________________
મનપાલન દરમિયાન નીચેના ત્રણ મનોરથને મનોમંદિરમાં વિચારવા, માનપૂર્વક ભાવવા : (૧) જ્યારે હું બાહ્ય તથા આત્યંતર પરિગ્રહનો ત્યાગ કરી મારા આત્માને સુખી કરીશ. તે બંને
પ્રકારના પરિગ્રહો મહાપાપનું મૂળ છે, દુર્ગતિને પમાડનાર છે, કષાયના સ્વામી છે, અનર્થોને
ઉત્પન્ન કરવાના હેતુભૂત છે, બોધીબીજરૂપ સમ્યકત્વના ઘાતક છે. (૨) ક્યારે હું પંચમહાવ્રત લઈ, પંચસમિતિ, ત્રણ ગુપ્તિ એ આઠ પ્રવચન માતાનો આદર કરીશ?
વળી અંત આહારી, પંત આહારી, અરસ આહારી, વિરસ આહારી, સર્વ રસનો ક્યારે ત્યાગી
થઈશ ? “ધન્ય ધન્ય તે દિન મુજ ક્યારે હોશે, હું લઈશ દીક્ષા જી.” (૩) જ્યારે હું અઢાર પાપસ્થાનકોને આળોવી, નિઃશલ્ય થઈ, ચોદ રાજલોકના તમામ જીવોને
ખમાવી સર્વ વ્રતો સંભાળી, અઢાર પાપસ્થાનકો ત્રિવિધ ત્રિવિધ વોસિરાવી, ચાર આહારના પચ્ચકખાણ કરી, છેલ્લે શ્વાસે આ કાયાને પણ વોસિરાવી ચાર મંગળરૂપ ચાર શરણને ઉચ્ચરતો થકો, મરણને નહીં વાંછતો અંતકાળે પંડિત મરણને પામીશ?
અજ્ઞાનનો અંધકાર રાખી, જ્ઞાનનો સૂર્ય ઝગમગાવી, મૌનપાલનની સુટેવ કેળવી, ત્રણ મનોરથો ચિંતવી, આપણે સૌ મોક્ષમાર્ગ ઉપર આગળને આગળ ધપીએ એ જ મારી પરમ ભાવના અને અભ્યર્થના. નૂતન વર્ષ મંગલમયી અને કલ્યાણમયી બની રહો તેવી શુભેચ્છા.
લિ. આપનો ભાઈ,
રજની શાહ
પત્રાવલિ-૪૩ વૈરાગ્ય વાસિત બનવું
શુક્રવાર, તા. ૧લી, ડિસેમ્બર, ૨000
વીર સંવત ૨પર૭ માગસર સુદી ૫ ભાઈશ્રી,
પ્રણામ - જય જીનેન્દ્ર.
નૂતન નિવાસસ્થાને હવે આપ બરોબર ગોઠવાઈ ગયા હશો. મેં શુભેચ્છાઓ ફોન ઉપર તો પાઠવી હતી, પરંતુ આજે આ પત્ર લખું છું તો ફરીથી શુભેચ્છાઓ પાઠવું છું કે આપ પરિવારના જીવનબાગમાં સુખ, સમૃદ્ધિ અને ધર્મ-વૃદ્ધિના સુરભિત પુષ્પો ખીલી ઊઠે અને આ વૃદ્ધિમાં આપનું આ નૂતન નિવાસસ્થાન સબળ, પ્રબળ અને પરમ શુભ નિમિત્ત બની રહે તેવી પ્રાર્થના.
જિનશાસન એટલે સર્વશશાસન. સર્વજ્ઞશાસન એટલે એક સમૃદ્ધનગર ! વૈભવશાળી નગર ! એનો વૈભવ કોઈ સામાન્ય સોના-ચાંદીનો નથી, રત્નોનો-હીરાઓનો વૈભવ છે. જિનશાસનનું આ નગર અનન્ત-અના રત્નોથી ખચાખચ ભરેલું છે, અત્યંત ગહન છે. આવા નગરમાં પ્રવેશવું અને પત્રાવલિ
૩૨૯
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org