________________
આ બન્ને પરિસ્થિતિમાં ક્રોધથી કાર્યસિદ્ધિ તો વધુ દૂર જ થાય છે. સોનાની લગડી પણ જો લાલચોળ તપાવીને આપવામાં આવે તો એને હાથમાં કોણ ઝાલશે ? સામાને સ્વ-વાત સમજાવવા માટે પણ ક્રોધ નહીં, બબ્બે શાંતિ જ ઉપાયરૂપ નીવડે છે. ક્રોધના ધમધમાટમાં વાતની તથ્થતા અને યુકિતસંગતતા છવાઈ જાય છે. ભાઈ, એક સુંદર દેાંત આપને જણાવું. ઠંડી હથોડી તપેલા લોખંડને ઈચ્છા મુજબનો ઘાટ આપી શકે છે, પણ તપેલું લોખંડ ઠંડી હથોડીને નહીં. આ વાસ્તવિક્તાને હંમેશાં આપણે યાદ રાખવા જેવી છે.
સાધુ ભગવંતની ભિક્ષાના ૪૨ દોષોમાંથી એક દોષનું નામ “ક્રોધપિંડ છે. ક્રોધથી ભય પમાડીને, ધમકી આપીને કે શાપ દઈને સાધુ ભિક્ષા પ્રાપ્ત કરે તો તે ભિક્ષાનું નામ “ક્રોધપિંડ' છે. તે શ્રમણને અકથ્ય છે.
ભાઈ, ઉપદેશમાલા' નામના ગ્રંથના ૩૦૨મા શ્લોકમાં ક્રોધના અનેક સમાનાર્થ નામો આપવામાં આવ્યા છે. તેમાં એક નામ છે : અનુશય. અનુશય = પ્રાયશ્ચિત્ત. ક્રોધ કર્યા પછી હંમેશાં પ્રશ્ચાત્તાપ થાય છે, તેથી જ ક્રોધનું નામ જ રાખ્યું - અનુશય.
ભાઈ, ક્રોધની જગ્યા ઉપર ક્ષમાગુણને કેળવજો. સર્વે નવા મવશ – દરેક જીવ પોતપોતાના કર્મોને વશ વર્તે છે. માધ્યસ્થ ભાવ અત્યંત જરૂરી છે. આચારાંગ સૂત્ર સ્પષ્ટ ફરમાવે છે.
संसार छेत्तुमनो, कम्मं उम्मूलाए तदठाए ।
उम्मूलिज्ज कसाया, तम्हा चयिज्ज सयणाई ॥ અર્થ : સંસારનો છેદ કરવાની ઇચ્છા હોય તો કર્મનું ઉમૂલન કરો. કર્મનું ઉમૂલન કરવા કષાયનું ઉમૂલન કરો. કષાયનું ઉમૂલન કરવા સ્વમતનો ત્યાગ કરો.
આપશ્રી સ્વાથ્ય ખૂબ સાચવજો. મનને સંતાપ કે સંવાદમાં જવા દેતા નહીં અને વિખવાદ થવા દેતા નહીં. મારી શુભેચ્છાભરી પ્રાર્થના સમગ્રતયા આપ પરિવારની સાથે જ છે.
લિ. આપનો ભાઈ,
રજની શાહ
પત્રાવલિ-૫૮ ક્રોધે ક્રોડ પૂરવતણું સંયમ ફળ જાય
શુક્રવાર, તા. ૨૧મી જૂન, ૨૦૦૨
વીર સંવત ૨૫૨૮ને જેઠ સુદ ૧૦ ઔપથમિક ભાવની પ્રાપ્તિ માટે સક્ષમ પુરુષાર્થીશ્રી,
પ્રણામ - જય જિનેન્દ્ર.
ક્રોધથી બળી ઝળીને ખાખ થતા દુઃખિયારા જીવોને કરુણાના ભંડાર સમા મહર્ષિઓ કેવી રીતે જોઈ શકે? ઉપશમ અને ક્ષમાની ચિંતનધારા રૂપી બંબાના જલપ્રવાહથી આ આગને ઠારવા જ્ઞાનીઓ ખૂબ મથ્યા છે. તેઓ કહે છે કે તે ફરમાવે છે કે પાયજિ: વિશન મુ#િવ ા કષાયમુક્તિ એ જ સાચી મુક્તિ છે. પત્રાવલિ
૩૬ ૧
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org