________________
અનંત સંસારની અનંત માયામાં ફસાયેલો આપણો આત્મા અનેક કે અનંત માતા-પિતા, પતિપત્ની, ભાઈ-બહેન, પુત્ર-પુત્રી, પુત્રવધૂઓ કે જમાઈઓને પોતાના આત્મીય બનાવ્યા છે. માણસને
જ્યાં સુધી મોહ અને અજ્ઞાનનો નશો હોય છે, ત્યાં સુધી પોતાના ચાલુ ભવને શણગારવામાં જ આખી જિંદગી ખપાવી દે છે. સતત અંતરમાં યાદ રાખવું કે આ સંસાર તો આ ભવ પૂરતો જ છે અને પ્રાયઃ આ ભવના સંસારનો એકેય સભ્ય આપણને પરભવમાં ઉપયોગમાં આવવાનો નથી. “આપ મૂએ મર ગઈ દુનિયા' એટલે કે આપણે મૃત્યુ પામીએ પછી આ દુનિયા (સંસાર) આપણા માટે પણ મૃત્યુ પામી જાય છે. ખેલ જેમ ખતમ થઈ જાય તેમ આ ભવનો ખેલ ખતમ થઈ જતાં આ ભવ ઉપર પડદો પડી જાય છે. મદારીનો ખેલ પૂરો થતાં જેમ મદારી ખેલ કરવા માટે બીજા બજારમાં જાય છે. તેમ જ આપણો જીવ આ ભવની શ્રીમંતાઈ કે ગરીબાઈ, સત્તા, સંપત્તિ, હીરા-મોતીના દાગીના, અને પતિ-પત્ની-પરિવાર આદિની સાથે ખેલાતી કે ખેલાયેલી રામલીલા સમાપ્ત કરી બીજા બજારમાં (પરભવમાં) જાય છે. આમ, બેન, આખો ય સંસાર આપણને જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે ઉઘાડેલા પુસ્તકની જેમ પ્રત્યક્ષ છે.
કર્મપ્રકૃતિની અપેક્ષાએ, માનવશરીર મેળવેલો જીવાત્મા આ ભવ પૂરતી સંસારની માયામાં કરજદાર બનીને આવ્યો છે. તો કરજ ચૂકવીને અને લેણદાર બનીને આવ્યો હોય તો લેણું વસૂલ કરીને જીવનનો અંત આવેથી સંસારના બીજા બજારમાં જાય છે. બસ, આનું જ નામ ભવભ્રમણ. આવી વિચારણાને કેન્દ્રમાં રાખી આપણે સૌએ આપણું જીવન ઘડવું જોઈએ.
આવી પડેલ આપ પરિવારનું દુઃખ હળવું થાય અને આપ સૌની અધ્યાત્મ રુચિ પ્રગટે તેમજ અધ્યાત્મ માર્ગમાં સ્થિર થાઓ તે એક માત્ર શુભાશયથી હું પત્ર લખું છું. મારા પ્રયાસને સફળતા અપાવવાનું કામ આપ સૌનું છે. સત્વરે સ્વસ્થ થાઓ તેવી શુભેચ્છા.
લિ. આપનો ભાઈ
રજની શાહ * * * * *
પત્રાવલિ-પર મોહરાજાનું વ્યાપક સામ્રાજ્ય (આઠ અંકની વિશેષતા)
બુધવાર, તા. ૧૪મી માર્ચ, ૨૦૦૧
વીર સંવત ૨પર૭ને ફાગણ વદ ૫
શ્રી ચન્દ્રપ્રભુ સ્વામી ચ્યવન કલ્યાણક શુભ દિન. બેનશ્રી,
પ્રણામ - જય જિનેન્દ્ર - સંસારસાગર પાર ઊતરવા દેહરૂપી સંયમનૌકા આપને આ ભવમાં આપનાર આપના પૂ. પપ્પા-મમ્મીને અને પૂ. બાને ભાવવિભોર હૈયે સાદર વંદન. શ્રુતસરિતા
પત્રાવલિ
૩૪૮
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org