________________
ત૫) વધુ ફળદાયી નીવડે છે. અહિંસાના પાલન માટે સંયમ જોઈએ; સંયમના પાલન માટે તપ આવશ્યક છે અને તપ કરીએ એટલે અહિંસા આપોઆપ પળાય જ. અહિંસા આત્માને સ્પર્શે, સંયમ દસ પ્રાણોને અને તપ કાયાને સ્પર્શે છે. અહિંસા, સંયમ અને તારૂપી આ અનુષ્ઠાન જ રત્નત્રયીનું પ્રાગટ્ય કારણ છે.
અમેરિકા દેશમાં જ્ઞાનની ભૂખ જેટલા પ્રમાણમાં જાગી છે, તેટલા પ્રમાણમાં ‘આચાર'ની ભૂખ જાગી નથી. (આપ અને પુણ્યશાળી તો આ બાબતમાં અપવાદ છો.) બેનશ્રી ભાવિનીબેનની વર્ષીતપની મહાન આરાધના છે. ધન્ય છે બેનને અને ધન્ય છે તેઓના પૂ. માતા-પિતાને. આવા મહાન તપની આરાધના અને દેશમાં જવલ્લે જ નિહાળવા મળે છે. આપ બન્નેમાં જ્ઞાન અને આચારનો સપ્રમાણ સુવાસમય સંગમ છે. જ્ઞાન એ બગીચો છે, પણ બગીચાની સુવાસ “પુષ્પ' વડે છે. પુષ્પ તે “આચાર” છે. એકલા જ્ઞાનની કદાપિ સુગંધ હોતી જ નથી; સુગંધ તો આચારની જ હોય. જ્ઞાન એ ઇલેક્ટ્રિક ફીટિંગ સમાન છે, તો આચાર એ બલ્બ છે. ઘરમાં ઇલેક્ટ્રિકનું ફીટિંગ કરાવ્યા બાદ બલ્બ લગાવીએ, પછી જ “પ્રકાશ' થાય છે ! આમ, ભાઈ, આપણે સૌએ અંતરમાં આધ્યાત્મિક પ્રકાશ પામવા માટે આજે નહી તો કાલે “આચાર' ને પકડ્યા વિના છૂટકો જ નથી, છૂટકો જ નથી અને છૂટકો જ નથી.
જ્યાં ભ્રમણ નથી, કર્મોનું આક્રમણ નથી અને સુખ-દુઃખનું સંક્રમણ નથી તેવું એક માત્ર સ્થાને સિદ્ધશિલા'નું લક્ષ્ય બાંધી “આચાર'ના બળે આત્મ-સ્નેહના પરિણામ મેળવી સત્વરે મુક્તિગામી બનીએ એ જ મારી આપ બને ભાગ્યશાળી પ્રત્યે મારી શુભેચ્છા.
લિ. આપનો ભાઈ,
રજની શાહ * * * * *
પત્રાવલિ-૩૭ ધાર્મિક અભિગમ
મંગળવાર, તા. ૩-૭-૨૦૦૦ પરમ સ્નેહી ભાઈશ્રી, જય જિનેન્દ્ર.
પૂ. શ્રી મુક્તિદર્શન વિજયજી મ. સાહેબ ફરમાવતા કે લીલા નારિયેળમાં ત્રણ વસ્તુ છે - છાલ - કોપરું અને પાણી. રાગ-દ્વેષ એ પાણી છે. સંસારી જીવોનું પાણી સુકાયું નથી. કોપરૂં એ આત્મા છે, અને છાલ એ દેહ છે. ચૈતન્ય આત્મા દેહરૂપી કાચલીથી છૂટો પડ્યો નથી. નારિયેળમાં જ્યાં સુધી પાણી સુકાઈ ના જાય ત્યાં સુધી કોપરું છાલથી છૂટું પડતું નથી. બસ આ જ રીતે, જ્યાં સુધી રાગદ્વેષથી છૂટા નહીં પડીએ, ત્યાં સુધી આત્મા દેહથી છૂટો પડતો જ નથી, અને સિદ્ધશિલાએ બિરાજતો નથી. સિદ્ધાવસ્થાનો આનંદ સમક્તિીને આંશિક હોય છે, અને તે પણ સામાયિકમાં હોય ત્યારે. છ માસના નિયમના બદલે મારા તપસ્વિની બેનશ્રી ભાવિનીબેનના વર્ષીતપના પારણાના દિન પહેલાં આપશ્રી કંઠસ્થ કરો, તેવી મારી ઇચ્છા છે. ભાઈ, દરરોજ અથવા તો છેવટે વીક-એન્ડમાં એક પત્રાવલિ
૩૧૫
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org