________________
પ્રવેશીને તેને જાણવું એ જ એક માત્ર જૈનકુળમાં જન્મ લીધાનો ઉપયોગ છે.
"नाभेयाद्या सिद्धार्थराजसूनु चरमाश्चरदे हाः ।
पंचनवदश च दशविधधर्म विधिविदो जयन्ति जिनाः ॥" અર્થ : ચરમશરીરી અને દશ પ્રકારના યતિધર્મને જાણનારા, નાભિપુત્ર (આદિનાથ) જેમાં પ્રથમ છે
અને સિદ્ધાર્થ પુત્ર (વર્ધમાન સ્વામી) અંતિમ છે, તેવા પાંચ + નવ + દશ (ચોવીશ) જિનેશ્વર ભગવંતો જય પામે છે. જિનશાસનના જ્યોતિર્ધર મહાન આચાર્યશ્રી ઉમાસ્વાતિજીએ ‘પ્રશમરતિ' ગ્રંથના મંગલાચરણ કરતાં કુશળતાપૂર્વક રાગ-દ્વેષ પર વિજયી બનાવવાના અણમોલ ઉપાયોનો ગર્ભિત રીતે નિર્દેશ કરી દીધો છે. પ-૯-૧૦ ના સંખ્યાવાચક અંકોમાંથી એ ઉપાયો જડી જાય છે : (૧) પાંચ મહાવ્રતો, અણુવ્રતોનું જીવન (૨) નવપદોની સમ્યગુ આરાધના (૩) દશ પ્રકારના શ્રમણધર્મનું યથાર્થ પાલન.
પંચ અણુવ્રતમય જીવન બની જાય, દશ પ્રકારના શ્રમણધર્મનું સર્વાગ સુંદર પાલન થઈ જાય અને નવપદોનું હૃદયકમલમાં ધ્યાન રમતું થઈ જાય ! બસ, ચરમશરીરી બનતા વાર નહીં ! શરીર અને આત્માનો અંતિમ સંયોગ ! જ્યાં સુધી શરીર અને આત્માનો સંયોગ છે, ત્યાં સુધી જ પરાજય છે, રાગ-દ્વેષના ત્રાસ છે આ સંસારમાં પરિભ્રમણ છે.
પાંચ અણુવ્રતોની અને દસ પ્રકારના શ્રમણધર્મની સાધના માટે જોઈએ દેઢ મનોબળ અને અપૂર્વ આત્મશક્તિ. તે મનોબલ અને આત્મશક્તિ પ્રગટે છે શ્રી નવપદની ઉપાસનામાંથી શ્રી નવપદના ધ્યાનમાંથી ! અરિહંતાદિ નવ પદ અખૂટ-અનંત શક્તિનો શાશ્વત ભંડાર છે. જાપ અને ધ્યાનની ઉપાસનાના માધ્યમથી ઉપાસક એ ભંડારમાંથી પર્યાપ્ત શક્તિ પ્રાપ્ત કરી શકે છે. આપ બંનેના પુણ્યોદયે, આપ બંનેમાં દઢ મનોબલ અને આત્મશક્તિ પ્રગટી ચૂકી છે.
ભાઈ, આપણે “મહાવીર સ્વામી ભગવાન કી જય' એમ બોલીએ છીએ, તેનો અર્થ એ છે કે રાગ-દ્વેષના વિજેતાની જય બોલ્યા; એટલે રાગ-દ્વેષને કટ્ટર દુશ્મન તરીકે આપણે જાહેર કર્યા. રાગ
ષના વિજેતાનો સર્વત્ર અને સદેવ “જય' ઇચ્છીએ એટલે રાગ-દ્વેષ સામે ખુલ્લું યુદ્ધ પોકાર્યું ! સંસારના મુમુક્ષુ જીવોને આ યુદ્ધમાં ઉતારી તેમને વિજયી બનાવવા માટે અનેક અનેક કરુણાવંત આચાર્ય ભગવત્તોએ ગ્રંથોની રચના કરી છે, અને કરી રહ્યા છે.
જિનશાસન' કોઈ પંથનું નામ નથી, એ કોઈ સંપ્રદાય નામ નથી, કોઈ ગચ્છનું કે સમુદાયનું નામ નથી ! જિનશાસન એટલે દ્વાદશાંગી ! જિનશાસન એટલે શ્રુતજ્ઞાનની પરમપાવની ભાગીરથી! જિનશાસન એટલે સમ્યજ્ઞાનનો મહાસાગર ! આ જિનશાસન જ આપણને સૌને વૈરાગ્ય રસમાં નિમગ્ન રાખી શકે તેમ છે.
ટૂંકમાં, પાંચ અણુવ્રત, દશ યતિ ધર્મ અને નવપદનું આપણામાં સંમેલન થાય તો રાગ-દ્વેષ જિતાયા જ સમજો. દશ યતિ ધર્મ છે : ક્ષમા, માર્દવ (મૃદુતા), આર્જવ (માયાનો ત્યાગ), મુક્તિ (તૃષ્ણાનો વિચ્છેદ), તપ, સંયમ, સત્ય, શૌચ (પવિત્રતા) અકિંચન્ય (મમત્વરહિતપણું) તથા બ્રહ્મચર્ય. શ્રુતસરિતા
૩૩)
પત્રાવલિ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org