________________
પત્રાવલિ-૫૦
અશુભ પ્રસંગે અંતરાયકર્મની પૂજા શા માટે ?
મંગળવાર તા. ૨૭મી ફેબ્રુઆરી, ૨૦૦૧
વીર સંવત ૨૫૨૭ ને ફાગણ સુદ ૪ શ્રી મલ્લિનાથ પ્રભુ ચ્યવન કલ્યાણક શુભ દિન
બેનશ્રી,
પ્રણામ - જય જિનેન્દ્ર - પરમ વાત્સલ્યવારિધિ આપના પૂ. પપ્પા-મમ્મીને તથા પૂ. બાને મારી ભાવભરી ચરણસ્પર્શ સહિત વંદના. ગયા વીક-એન્ડમાં આપના પૂ. પપ્પા સાથે ફોન ઉપર વાત થઈ. આપના પરિવારની ધાર્મિક સુવાસ અને ધર્મપરાયણતા જાણીને મને ખૂબ આનંદ થયો. ધન્ય છે. બેન, આપને, આવા પનોતા અને પુણ્યવંતા ધાર્મિક પરિવારમાં આપશ્રી જન્મ પામ્યા છે. ધન્ય છે આપના તેમજ શ્રી મયૂરભાઈના માતા-પિતાને કે જેઓએ આપ બંનેમાં ધર્મરાગ અને ધર્મરુચિના આવા સુશોભિત સુસંસ્કારોનું સિંચન કર્યું છે. શ્રી મયૂરભાઈ પોતાની સાથે પરભવમાં પણ આ સુસંસ્કારોરૂપી અલંકારો લઈ ગયા છે. સંસ્કારોરૂપી ધન આત્મધન હોઈ, આત્મગુણ હોઈ, હંમેશાં આત્માની સાથે જ રહે છે.
બેન, શ્રી મયૂરભાઈના અરિહંતશરણના પ્રસંગને શુભ નિમિત્ત બનાવી આપશ્રી પરિવારે ‘અંતરાય કર્મ નિવારણ પૂજા'નું આયોજન તા. ૪થી માર્ચના રોજ ન્યુયોર્ક દેરાસરમાં કરેલ છે. આપના પરમ સ્વજન, અને મારા આત્મસ્નેહી રત્નાકરશ્રી નરેશભાઈ શાહ પૂજા ભણાવવાના હોય તેથી આનંદમાં અવધ રહે અને આપનો આ પ્રસંગ અત્યંત ઉમંગ અને ઉલ્લાસપૂર્ણ બની જશે. આપના નિમંત્રણ બદલ ખૂબ આભાર. અન્યત્ર સ્થળે તે દિવસે મારા બે સ્વાધ્યાય પૂર્વે નિયત થઈ ગયેલા હોઈ, બેન, મને ક્ષમા કરશો, મારી અનુપસ્થિતિ બદલ. મારી શુભેચ્છાઓ અને પ્રાસંગિક મંગલ કામનાઓ આપ પરિવારની સાથે જ છે, અને હંમેશાં રહેશે.
બેન, અંતરાય કર્મ એ ચાર ઘાતી કર્મો પૈકીનું એક કર્મ છે. આત્માના ગુણોનો ઘાત કરે તેને ઘાતી કર્મ કહેવાય છે. દરેક જીવન જન્મ ધારણ કરીને વિવિધ ઇચ્છાઓ કરે, પછી તેની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ કરે, અને પ્રાપ્તિ થતાં જ થોડાક સમય બાદ તૃપ્તિ અતૃપ્તિમાં પરિણમે ને ઇચ્છા પુનઃ જાગી ઊઠે. આમ, ઇચ્છા-પ્રવૃત્તિ-તૃપ્તિ-અતૃપ્તિ-ઇચ્છા-આ અનુક્રમ પ્રમાણે દરેક જીવ ભવોભવ પસાર કરતો કરતો ૮૪ લાખ જીવયોનિનો અતિથિ બની પરિભ્રમણ કર્યા જ કરે છે. આ કર્મ અપેક્ષા અને પ્રાપ્તિ આ બે વચ્ચેનું અંતર સમજાવતું હોઈ તેને ‘અંતરાય કર્મ’ કહે છે. આ કર્મ નિવારણાર્થે આપ પરિવાર પૂજા ભણાવવા પ્રવૃત્ત થયા છો, તે શુભ નિમિત્ત છે; અને સોનામાં જેમ સુગંધ ભળે તેમ ભણાવનાર વિધાન અને પરમ સ્નેહીશ્રી નરેશભાઈ છે. આપશ્રી પરિવાર આ કર્મ નિવારણના પ્રયાસને વધુ સવિસ્તર સમજી શકો, તેથી આ સાથે ‘અંતરાય કર્મ નિવારણ પૂજા' અંગે થોડુંક મારું લખાણ લખીને મોકલું છું.
પત્રાવલિ
Jain Education International 2010_03
૩૪૩
For Private & Personal Use Only
શ્રુતસરિતા
www.jainelibrary.org