________________
જંગમ તીર્થો છે, જ્યારે શત્રુંજય આદિ સ્થાવર તીર્થો છે. કોઈક સમયે મુખ્ય રૂપે અને બીજા સમયે ગૌણરૂપે અથવા અમુક જીવને મુખ્યરૂપે અને અમુક જીવને ગૌણરૂણે આ બન્ને પ્રકારનાં તીર્થો આત્મકલ્યાણ કરાવનારા, આશ્રવમાર્ગનો ત્યાગ કરાવીને સંવરધર્મને મેળવાવનારા યાવતુ કર્મોનો સર્વથા ક્ષય કરાવીને મોક્ષપ્રાપ્તિ કરાવવામાં આ બે તીર્થ સિવાય અન્ય એકેય સાધન નથી. માટે, આ બને (સ્થાવર અને જંગમ) તીર્થોના પદપંકજમાં બેસી આત્માને અતિ ભાવિત કરવાનું લક્ષ્ય રાખશો.
સંવર ધર્મને વધુ સમૃદ્ધ કરવા માટે, અંતર્યાત્રાની સાચી દિશા પકડવા માટે અને આત્મધર્મના આરાધક બનવા માટે, દુષ્કતની ગહ, સુકૃતની અનુમોદના અને ચતુઃ શરણગમનના તારક ત્રિવેણી સંગમમાં નિરંતર સ્નાન કરજો, અને આત્મસ્નેહને આત્મસાત્ કરી સ્વસ્વરૂપનો આવિર્ભાવ કરશો.
ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકાગ્રતા વડે દરેક યાત્રા ક્રશો અને અનુભવ-અનુભૂતિ પામતા રહેશો. અનુભવજ્ઞાન ઇન્દ્રિયોના માધ્યમમાં રહેતું નથી; તે તો આત્માની અનુભૂતિમાં જ રહેવાનું અને તેને આચરણરૂપી તીજોરીમાં રાખવાનું. વૃત્તિને સ્પર્શેલું જ્ઞાન પ્રવૃત્તિમાં અને છેવટે નિવૃત્તિમાં સ્થિર થઈ ઘાતીકનો ચરઘાણ અવશ્ય ક્યું છે. આની ફલશ્રુતિ વડે જ પુદ્ગલની પ્યાસ, સુખની આશ અને વિષયોનો વિકાસ વિરમશે અને મોક્ષનો અભિલાષ પ્રગટ થશે.
આપ સૌના નવાણું યાત્રાના પ્રયાસની હું અપાર અપાર અનુમોદના કરું છું અને આપને મારા અસીમ ધન્યવાદ. સઘળી ક્રિયાઓ કરતાં કરતાં ચાર દોષો (દગ્ધ, શૂન્ય, અવિધિ અને અતિપ્રવૃત્તિ) સેવાઈ ના જાય તેની પૂરી કાળજી રાખશો.
સિદ્ધાચળના શિખર ઉપર દીપક સમાન બિરાજતા અલબેલા શ્રી આદીશ્વર પ્રભુને મારા ચરણસ્પર્શ અને ભાવભરી વંદનાઓ.
તીર્થના ગુણોરૂપી મોતીઓની માળા આ નવાણું યાત્રાને પૂજારૂપે બનાવી કંઠમાં સ્થાપન કરશો. સદ્ગુરુનો સમાગમ, મિથ્યાત્વનો અપગમ, સમક્તિનો અભિગમ અને રત્નત્રયીનો સંગમ આપશ્રી પરિપૂર્ણપણે પામો તેવી મારી અભ્યર્થના અને મંગલ મનીષા.
લિ. આપનો સાધર્મિક ભાઈ,
રજની શાહ
પત્રાવલિ Jain Education International 2010_03
૩૫૭ For Private & Personal Use Only
શ્રુતસરિતા www.jainelibrary.org