________________
પૂજ્ય આચાર્યશ્રી વિજય કેસરસૂરીશ્વરજી મ.સા. ફરમાવે છે.
“कारणं कर्मबंधस्य, परदव्यस्यचिंतनं ।
__स्वदव्यास्य विशुद्धास्य, तन्मोक्षस्यैव केवलं ॥" અર્થ : પરદ્રવ્યનું ચિંતન કરવું તે જ કર્મબંધ થવાનું કારણ છે, અને પવિત્ર આત્મદ્રવ્યનું ચિંતન કરવું
તે કેવળ મોક્ષનું જ કારણ છે.
આત્મવસ્તુના ચિંતનમાં પણ અનંત આત્મદ્રવ્યો છે. તેમાંથી જ્ઞાતાદ્રષ્ટાપણું, સુખદુઃખના અનુભવ કરવાપણું પોતાનું પોતાને ઉપયોગી છે, અને પોતા માટે પોતામાં જ અનુભવો થાય છે. માટે બીજા અરિહંતાદિ પવિત્ર આત્મા સાથે પોતાના આત્મદ્રવ્યની સરખામણી કે નિશ્ચય કરી લીધા પછી પોતાનામાં જ સ્થિરતા કરવાની છે, અને તે સિવાયના બીજા જીવોના ચિંતનનો તો અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે. આગળ વધવામાં આલંબન માટે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિરાજ આ પંચ પરમેષ્ઠિની મદદ લેવામાં આવે છે, પણ માળ ઉપર ચડવામાં જેમ દાદરાની (સીડીની) સહાય લેવામાં આવે છે, તેમ આત્મદ્રવ્યથી જુદા તે અરિહંતાદિથી અને તેમની મદદથી આગળ વધવું અને માળ ઉપર ચડી ગયા પછી જેમ સીડીનો ત્યાગ કરવામાં આવે છે તેમ શુદ્ધ આત્મદ્રવ્યની પ્રાપ્તિ થયા પછી આ મદદગારોના ચિંતનનો પણ છેવટે ત્યાગ કરવાનો છે. આ જ દૃષ્ટિકોણ વડે, શ્રી નવકાર મહામત્રમાં “નમો અરિહંતાણં' - નમો અને અરિહંતાણં - આ બેમાંથી તારક તત્ત્વ કયું છે ? આ પ્રશ્નના ઉત્તર સામાન્ય રીતે બધા આપે છે “અરિહંત' તારક તત્ત્વ છે. આ ઉત્તર સાચો નથી. અરિહંત તો વિશુદ્ધ નિમિત્તા છે, “નમો’ વડે (નમવા વડે) કર્મનો ક્ષય થાય છે. ઉપાદાનની નિમિત્તના આલંબન વડે ‘નમન' વડે તરી જવાય છે. માટે, તારક તત્ત્વ “નમો છે. પ્રથમ પાંચે પદમાં “નમો’ને જ તારક તત્ત્વ સમજવું. ન+મન = મન એટલે ઇચ્છા, નઇચ્છાવાળા થવા માટે ન+મન કરવું જોઈએ. આપણે નમન કરતા હોઈએ અને હજી ઈચ્છારહિતપણું જો આવ્યું ના હોય, તો આપણા નમનમાં ક્યાંક કોઈ દોષ છુપાયેલો છે. ‘નમન' માટે દરરોજ ઓછામાં ઓછા પાંચ ખમાસમણાં દેવાં જોઈએ.
શુદ્ધ સ્વભાવને ભૂલીને આત્મા શુભાશુભ ઉપયોગે પરિણમે છે તેથી કર્મબંધની શરૂઆત થાય છે. આ શુભાશુભ ઉપયોગ મન, વચન અને કાયાને પ્રવૃત્તિ કરાવે છે. કર્મનું બીજ શુભાશુભ ઉપયોગમાં છે પણ તે ઉપયોગ જાતે પ્રવૃત્તિ કરી શકતો નથી એટલે હથિયાર તરીકે મન, વચન, કાયાને વાપરે છે. પછી મનાદિમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય ભળે છે અને કર્માશ્રવનો પ્રારંભ થાય છે. આશ્રવનિરોધના પુરુષાર્થમાં સફળતા તો મોક્ષ નિશ્ચિત બને છે. આપ બંને પુણ્યશાળી જીવોને મારી શુભેચ્છાઓ.
લિ. આપનો ભાઈ,
રજની શાહ
શ્રુતસરિતા
200 2
0 ૩૩૨
પત્રાવલિ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org