________________
ચલચિત્રો, નાટકો, કષાય, ચાર સંજ્ઞાઓ (આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ) રાત્રિ ભોજન ત્યાગ વગેરે છોડવાના ક્ષેત્રે આપણે સૌએ ખાસ પુરુષાર્થ કરવો પડશે. દાન, શીલ, તપ અને ભાવધર્મ આપણી દૈનિક પ્રવૃત્તિમાં લાવવો આવશ્યક છે; અભિગમ બદલવો પડશે જ.
ધર્મનો અભિગમ, મિથ્યાત્વનો અપગમ, સદ્ગુરુનો સમાગમ અને રત્નત્રયીનો સંગમ-આપણને સૌને ભવોભવ સાંપડે એ જ મંગલ મનીષા. તપસ્વીની બેનને મારા પ્રણામ.
લિ. આપનો ભાઈ,
રજની શાહ * * * * *
પત્રાવલિ-૩૮ ધર્મકરણી એ જ કમાણી
મંગળવાર, તા. ૮મી ફેબ્રુઆરી, ૨૦૦૦ આત્મસ્નેહી અનુરાગી, જય જિનેન્દ્ર.
ગત વર્ષે આપના સંઘના આંગણે સ્વાધ્યાય નિમિત્તે આપણે મળ્યા. સાધર્મિક સદ્ભાવના અને સહૃદયતાને લીધે પરસ્પર પ્રીતિ અને આદર થઈ આવે તે અતિ સ્વાભાવિક છે. આજનો દિવસ તો મંગળવાર છે જ, પણ બીજી દષ્ટિએ એટલે પણ મંગળ છે કે આજે શ્રી વિમલનાથ પ્રભુ અને શ્રી ધર્મનાથ પ્રભુ બંનેનો આજે જન્મદિન છે, જન્મલ્યાણક છે. આપ પુણ્યશાળી પરિવાર પ્રત્યે આ મંગળ દિને પ્રાર્થના.
વત્સલતાદાયક શ્રી વિમલનાથ પ્રભુ સમતાનાં વારિ વહાવે અને મમતાનાં બંધન તોડે. શ્રીકૃતવર્મા રાજા અને શ્રી શ્યામાં માતાના આ પુત્રનંદનને પ્રાર્થના કે એક વાર તો આપણા મનડાની ભીતર પગલાં પાડે.
ધીર, વીર, ગંભીર અને ધર્મના દાતા શ્રી ધર્મનાથ પ્રભુ આપણા કરમના ભરમને દૂર કરે. શ્રી ભાનુરાજા અને શ્રી સુવ્રતામાતાના નંદન આપણને જીવનમાં સુવ્રત આપી આપણા સૌનો ઉદ્ધાર કરે.
આપ પરિવારને અવારનવાર યાદ કરું છું. મારે સ્વાધ્યાય નિમિત્તે અનેક સંઘોમાં જવાનું બનતું હોય છે. અને ઉત્તમ શ્રાવકો-શ્રાવિકાઓને મળવાનું બનતું હોય છે. દરેક સંઘમાં બે-ચાર પરિવાર ધર્મના રાગી અને અત્યંત સૌજન્યશીલ હોય છે. આપનો પરિવાર પણ, મારી અનુભૂતિમાં, ઉત્કૃષ્ટતામાં સ્થાન ધરાવે છે. ધર્મનો વારસો આપ બંનેને પૂર્વ ભવથી અને પરમ ઉપકારી માતા-પિતા પાસેથી પ્રાપ્ત થયો છે, અને તે અમૂલ્ય વારસાને આપશ્રીએ વધુ દીપાવ્યો છે, વિકસાવ્યો છે. આપ બંનેનો ધર્મરાગ અને ધર્મરુચિ બદલ મારી પણ આપ બંનેને અપાર અપાર અનુમોદનાઓ અને શુભેચ્છાઓ.
દિવસો-મહિનાઓ-વર્ષો પસાર થતા જ જાય છે. જીવનમાં વર્ષો ઉમેરાતાં જાય છે કે વર્ષોમાં જીવન ઉમેરાતું જાય છે, તે નક્કી કરવું મુશ્કેલ છે, દુષ્કર છે. પણ એક વાત નક્કી કે આપણા બધાનું પત્રાવલિ
૩૧૭
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org