________________
શ્રી મયૂરભાઈ વિનાનો આપનો સંસાર આગળ તો વધવાનો છે. તેઓની સાથેનાં સંસ્મરણો તાત્કાલિક ભુલાઈ જાય નહીં, તે હું પણ, બેન, જાણું જ છું. તેઓના સદ્ગુણોનું સ્મરણ અને તદનુસાર આપણું આચરણ એ જ આપણા સૌની એ ઉત્તમોત્તમ ભવ્ય જીવને સાચી શ્રદ્ધાંજલિ છે.
બેન, હવે આગળના જીવનમાં દુઃખનો સંયોગ ના પ્રાપ્ત થાય તે માટે નવું અશુભ બાંધવાનું બંધ કર્યે જ છૂટકો. જો અશુભ બંધાયું તો તે ઉદયમાં આવશે ત્યારે એક યા બીજા પ્રકારે દુ:ખ સમક્ષ આવીને ઊભું જ રહેવાનું. જેમ આંબો વાવનારને કેરી અને બાવળ વાવનારને કાંટા જ મળે છે, તેમ જ શુભ કર્મો બાંધનારને સુખ અને અશુભ કર્મો બાંધનારને દુ:ખ મળે છે. આપણું લક્ષ્ય સુખ જ મેળવવાનું હોઈ, બેન, આપણાં લક્ષણ શુભ કર્મો બાંધવાનાં જ હોવાં જોઈએ. ‘જેવું લક્ષ્ય, તેવાં લક્ષણ.’ અશુભ નહીં બાંધવાનું, એનો બીજો અર્થ એ છે કે કર્મોના આગમનને, કર્મોના આશ્રવને અટકાવવા. માટે તો કહે છે :
सर्वाश्रव निरोधके ओक ही रस जिनशासनम् ।
સર્વ-આશ્રવોનો નિરોધ-આ એક જ વાતમાં જિનશાસનને રસ છે.
સ્ત્રીઓને જેમ પતિ પ્રિય હોય છે, નિર્બળોને જેમ રાજા, રાજાઓને જેમ પૃથ્વી, માતાને જેમ સંતાન, ચાતકને જેમ વરસાદ, મનુષ્યને જેમ અમરપણું, દેવોને જેમ સ્વર્ગલોક અને રોગીને જેમ વૈદ્ય-ડૉક્ટર પ્રિય હોય છે તેમ, શુદ્ધ આત્માનું નામ આપણા હૃદયને પ્રિય છે. અનાદિ કાળથી આ સંસારમાં આપણે ભવભ્રમણ કરતા આવ્યા છીએ. પણ આ શુદ્ધ આત્મામાં મનને નિશ્ચળ નથી કર્યું તેને લઈને જ આપણે સૌ દુઃખના અનુભવ કરીએ છીએ. આ જન્મને નિરર્થક નહીં, બેન, પણ સમર્થક બનાવવા નીચે મુજબની આત્મસ્મરણની પ્રતિજ્ઞા લેવી ઉપકારક છે ઃ
सुखे दुःखे महारोगे, क्षुधादीना मुपदवे | चतुर्विधोपसर्गे च कुर्वेचिद्रुप चिंतनं ॥
અર્થ : સુખમાં, દુઃખમાં, મહાન રોગમાં, ક્ષુધા આદિના ઉપદ્રવમાં અને દેવાદિકના ચાર પ્રકારના ઉપસર્ગમાં પણ હું આત્માનું ચિંતન કરીશ.
મનને જે ગમે, મન તેમાં રમે. મનને આશ્રવનિરોધના સાધનોમાં આપણે રમતું રાખીએ તેવી શુભ ભાવના સાથે.
શ્રુતસરિતા
Jain Education International 2010_03
*
૩૪૨
For Private & Personal Use Only
લિ. આપનો ભાઈ, રજની શાહ
પત્રાવલિ
www.jainelibrary.org