________________
વર્તમાન ચોવીસીના આઠમા તીર્થંકર શ્રી ચન્દ્રપ્રભુ સ્વામીનો ચ્યવન કલ્યાણક શુભ દિન છે. સામુદ્રિક શાસ્ત્રમાં “ચન્દ્રને મનનો કારક એટલે મનની શાંતિ માટેનો ગ્રહ ગણાય છે. “સોમ'નો અર્થ ચન્દ્ર થાય છે, માટે સોમવાર છે. અંગ્રેજીમાં 'Moon-day' શબ્દમાંથી કાળક્રમે એક ‘o' નીકળી જવાથી, અત્યારે આપણે શબ્દ 'Mon-day' લખીએ છીએ. મનની શાંતિ માટે શ્રી ચન્દ્રપ્રભ સ્વામીનો આશ્રય લેવાનું શાસ્ત્રોકત વિધાન છે. બીજું, આ તીર્થકર પ્રભુનો ક્રમાંક ચોવીસ પૈકી “આઠમો' છે. “આઠ'નો અંક જ્યારે આપણે ગુજરાતીમાં લખીએ (૮) ત્યારે એકથી નવ (૧,૨,૩,૪,૫,૬,૭, ૮,૯)માં એક આઠ' નો જ અંક એવો છે કે જેનું એક પાંખિયું ઉપર સિધ્ધશિલા (મોક્ષ)ની તરફની દિશા દર્શાવે છે. અંગ્રેજી ભાષામાં પણ એકથી નવ લખીએ તો એક માત્ર આઠ (8) નો જ અંક એવો છે કે જે લખતાં જયાંથી શરૂ થયો હોય તે જ બિંદુ ઉપર પૂર્ણ થાય છે. આમ, આઠ એ પૂર્ણ અક્ષર છે, અને પૂર્ણપદ એ મોક્ષ-અવસ્થા (આઠ ગુણ યુક્ત સિદ્ધ) છે. માટે, “આઠ'નો અંક મોક્ષગામી છે, પરમ પદનો સૂચક છે. માટે, પૂજા અષ્ટપ્રકારી (આઠ-પ્રકારની) હોય છે; કર્મોના પ્રકાર પણ આઠ છે, સિદ્ધિઓ આઠ છે (અડસિદ્ધિ દાતાર); નવકાર મહામત્રના પદ નવ હોવા છતાં આઠ શ્વાસમાં જ ગણવાનો નિયમય છે (આઠ સંપદાથી પરમાણો; “સંપદા' એટલે શ્વાસ) અને આઠનો અંક મંગલ હોઈ, રવિવારથી શનિવાર સુધી દિવસો કુલ સાત હોવા છતાં “સાતવાડિયું” ના બદલે “અઠવાડિયું' બોલાય છે.
બેન, ત્રીજાં કારણ, જૈન દર્શનમાં ચોવીસે તીર્થકર ભગવન્તોના અધિષ્ઠાયક ચોવીસ યક્ષ (દેવ) અને ચોવીસ (યક્ષિણી) દેવીઓ હોય છે. આ બધા જ દેવ-દેવીઓ પૈકી શ્રી ચક્રેશ્વરી દેવી (શ્રી આદિશ્વર પ્રભુના અધિષ્ઠાયી દેવી), શ્રી પદ્માવતી માતાજી (શ્રી પાર્શ્વનાથ પ્રભુના અધિષ્ઠાયી દેવી), (શ્રી અંબિકા માતાજી), (શ્રી નેમિનાથ ભગવાનના અધિષ્ઠાયી દેવી)ની સાથે સાથે શ્રી ચન્દ્રપ્રભ સ્વામીની અધિષ્ઠાયી દેવીશ્રી વાલામાલિની પણ આપણા જેવા સાધમિકોને સહાય કરવા સદા તત્પર હોય છે, અતિ જાગ્રત દેવી તરીકે ગણાય છે. ચોથું કારણ, આ પ્રભુનું લાંછન પણ “બીજનો ચન્દ્ર' નો આકાર હોઈ, તે લાંછનનું દર્શન આકારની દૃષ્ટિએ “સિદ્ધશિલા’નો આકાર દર્શાવે છે, અને બીજનો ચન્દ્ર' એટલે આપણા મનમાં (ચન્દ્રમાં) મોક્ષનું બીજ રોપવાનું સફળ કાર્ય કરે છે. પાંચમું કારણ, ચોવીસે તીર્થકરોના વિવિધ વર્ણમાં (રંગમાં), આ પ્રભુની કાયાનો વર્ણ “શ્વેત-સફેદ” છે, તે પણ અપેક્ષાએ શુભકારી ગણાય છે, કારણ કે પંચ પરમેષ્ઠિમાં અરિહંત પરમાત્માનો વર્ણ શ્વેત છે.
શ્રી મયૂરભાઈના આકસ્મિક વિયોગ-વિદાયના કારણે સર્જાયેલી આપ પરિવારની પ્રવર્તમાન પરિસ્થિતિમાં મારી શ્રી ચન્દ્રપ્રભ સ્વામીને પ્રાર્થના :
“ચાંદલિયાની ચાંદની જેવા, શીળા ચન્દ્રપ્રભ સ્વામી, લક્ષ્મણ રાણીના નંદન, તમે સૃષ્ટિના અચર્યામી.
સ્નેહસુધા વરસાવો સ્વામી, પાપ-તાપને આપ હરો,
વિષય વિકારમાં ડૂબેલા આ, આતમના સંતાપ હરો.” પરમાવલિ
३४८
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org