________________
આ સાથેની નોંધમાં લખ્યા મુજબ, આ પૂજા સમજી વિચારી આપણે આપણા ભાવિ જીવનના અંતરાયો દૂર કરવાના છે. અંતરાયો બંધના હેતુઓ અને દૂર કરવાના હેતુઓથી સભર આ આખી પૂજા છે. પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા અને મરણને નિવારનાર એવા શ્રી વીર પરમાત્માની આ કર્મ બાંધવાનાં કારણોનો ઉચ્છેદ કરવા માટે જ આ પૂજા ભણાવવામાં આવે છે. અનાદિકાળથી સહજ એવા કર્મોરૂપી કલંકનો નાશ કરનાર એવા અને નિર્મળ ભાવરૂપી સુગંધ વડે સુવાસિત એવા ચંદન વડે અનુપમ ગુણશ્રેણીને આપનાર શ્રી જિનેશ્વર પરમાત્માની ભાવપૂર્વક પૂજા કરશો.
અષ્ટપ્રકારી પૂજામાં આ અંતરાય કર્મ બંધાયા વડે આવી પડેલાં દુઃખો અને આ અંતરાય કર્મના નિવારણ બાદ પ્રાપ્ત થયેલાં સુખો - આ બંને સમજાવવા અનેક દષ્ટાંતો આ પૂજામાં સમાવિષ્ટ કરવામાં આવેલાં છે. દા.ત., સોમશ્રી બાહ્મણી મુક્તિપદ પામી, દાનગુણે કરી તુંગીયા નગરીના શ્રાવકના તારો વાચકો માટે હંમેશાં ખુલ્લાં રહેતાં, વણિકપુત્રી લીલાવતી માલતીનાં પુષ્પો વડે પ્રભુને પૂજી લાભાંતરાયનો ક્ષય કરી નિર્વાણપદ પામી, ઢંઢણમુનિને પૂર્વભવમાં પશુઓને અંતરાય કરેલ હોવાથી ગોચરી નથી પ્રાપ્ત થતી, શ્રી આદીશ્વર પ્રભુ સંયમભાવ ધારણ કર્યા પછી એક વર્ષ સુધી આહાર પામ્યા ન હતા (વરસીતપ), પુણિયા શ્રાવકની કથા, ધૂપપૂજા વડે શ્રી વિનયંધર રાજા સાતમા ભવે સિદ્ધિપદ પામ્યા, નળ-દમયંતી, સીતાજી, અંજનાજી આદિનો પતિ-વિયોગ, મુનિરાજને મોદક વહોરાવી પછી લોભના વશે તેની નિંદા કરવાથી ઉપભોગવંતરાય કર્મ બાંધનાર મમ્મણ શેઠ નરકે ગયા, આદિ.
બેન, આ બધી કથાઓ આપણા જીવનમાં બેસાડવાની છે, આચરવાની છે. આવા આચરણ વડે આપણે સૌ આપણા ભાવિ જીવનમાં નવાં અંતરાય કર્મો ના બાંધીએ એ જ આ પૂજાના આપના આયોજનની એક માત્ર સફળતા છે, અને એ જ આપણા સૌના લાડીલા શ્રી મયૂરભાઈના સદ્ગત આત્માને આપણી સૌની ભાવ-અંજલિ છે. આત્મા તરફ લક્ષ્ય થતાં જ આવા વિચારો આપણા મનમાં આવે છે કે આત્મા જ વૈતરણી નદી છે, આત્મા જ કામાદુગ્ધા ધેનુ છે, આત્મા જ નંદનવન છે, આત્મા જ સુખ-દુઃખનો કર્યા છે, આત્મા જ મિત્ર છે, અને આત્મા જ શત્રુ છે.
બેનશ્રી, ભોગ અને ઉપભોગમાંથી અટકી સંયમ અને ત્યાગની દિશા સૂચવતા જૈનકુળમાં આ ભવમાં આપણે સૌ જન્મ્યા છીએ, તે પરમ પુણ્યોદય છે. ધર્મનો મર્મ સમજાવતી વીતરાગ-વાણી વૈરાગ્ય રેલાવતી, મિથ્યાત્વ કાપતી, સમ્યકત્વ જગાડતી, વિરતિ વિકસાવતી, સંયમમાં જોડતી, સન્માર્ગે દોરતી, મોહને છેદતી, રાગ-દ્વેષને બાળતી, શાસનરસ છલકાવતી અને આપણને સૌને આત્માના અનંત આત્મવૈભવનું દર્શન કરાવતી છે. આ બધામાંથી પરમ શ્રેય સાધીને પવિત્રીકરણની ક્રિયા કરતાં કરતાં આપણે અંતિમ લક્ષ્ય “મોક્ષને પામવાનું છે. મોક્ષ પામવા વીતરાગ બનવાનું લક્ષ્ય બાંધવું પડશે. ભોગમાંથી ભાગ, ભાગમાંથી ત્યાગ, ત્યાગમાંથી વૈરાગ અને વૈરાગમાંથી વીતરાગ બનાય છે. આ એક માત્ર જ માર્ગ છે, ક્રમ છે, અનુક્રમ છે. “જેવું લક્ષ્ય તેવા લક્ષણો' પણ આપણે સૌએ કેળવવાં તો પડશે જ ને ! શ્રુતસરિતા ૩૪૪
પત્રાવલિ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org