________________
(૨) આગમચક્ષુ - આચાર્ય - ઉપાધ્યાય - સાધુ ભગવંતોને છે તે. (૩) અવધિચક્ષુ - દેવ -નારકીના જીવોને અને લબ્ધિપ્રત્યેક છે તે. (૪) કેવળચક્ષુ - જે સિદ્ધના જીવો અને કેવળી ભગવંતોને છે તે.
એક અપેક્ષાએ, ઉત્તમોત્તમ એવા કેવળચક્ષુ પામવા માટે બાકીના ત્રણમાંથી એક માત્ર “આગમચક્ષુ” જ ઉપયોગી નીવડે છે. આગમચક્ષુ-પ્રાપ્તિની આરાધના માટે આ ચક્ષુ જેઓની પાસે છે તેવા ગુરુતત્ત્વની જ આરાધના કરવી પડે.
- આમ એટલે આત્માને ગમ્ (બોધ) પમાડે તે; બીજો અર્થ +ામ (કા એટલે ચારે બાજુથી - ચારે બાજુથી બોધ પમાડે તે; ત્રીજો અર્થ સામ ( એટલે મર્યાદાપૂર્વક) - આગમના રચયિતા ગણધર ભગવંતો છદ્મસ્થ હોઈ તેઓની રચના અપેક્ષાએ મર્યાદાવાળી-સીમાવાળી ગણવામાં આવે છે - માટે અર્થ “મર્યાદાપૂર્વક બોધ પમાડે તે.” કેવળચક્ષુ પામવાના કાર્યમાં આગમચક્ષુ કારણ હોઈ, કાર્યમાં કારણનો ઉપચાર દ્વારા, આગમચક્ષુની ઉપમા દિવ્ય ચક્ષુ અગર દિવ્ય નયન સાથે પણ કરે છે; આ દિવ્ય ચક્ષુ અગર દિવ્ય નયનનું જ બીજું નામ “સમ્યજ્ઞાન' કહેવાય છે. યથાવસ્થિત તત્ત્વોનો સંક્ષેપ કે વિસ્તારથી જે અવબોધ થવો તેને “સમજ્ઞાન' કહેવાય છે.
રત્નત્રયી (દર્શન - જ્ઞાન - ચારિત્ર)માં શબ્દ-સમૂહમાં “જ્ઞાન” ને વચ્ચે મધ્ય સ્થાન આપવામાં આવ્યું છે, કારણ કે જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં દર્શન (શ્રદ્ધા) અને જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં ચારિત્ર (આચરણ). જાણવું, શ્રદ્ધા કરવી અને આચરણ કરવું એ જ શિવમાર્ગ છે, પરમપદનો પથ છે, મુક્તિનો રસ્તો છે, કલ્યાણનું કારણ છે, સિદ્ધમાર્ગ છે.
| દર્શન (શ્રદ્ધા) આત્મશુદ્ધિ અર્થે છે, જ્યારે જ્ઞાનપ્રાપ્તિને અર્થે છે. તેથી જ્યારે જ્યારે પ્રાપ્તિની અપેક્ષા હોય ત્યારે જ્ઞાન પ્રથમ છે (જ્ઞાન-દર્શન-ચારિત્ર); અને જ્યારે આપણે શુદ્ધિની અપેક્ષા હોય ત્યાં દર્શન પ્રથમ મુકાય છે (દર્શન-જ્ઞાન-ચારિત્ર). જ્ઞાનથી જાણું, દર્શનથી શ્રદ્ધા કરી તે સઘળી વસ્તુઓને આચરણમાં લાવવાનું સહેજે સહજ બની જાય છે. માટે તો કહેવાય છે કે સમ્યજ્ઞાન હંમેશાં સમ્યગ્દર્શન અને સમ્યફચારિત્રની પુષ્ટિ કરે છે.
દા.ત., ચરમ તીર્થકરના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામી અષ્ટાપદ યાત્રા વેળાએ પર્વત ઉપરથી નીચે ઊતરતાં ૧૫00 તાપસોને પારણાં કરાવે છે. ૧૫00 તાપસીને શ્રી ગૌતમસ્વામી જ્ઞાન વડે (શ્રુતજ્ઞાન) શ્રી મહાવીર સ્વામી પ્રભુનું વર્ણન કરવા વડે ૧૫૦૦માંથી ૫૦૦ તાપસોને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ કેવળજ્ઞાન પ00 તાપસીને થયાનું સ્પષ્ટ કારણ “સમ્યજ્ઞાન' છે. શ્રી ગૌતમ સ્વામી બાકીના ૧000 તાપસીને શ્રી મહાવીર સ્વામી પ્રભુની આજ્ઞા એ જ ધર્મ છે' એવું શ્રદ્ધાપૂર્વક વર્ણન કરે છે, ત્યારે આ ૧૦૦૦ તાપસોમાંથી ૫૦૦ તાપસોને પણ કેવળજ્ઞાન થાય છે. આ બીજા ૫૦૦ તાપસોને કેવળજ્ઞાન થયાનું કારણ સમ્યગ્દર્શન' છે. આમ, કુલ ૧૦૦૦ તાપસોને કેવળજ્ઞાન શ્રી મહાવીર સ્વામી પ્રભુને નિહાળ્યા પહેલાં જ થઈ જાય છે. છેલ્લા ૫00 તાપસોને અને 1000 કેવળજ્ઞાનીઓ સાથે શ્રી ગૌતમ સ્વામી સર્વેને શ્રી મહાવીર પ્રભુના દર્શનાર્થે લઈ આવે છે. પ્રથમના શ્રુતસરિતા ૩૩૬
પત્રાવલિ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org