Book Title: Shrutasarita
Author(s): Rajnibhai C Shah
Publisher: Narendra Mulchand Shah Mumbai

View full book text
Previous | Next

Page 376
________________ બંધાતો જાય છે. જેમ પોપટની મુક્તિનો ઉપાય પવનચક્કીને છોડવામાં આવે, તે આપણી મુક્તિનો ઉપાય મોહને ઘટાડવામાં છે, છેદ કરવામાં છે, ભેદ કરવામાં છે. વિચાર કરતાં જણાય છે કે મોહ કરતાં બીજો કોઈ પણ બળવાન શત્રુ નથી, માટે પ્રબળ પુરુષાર્થ કરીને પણ તેને જીતવો જોઈએ. આ સંસારરૂપ કૂવાના મોહરૂપ કાદવમાં અનાદિ કાળથી જગત ખૂંચેલું છે, તેનો આત્માના જ્ઞાન અને ધ્યાન વડે ઉદ્ધાર કરવો. મોહથી કર્મબંધ થાય અને કર્મબંધથી દુ:ખ થાય છે, માટે મોહ એ જ મોટો શત્રુ છે, આ વાતને બરોબર અંતરમાં રાખવા જેવી છે. બંને બાળકોની આપની ફરજો ઉમંગથી અને સહિષ્ણુતાપૂર્વક બજાવજો. આત્માના આરોગ્યના ઔષધ સમા શ્રેષ્ઠ સદ્ભાવનાના સરવાળા, અસદ્ ભાવનાની બાદબાકી, પરભાવ-પરચિંતનના ભાગાકાર અને સ્વભાવદશા-આત્મદશાના ગુણાકારનું અંકગણિત આપ પરિવારના જીવનમાં બેસે તેવી પ્રાર્થના. * * પત્રાવલિ Jain Education International 2010_03 * * * પત્રાવલિ-૫૩ તપનું વિવિધ વિધાન લિ. આપનો ભાઈ, રજની શાહ શનિવાર, તા. ૧૧મી ઑગસ્ટ, ૨૦૦૧ વીર સંવત ૨૫૨૭ ને શ્રાવણ વદ ૭ શ્રી શાન્તિનાથ પ્રભુ ચ્યવન કલ્યાણકદિન શ્રી ચન્દ્રપ્રભ સ્વામી નિર્વાણ કલ્યાણકદિન શ્રેયસ્કર શ્રાવકશ્રી, શ્રાવિકાશ્રી તથા પરિવાર - પ્રણામ - જય જિનેન્દ્ર - આપ પરિવારની ક્ષેમકુશળતા ચાહું છું. કર્મસંબંધરહિત, જ્ઞાનતત્ત્વ, અમર, સહજ સ્વરૂપ સિદ્ધ પરમાત્માને, મારા આત્મસ્વરૂપની પ્રાપ્તિ અર્થે, હું નમન કરું છું. પુણ્યનું પોષણ અને પાપનું શોષણ કરવાની અનુપમ અને અજબગજબની ક્ષમતા ધરાવતા પર્વાધિરાજની પધરામણી થઈ રહી છે. પરિ+ઉષન્ શબ્દની સંધિ વડે ‘પર્યુષણ' શબ્દ બને છે, કે જેનો અર્થ છે ‘સમગ્રતયા આત્મામાં વસવું તે.’ એટલે કે આ પર્વ દરમિયાન સાવદ્ય વ્યાપારના (સંસારનાં) કાર્યોનો ત્યાગ અને જિનેશ્વર પ્રણીત માર્ગનું અનુષ્ઠાન. આત્મસાક્ષી, ગુરુસાક્ષી અને દેવસાક્ષી વડે પ્રત્યાખ્યાનપૂર્વક પ્રણિધાન. રાઈ પ્રતિક્રમણથી દિનનો પ્રારંભ થાય, ત્યાર બાદ જિનપૂજા, અનુકૂળ તપ, ધાર્મિક વાચન, વ્યાખ્યાન, સામાયિક, કાઉસગ્ગ, અનુપ્રેક્ષા, ધ્યાન, ચૌવિહાર, દેવસિ, પ્રતિક્રમણ આદિ ક્રિયાઓ આપણે ઉલ્લાસભેર આદરવાની છે. આ પર્વ દરમિયાન, કાયાને શણગારવાને બદલે આત્માને શણગારવા તરફ લક્ષ્ય કેળવવું અને સ્વસ્થ (સ્વમાં અસ્થ) બનવું, એ જ આ પર્વનો સુગમ સંદેશ છે. ૩૫૧ For Private & Personal Use Only શ્રુતસરિતા www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474