________________
ભાઈ, પ્રતિદિન એક જ કરવાનું છે. વૈરાગ્યની ભાવનાને વધુને વધુ દૃઢ બનાવવી. મનથી, વચનથી અને કાયાથી આ એક જ પ્રવૃત્તિ. વૈરાગ્ય ભાવનાને દઢ બનાવવા માટે મનના વિચારોને બદલવા પડશે. પ્રત્યેક પ્રસંગ અને પ્રત્યેક ઘટનાનું ચિંતન સંવેગમય અને નિર્વેદમય વિચારોથી કરવું પડશે. સંવેગ-નિર્વેદગર્ભિત (મોક્ષાભિલાષા) વિચારોથી (ભવનો ખેદ) વૈરાગ્ય દૃઢ થાય છે; પુનઃ પુનઃ આવા વિચારો કરે જ જવાના. મોક્ષ પર રાગ અને સંસાર પર ઉદ્વેગ ! વિચારોના આ બે જ કેન્દ્ર બિન્દુ બનાવી દેવાનાં. જન્મ-જરા-મૃત્યુ, આધિ-વ્યાધિ અને ઉપાધિથી ભરપૂર આ સંસારનું ચિંતન આપણા વૈરાગ્યને પ્રબળ બનાવશે.
ક્યારેક સંસારનાં સુખોની ક્ષણભંગુરતાના ચિંતનમાં ચઢી જવાનું તો ક્યારેક ભીષણ સંસારમાં જીવાત્માની અશરણદશાના વિચારમાં ગરકાવ થઈ જવાનું ! ક્યારેક આત્માની એક્લતાથી સ્થિતિના ચિંતનમાં મગ્ન થઈ ગયા, તો ક્યારેક સ્વજન-પરિજન અને વૈભવથી આત્માના જુદાઈના વિચારોમાં ડૂબી જવાનું, ક્યારેક પ્રતિજન્મમાં બદલાતા રહેતા આપણા પરસ્પરના સંબંધોની વિચિત્રતાના ચિંતનમાં ખોવાઈ જવાનું, તો ક્યારેક શરીરની ભીતર બીભત્સ અને ગંદી અવસ્થાની ક્લ્પનામાં ચાલવાનું.
આપણે સૌ આવું આવું કરતા રહીએ, આવું વિચારીએ, આવું બોલીએ અને શરીરથી એને અનુરૂપ આચરણ કરીએ, અને સિદ્ધશિલા ઉપર સૌ સાથે બિરાજીએ એવી મારી ભાવના. લિ. આપનો ભાઈ, રજની શાહ
-
* *
પત્રાવલિ
Jain Education hternational 2010_03
પત્રાવલિ-૪૪
મહામંત્ર નવકાર
સુજ્ઞ ભાઈશ્રી,
પ્રણામ
જય જિનેન્દ્ર. આપ પરિવાર કુશળતામાં હશો.
જિનશાસન એટલે સર્વજ્ઞશાસન. સર્વજ્ઞશાસન એટલે એક સમૃદ્ઘનગર ! વૈભવશાળી નગર ! જિનશાસનનો એક માત્ર અર્ક છે - આશ્રવનિરોધ. આશ્રવ પરદ્રવ્યના પ્રસંગ વડે જ આવે છે. આમ, પરદ્રવ્યના સંગને દૂર કરી, ઇન્દ્રિયોના સમૂહને અત્યંત ચપળ જાણીને, અંતરમુખ દૃષ્ટિ કરી, નિર્મળ જ્ઞાન દર્શન ચારિત્ર સ્વભાવવાળા આત્માનું ધ્યાન કરી, કર્મોની નિર્જરા કરી, આપણે નિત્ય જ્યોતિ સ્વરૂપ - શીતલ સ્વરૂપ - શશિ સ્વરૂપ નિરૂપમ પદને પ્રાપ્ત કરવાનું છે.
સોમવાર, તા. ૧૮મી, ડિસેમ્બર, ૨૦૦૦ વીર સંવત ૨૫૨૭ ને માગસર વદી ૮
૩૩૧
For Private & Personal Use Only
શ્રુતસરિતા
www.jainelibrary.org