદાન છે. તેની ઓળખાણ કરે તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ઉપાદાનકારણ પ્રગટે અને મુક્તિ થાય. નિશ્ચયથી જીવનો મૂળ સ્વભાવ જ મુક્તિ કરવાનો છે, તે અંતરમાંથી શક્તિ અને મુક્તિ પ્રગટે છે; પરંતુ વ્યવહારથી એ પણ સાથે સાથે બરોબર સમજવું કે દેવ-ગુરુ-ધર્મ નામની તત્ત્વત્રયીના નિમિત્તનું સેવન કરવાથી શક્તિ અને મુક્તિ પ્રાગટ્ય પામે છે. છ આવશ્યકાદિના અભ્યાસ, જ્ઞાનયોગ અને ધ્યાનયોગ ઉપર આરૂઢ થતાં મુક્તિયોગ પ્રગટ થાય છે. માટે વ્યવહારથી નિમિત્તકારણને પણ સાથે ગણવું જોઈએ. આપણા મનમાં એવો પ્રશ્ન ઊઠે કે ઉપાદાન અને નિમિત્ત આ બે પૈકી વધુ બળવાન કોને ગણવું ? અપેક્ષાએ વિચારતાં કોઈક પ્રસંગે ઉપાદાન બળવાન હોય, તો કોઈક પ્રસંગે નિમિત્ત મજબૂત હોય. આત્મશક્તિમાં (ઉપાદાનમાં) ફળ-પ્રાપ્તિનો સુયોગ્ય વિકાસ જ્યાં સુધી ના થયો હોય, ત્યાં સુધી નિમિત્ત મજબૂત છે તેમ સમજવું તેનાથી ઊલટું, ઉપાદાન વિકસિત હોય છે, ત્યારે ઉપાદાન બળવાન છે. એક મીઠી કેરીને જોતાં, સાધુ ભગવન્ત (વિકસિત ઉપાદાન)ની આંખમાં પાણી આવે છે (ચિંતન : આ કેરીમાં રહેલ વનસ્પતિકાયનો જીવ ક્યારે પ્રગતિ પામતો પામતો અંતિમ ફળ મોક્ષને પામશે); જ્યારે આપણને (ઉપાદાન અવિકસિત) કેરી જોતાં જ તેની મીઠાશનું ચિંતન થતાં જ મોંમાં પાણી આવે છે.
ટૂંક સાર એટલો લેવો કે કોઈ પણ કાર્યની સિદ્ધિ ઉપાદાન અને નિમિત્તના સહયોગથી જ થાય છે. ઉપાદાનની યોગ્યતા અને તે યોગ્યતા પ્રગટ કરવામાં સહાયક બળ તે નિમિત્ત છે. દા.ત., શ્રી મહાવીર સ્વામીને તેઓના ત્રીજા ભવમાં (ત્રિદંડી મરિચી) શ્રી આદીશ્વર પ્રભુ (કે જેઓ શ્રી મરિચીના દાદા હતા)નું ભવ્ય નિમિત્ત મળ્યું હતું; પરંતુ શ્રી મહાવીર સ્વામીના જીવે તે વેળાએ પોતાની ઉપાદાન શક્તિ ખીલવી નહીં, તેથી ફળ-પ્રાપ્તિ (મોક્ષ) થઈ શકી નહીં. નિમિત્ત અને ઉપાદાનનો યોગ બંનેનો સહયોગ થતાં જ ફળ આપોઆપ બેસી જાય છે.
જગતનું સ્વરૂપ બે નયથી (એટલે કે ઉભય સ્વરૂપ) જ ભરેલું હોય છે. દ્રવ્ય-ભાવ, વ્યવહાર નય અને નિશ્ચય નય. આપણામાં ધર્મ સમજવાની યોગ્યતા (ઉપાદાન) હોવા છતાં ધર્મ પમાડનાર ગુરૂના સંયોગ વિના જ્ઞાન-પ્રાપ્તિ થતી નથી. જીવમાં નિશ્ચય નયથી સ્વતંત્ર પણે ગતિ કરવાની ઉપાદાન
શક્તિ હોવા છતાં નિમિત્ત એવા ધર્માસ્તિકાય દ્રવ્યની આવશ્યકતા તો રહે જ છે. લંગડો માણસ પોતાની યોગ્યતાથી (ઉપાદાનથી) લાકડીના નિમિત્તથી ચાલી શકે છે; પરંતુ લાકડી વડે જ ચાલી
પત્રાવલિ
Jain Education International 2010_03
૩૬૭
For Private & Personal Use Only
શ્રુતસરિતા
www.jainelibrary.org