________________
બનવો જોઈએ; અને તે માટે સબળ અને સઘન સાધન ‘મૌન’ છે. શક્ય હોય તો દ૨૨ોજ થોડાક સમય માટે પણ (અડધા કલાક/કલાક) મૌનનું પાલન કરવા જેવું છે. મૌનનો અભિગ્રહ પરંપરાએ મોક્ષ આપી શકે તેટલું સામર્થ્ય ધરાવે છે. મૌનના સાધન વડે આત્મામાં વાસ સરળ અને સાહિજક બને છે. ૫૨૫દાર્થ અને પરભાવદશાપૂર્વકની બહિરાત્મદશામાંથી અંતરાત્મદશામાં પ્રયાણ કરવાનું ‘‘મૌન’’ એ પ્રથમ પગથિયું છે, કે જેના વડે આગળ વધીને આપણે પરમાત્મદશાને પામી શકીએ તેમ
છે.
જેના વડે મનન કરાય તે મન, ધર્મ અને કર્મ બંનેમાં મનોયોગ મુખ્ય ભાગ ભજવે છે. મોહને આધીન મન ભવભ્રમણ કરાવે છે, જ્યારે નિર્વિકલ્પ મન મોક્ષપદને પમાડે છે. ‘મન’ શબ્દને ઊલટાવો તો ‘નમ’ શબ્દ બને છે, કે જેના વડે મોક્ષપંથ પર પ્રગતિ થઈ શકે છે. મૌન અને મનોગુપ્તિ – આ બંને શબ્દો પર્યાયવાચી કે સમાનાર્થી નથી. બંને શબ્દની ફલશ્રુતિ પણ ભિન્ન છે. ગુપ્તિ એટલે ગોપવવું, રક્ષણ કરવું, રોકવું, નિગ્રહ કરવો. જે ક્રિયાથી અનિષ્ટ રોકાય તે ગુપ્તિ. ટૂંકમાં, મનનું રક્ષણ થાય તે મનોગુપ્તિ.
જ્ઞાની ભગવંતોએ મનોગુપ્તિની વ્યાખ્યા આપી છે :
'विमुक्त कल्पनाजालं, समत्वे सुप्रतिष्ठतम् । आत्मारामं मनस्तज्झे, मनोगुप्ति रुदाहता || '
અર્થ : કલ્પનાના જાળથી મુક્ત થયેલા, સમભાવમાં સ્થિર થયેલા અને આત્મભાવમાં રમણ કરતા મનને, જ્ઞાની પુરુષોએ, મનોગુપ્તિ કહેલી છે.
મન મલિન છે. મન ચંચળ છે. ભૂત-ભાવિમાં સદાય રત રહેતા મનને વર્તમાનમાં ‘સ્થિર’ કરવાનો પુરુષાર્થ આદરવા જેવો છે. મન સાધ્યું તેણે સઘળું સાધ્યું. “મન ઃ મનુષ્યાળાં વારાં મોક્ષર્ચા:। બંધ અને મોક્ષનું કારણ મન જ છે. મલિન મનને શુદ્ધ કરવા અને ચંચળ મનને સ્થિર કરવા મનની સમજણપૂર્વક માવજત કરવી જરૂરી છે. માવજતની પ્રાથમિક ભૂમિકા ‘મૌન’ છે. મનની શુદ્ધતા અને સ્થિરતા થતાં જ ધર્મ ઉદ્ભવ પામે, જે પરંપરાએ મોક્ષપ્રાપ્તિનું કારણ બને; માટે તો કહેવાય છે ‘મન ચંગા, તો કથરોટ મેં ગંગા.'
(૧) મનની કથા મનના વિષયની વાત
(૨) મનની વ્યથા
આત્માના માટે મનની પીડા.
(૩) મનની શ્લથા મનનો નિગ્રહ - આત્માને મનથી મુક્ત કેમ બનાવવો ?
મન સંબંધિત કથા, વ્યથા અને શ્લથાનું ચિંતન કરવું.
પાંચ ઇન્દ્રિયોની અપેક્ષાએ, મનને નોઇન્દ્રિય પણ કહ્યું છે. ઇન્દ્ર એટલે આત્મા; આત્માને ઓળખવાનું ચિહ્ન તે ઇન્દ્રિય. પાંચે ઇન્દ્રિયોને સહાય કરનાર મન છે. ઇન્દ્રિયોનું પ્રવર્તન મન દ્વારા જ થાય છે. પાંચે ઇન્દ્રિયના વિષયો (જેવા કે જોવું, સાંભળવું આદિ) પૌલિક હોઈ શુભાશુભ નથી; પણ તેમાં ‘મન’ ઉમેરાતાં શુભાશુભ ભાવો જન્મે છે અને કર્મબંધ થાય છે. દા.ત., જમતી
-
પત્રાવલિ
Jain Education International 2010_03
૩૨૭
For Private & Personal Use Only
શ્રુતસરિતા
www.jainelibrary.org