________________
પત્રાવલિ-૫૧
પ્રભુના કલ્યાણકનો મહિમા
બુધવાર, તા. ૭મી માર્ચ, ૨૦૦૧ વીર સંવત ૨૫૨૭, ફાગણ સુદ ૧૨ શ્રી મલ્લિનાથ પ્રભુ નિર્વાણ કલ્યાણક અને શ્રી મુનિસુવ્રત સ્વામી દીક્ષા કલ્યાણક શુભદિન.
ધર્માનુરાગી સમભાવી બેનશ્રી,
પ્રણામ - જય જિનેન્દ્ર - પરમ પૂજનીય અને પાવનીય આપના પૂ. પપ્પા-મમ્મીને તેમજ પૂ. બાને મારા પાદસ્પર્શભર્યા પ્રણામ.
શ્રુતસરિતા
Jain Education International 2010_03
આજના શુભ દિને બે તીર્થંકર ભગવંતોના કલ્યાણક છે. અનાદિ કાળથી થયેલી અને અનંત કાળમાં થનાર ચોવીસીઓના ચોવીસે તીર્થંકર ભગવંતોના કલ્યાણકોની તિથિ એકસરખી જ આવે છે. એટલે કે દા.ત., ફાગણ સુદ ૧૨ના રોજ અન્ય બે તીર્થંકર ભગવન્તના નિર્વાણ અને દીક્ષા કલ્યાણક દરેક ચોવિસીમાં હોય જ છે. માટે, બેન, આ કલ્યાણકના દિનને પણ યાદ કરી જે તે પ્રભુનું નામસ્મરણ હંમેશાં આપણા અંતરાય કર્મોને હળવાશ કરે છે. ચ્યવન(ગર્ભ), જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ - આ પાંચ દિવસ ને ‘કલ્યાણક દિન’ તરીકે ઊજવાય છે. આના જ ઉપરથી ‘પંચ કલ્યાણક પૂજા' ભણાવવામાં આવે છે. મારા અંતરાય કર્મો હળવા થાય એવી ભાવના ભાવવાથી હળવા થાય નહીં, તે માટે આવી કલ્યાણકો આદિ શાસ્ત્રોક્ત વિધિથી કર્મો હળવા થાય. કલ્યાણકના દિને જે તે તીર્થંકર ભગવંતનું નામ-સ્મરણ કરતાં જ તેઓના યક્ષ-યક્ષિણી (અધિષ્ઠાયક દેવ-દેવી) આપણને સહાય કરવા તત્પર થાય છે.
બેન, શ્રી મલ્લિનાથ ભગવાન આ ચોવીસીમાં ૧૯મા તીર્થંકર હતા. તેઓ, અપવાદ રૂપે, સ્ત્રી અવતારે હતા. બાકીના ૨૩ તીર્થંકરો પુરુષ અવતા૨ે હતા. ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં ભોંયણી તીર્થમાં આ પ્રભુ મૂળનાયક સ્વરૂપે બિરાજે છે :
‘રાજા કુંભ ને પ્રભાવતીના, કુળની કીર્તિ વધારી તમે, મલ્લિ જિનેશ્વર સ્ત્રી તીર્થંકર, બન્યા'તા વિસ્મયકારી તમે, ઓગણીસમા તીર્થંકરની, આરાધના ભવથી તારી દે, ભોયણી મંડણ પ્રભુ-જાપથી, સુખ મળતાં સંસારીને.’
વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામી શ્યામ વર્ણના હતા. તેઓ વૈરાગ્યના કારક અને શિન ગ્રહદશાના નિવારક ગણાય છે. સૂર્ય-ચંદ્ર-મંગળ-બુધ-ગુરુ-શુક્ર અને શશિન. આ સાતે ગ્રહોમાં વધુમાં વધુ માઠી (અસર), ખરાબ પરિસ્થિતિ ઊભી કરનાર શનિ ગ્રહ ગણાય છે. આ સાતે ગ્રહોમાં અત્યંત ધીમી ગતિએ પરિભ્રમણ કરતો ગ્રહ પણ શનિ છે. એક રાશિ પૂરતી કરતાં ૨'/ વર્ષ તેને લાગે છે, અને બીજું આગવું લક્ષણ આ શનિ ગ્રહનું એ છે કે એ જે રાશિમાં ભ્રમણ કરતો હોય, તે રાશિની
પત્રાવલિ
www.jainelibrary.org
૩૪૬
For Private & Personal Use Only